Savera Gujarat
તાજા સમાચારભારત

જામનગર સૈનિક શાળા બાલાચડી ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી.

સવેરા ગુજરાત,  જામનગર  ,તા 27

જામનગર,  સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે, સૈનિક શાળા બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ શહીદોના યુદ્ધ સ્મારક – શૌર્ય સ્તંભ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ રાષ્ટ્રગાન દ્વારા ભારતીય ત્રિરંગો ફરકાવ્યો અને ભવ્ય માર્ચ-પાસ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું.
કેડેટ શ્રેયાંશ પાંડે અને કેડેટ ક્રિશા વાઢેર દ્વારા અનુક્રમે હિન્દી અને અંગ્રેજીમાં પ્રજાસત્તાક દિવસનું મહત્વ વ્યક્ત કર્યું હતું. કેડેટ રમન દ્વારા તેમની દેશભક્તિની હિન્દી કવિતા ‘જુબાની આઝાદી કી’ દ્વારા રાષ્ટ્રના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કેડેટ્સ દ્વારા કરવામાં આવેલ એરોબિક્સનું અદ્ભુત પ્રદર્શન પ્રેક્ષકોએ નિહાળ્યું. બાલનિકેતન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ માસ પીટી ને પ્રેક્ષકોએ વધાવી લીધું હતું.


આ મહત્વના દિવસે, ઇન્ટર હાઉસ ડ્રીલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ માર્ચિંગ ટુકડીઓએ બેરિંગ અને ટર્નઆઉટ, માર્ચિંગ, સલામી અને સંકલનમાં તેમની શક્તિ દર્શાવી હતી. આંગ્રે હાઉસને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન દ્વારા વિજેતાઓને ટ્રોફી તેમજ કેડેટ પ્રિન્સ રાજને કે.વી. જામનગર દ્વારા આયોજિત આંતર શાળા ચિત્ર સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે કેડેટ ધ્રુવિલ મોદી અને કેડેટ યક્ષ મકવાણાને અમદાવાદ ખાતે યોજાયેલ એનસીસી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત શિબિર’માં અનુક્રમે ‘બેસ્ટ કેડેટ’ અને ‘બેસ્ટ લીડરશીપ એવોર્ડ’ તરીકે સન્માનિત કરવા બદલ સન્માન પણ કર્યું હતું.
મુખ્ય અતિથિએ તેમના સંબોધનમાં દરેકને ૭૫માં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેની લાગણી પર ભાર મૂક્યો હતો. તેમણે માર્ચ-પાસ્ટના અદ્ભુત પ્રદર્શન અને સુવ્યવસ્થિત કાર્યક્રમ માટે ઈનામ વિજેતાઓ અને કેડેટ્સને અભિનંદન આપ્યા હતા. તેમના ભાષણમાં તેમણે કેડેટ્સને બે મંત્રો આપ્યા- એક લીડરશિપ માટે કેડેટમાં નમ્રતા, સ્પષ્ટતા અને હિંમત હોવી જોઈએ. બીજો મંત્ર સફળતા માટે છે અને તે માટે કેડેટે સરખામણી કરવી જોઈએ, સ્પર્ધા કરવી જોઈએ અને જીતવું જોઈએ. તેમણે બારમા ધોરણના આઉટગોઇંગ કેડેટ્સના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમનું સમાપન ધોરણ -૧૨ની પાસિંગ-આઉટ પરેડ સાથે થયું હતું. જેમાં મુખ્ય અતિથિને સલામી આપી હતી.

Related posts

૧ લાખ પરિવારો ૩ દિવસ ભૂખ્યાં-તરસ્યાં રઝડ્યાં

saveragujarat

૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની સહિત ૮૨ કર્મયોગીઓનું સન્માન કરાયું

saveragujarat

દુર્ગા પૂજાના અવસર પર કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓને તોડી નાંખી…

saveragujarat

Leave a Comment