Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સબ રજીસ્ટ્રારના ઘરેથી ૫૮.૨૮ લાખ રુપિયા રોકડા ACB ને મળ્યા

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૨
અમદાવાદના વેજલપુરમાં આવેલ સબ રજીસ્ટ્રાર અધિકારીને ACB એ છટકુ ગોઠવીને કચેરીમાંથી જ ઝડપી લીધો હતો. લાંચ સ્વીકારતા ઝડપાયેલા સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકરણાના ઘરમાથી ૫૮ લાખ રુપિયાના મોટી રકમ મળી આવી હતી. આ સાથે જ ઘરમાં રાખેલ દારુની સીલબંધ બોટલોનો જથ્થો પણ મળી આવ્યો હતો. અમદાવાદ એસીબીની ટીમે ગાંધીનગર એસીબી પીઆઈ દ્વારા છટકાનુ આયોજન કરતા દોઢ લાખ રુપિયાની રકમ લાંચ રુપે લેતા જ અધિકારી તુલસીદાસ મારકણા ઝડપાયો હતો.એસીબીના મદદનીશ નિયામક દિવ્યા રવિયા જાડેજા દ્વારા આરોપી તુલસીદાસ મારકણાના ઘરની ઝડતી લેવા માટે અન્ય પીઆઈની ટીમને મોકલી આપી હતી. છટકુ સફળ થતા વેંત જ એસીબીની ટીમોએ તેના ઘર અને અન્ય મિલકતોના સ્થળની વિગતોની સ્થળ સ્થિતિ જાણવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં તુલસીદાસના ઘરની ઝડતી લેતા મોટી રકમ એસીબીની ટીમને હાથ લાગી હતી.લાંચ લેતા ઝડપાયેલા તુલસીદાસ મારકણાના ઘરે ઝડતી લેવા માટે એક અલગ ટીમને મોકલી આપી હતી. પીઆઈ આરઆઈ પરમાર અને તેમની ટીમે સબ રજીસ્ટ્રાર અધિકારીના ઘરની તલાશી લેતા ઘરમાંથી રોકડ રકમ મળી આવી હતી. આ રકમને જપ્ત કરીને રકમ ક્યાંથી અને કેવી રીતે તેના ઘરે આવી હતી તેની તપાસ શરુ કરવામાં આવી છે. આરોપીએ ભ્રષ્ટાચારની રકમથી જ રોકડ ભેગી કરી હોવાની પ્રાથમિક આશંકા મુજબ એસીબી ટીમે તપાસ શરુ કરી છે.ઝડતી માટે ઘરે પહોંચેલી ટીમને રોકડ મળવા સાથે ઘરમાં જ રાખેલ દારુની બોટલો મળી આવી હતી. વિદેશી દારુની કાચની અલગ અલગ સીલ બંધ ૧૨ નંગ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. બોટલો મળવાને લઈ એસીબીએ નજીકના વાસણા પોલીસ મથકમાં અલગથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.આરોપી તુલસીદાસ મારકણાએ ફરિયાદી પાસેથી દોઢ લાખ રુપિયા લાંચ પેટે રકમની માંગણી કરી હતી. ફરિયાદીએ ૩૦ જેટલા દસ્તાવેજની નોંધણી કરવાની હતી.આમ સબ રજીસ્ટ્રાર અધિકારી વર્ગ-૩ ના તુલસીદાસે પ્રત્યેક દસ્તાવેજના ૫ હજાર રુપિયા લેખે દોઢ લાખ રુપિયા આપવા કહ્યુ હતુ. આમ ફરિયાદીએ લાંચની રકમને આપવાને બદલે લાંચ રુશ્વત વિરોધી દળની કચેરીનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં મદદનીશ નિયામક દિવ્યા રવિયા જાડેજાએ ગાંધીનગર એસીબીના પીઆઈ એનબી સોંલકી મારફતે છટકાનુ આયોજન કર્યુ હતુ. પીઆઈ સોલંકીએ સફળતા પુર્વક લાંચ લેતા આરોપી મારકણાને રંગેહાથ ઝડપી લીધો હતો.

Related posts

અમદાવાદ અમરાઇવાડીના નરાધમે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ

saveragujarat

ખાદ્યાન્નનું સંકટ ટાળવા ટૂકડી ચોખાની નિકાસ પર પ્રતિબંધ

saveragujarat

કડી ખાતે વિશ્વકર્મા જયંતિ નિમીતે યોજયો કાર્યક્રમ, વિશ્વકર્મા સમાજ પંચાલ સમાજે જન્મદિવસ ની કેક કાપી .

saveragujarat

Leave a Comment