Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અમદાવાદના વસ્ત્રાપુર ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને પ્રસ્થાન કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.28

અમદાવાદના વસ્ત્રાપુર ખાતેથી રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ રથ પ્રસ્થાન કાર્યક્રમ પ્રસંગે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, આખો દેશ જ્યારે દિવાળીની રજાઓ મનાવી રહ્યો હતો ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, વંચિત, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ થકી વિકાસને પહોંચાડવાના સંકલ્પ સાથે ‘સરકાર તમારે દ્વાર’ સૂત્ર સાથે ઝારખંડથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. એ જ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ સાથે અંબાજીથી રાજ્યની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ થકી વિકાસ લોકો સુધી સુપેરે પહોંચ્યો છે. આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના છે. ₹5 લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડતી આ યોજનામાં વધારો કરીને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને ₹10 લાખનું આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે. 3.4 કરોડથી વધુ આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ (ABHA) આ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે. કોરોનાના કપરાં કાળમાં જરૂરિયાતમંદ નાના શેરી ફેરિયાઓને આર્થિક સહાય પૂરી પાડવા પીએમ સ્વનિધિ યોજના અંર્તગત વિના ગેરંટી લોન સહાય પૂરી પાડવામાં આવી. જેમાં ₹650 કરોડ કરતાં વધુ રકમ 3.8 લાખ લાભાર્થીઓને પરવડે તેવી કાર્યકારી મૂડી લોન તરીકે આપવામાં આવી.

યોજનાઓ વિશે વધુમાં વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, લોકલ ફોર વોકલના મંત્ર સાથે 18 પ્રકારના આર્ટીઝન – કારીગરોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે.
દેશની બહેનો માતાઓને ચુલાના ધુમાડા અને તેના આંસુઓથી મુક્તિ આપવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલી ઉજજ્વલા યોજના અંતર્ગત 38 લાખથી વધુ ગેસ જોડાણો પૂરાં પાડવામાં આવ્યાં છે. દેશમાં સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોના વિકાસ માટે પીએમ મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી. જેમાં 1.3 કરોડથી વધુ મુદ્રા લોનમાંથી 62% લોન મહિલાઓને આપવામાં આવી.


સ્ટાર્ટઅપ અને તેમના આઈડિયાઝને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડતી સંસ્થા i-create આપણા રાજ્યમાં છે.
પીએમ જન ઔષધિ યોજના અંતર્ગત દેશભરમાં નાગરિકોને સસ્તા દરે યોગ્ય ગુણવત્તા ની દવાઓ મળી રહે છે.
દેશમાં સૌના માથે છત હોય તેવા ઉમદા સંકલ્પ સાથે શરૂ કરવામાં આવેલી પીએમ આવાસ યોજના અંતર્ગત દેશમાં એક લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 18 લાખથી વધુ ખાતાં કન્યા સંતાનો માટે ખોલવામાં આવ્યાં છે.

ડિજિટલ પેમેન્ટ યોજના અંતર્ગત આજે ભારત દેશ યુપીઆઈ(UPI) હેઠળ ઈ-ટ્રાન્જેક્શનમાં સૌથી આગળ છે. ખેલો ઇન્ડિયા, નલ સે જલ, ઈ-બસ યોજના સહિત અનેકવિધ વિકાસ યોજનાઓ આજે દેશમાં જન કલ્યાણ અને વિકાસના સંકલ્પને સાકાર કરી રહી છે.

અમદાવાદમાં આવી 17 યોજનાઓ 98 જેટલા કેમ્પ દ્વારા વિવિધ સ્થળોએ પહોંચાડવામાં આવશે તથા દેશમાં લોકો સુધી યોજનાઓ પહોંચાડવા માટે 15,000 થી વધુ સ્થળોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈને સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને માર્ગદર્શન હેઠળ અમદાવાદ આજે સ્માર્ટ અને સુવિધાયુક્ત મેટ્રો સિટી બન્યું છે. આજે સૌ શહેરીજન વિકાસની પ્રતિબદ્ધતાની અનુભૂતિ કરી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આગામી દિવસોમાં વિકસિત ભારત રથ શહેરના તમામ વોર્ડમાં લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો, યોજનાકીય વિગતો, યોજનાઓના આઇટી પ્લેટફોર્મ અને મોબાઈલ એપ સહિતની વિગતો પહોંચાડશે. ‘સર્વ જન હિતાય, સર્વ જન સુખાય’ની ભાવના સાથે અંત્યોદયના વિકાસના હેતુ સાથે શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મહત્ત્વનો ભાગ ભજવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ઈ-શ્રમ કાર્ડ, PMJAY, પીએમ સ્વનિધિ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે માન. વડાપ્રધાનશ્રીનો સંદેશ, સંકલ્પ વિડિયો, વિકાસ યાત્રાની ફિલ્મ સહિત વિવિધ યોજનાઓની ફિલ્મનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ આ પ્રસંગે સ્વચ્છતા ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌને વિકસિત ભારત સંકલ્પ શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આ પ્રસંગે વ્યક્ત કર્યા હતા.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના પ્રસ્થાન કાર્યક્રમમાં સંસદ સભ્ય સર્વે હસમુખભાઈ પટેલ, કિરીટસિંહ સોલંકી અને નરહરિ અમીન, અમદાવાદના ધારાસભ્યો, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન, AMCના હોદ્દેદારો – સભ્યો, વિવિધ કમિટીઓના સભ્યો, કાઉન્સિલરઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર વિરુદ્ધ છોકરીની છેડતી બદલ ફરિયાદ

saveragujarat

ચીનમાં કોરોનાના કહેરથી ભારતમાં પણ ચિંતા વધી

saveragujarat

શું તમારું ખાતું SBI માં છે ? જાણો કઈ તારીખે કલાકો સુધી બંધ રહેશે બૅન્કિંગ સર્વિસ

saveragujarat

Leave a Comment