Savera Gujarat
Otherતાજા સમાચારભારત

શું તમારું ખાતું SBI માં છે ? જાણો કઈ તારીખે કલાકો સુધી બંધ રહેશે બૅન્કિંગ સર્વિસ

SBIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જણાવ્યું કે 10 ઓકટોબરે 120 મિનિટ સુધી બેન્ક ઘણી સર્વિસ કામ નહીં કારે. બેન્કે કહ્યું કે ઈન્ટરનેટ બેન્કિંગ, YONO એપ, YONO લાઈટ, યોનો બિઝનેસ અને UPI સર્વિસનો ઉપયોગ ગ્રાહક કરી શકશે નહીં. નિષ્ણાતોનું કહેવું છે કે તમામ બેન્કો તેમની સર્વિસ સુધારવા માટે સમય સમય પર તેમને જાળવી રાખે છે. એટલા માટે તે સમય દરમિયાન સર્વિસ કામ કરતી નથી.

SBI નું કહેવું છે કે તે બેન્કિંગ સેવાને સુધારવા માટે સતત પગલાં લઈ રહી છે. એટલા માટે 9 ઓક્ટોબરની રાત્રે 12:20 થી 02:20 સુધી મેન્ટેનન્સ થશે. 10 ઓક્ટોબરે પણ, 23:20 થી 1:20 સુધી મેન્ટેનન્સ થશે. આ સમય દરમિયાન બેંકિંગ સર્વિસ કામ કરશે નહીં.

SBIનું કહેવું છે કે ગ્રાહકો મેન્ટેનન્સ સમયે ઇન્ટરનેટ બેંકનો ઉપયોગ કરી શકશે નહીં. તે ઉપરાંત, YONO એપ, YONO લાઈટનો પણ આ સમય દરમિયાન ઉપયોગ કરી શકાશે નહીં. બેંક અનુસાર, UPI સેવા પણ સંપૂર્ણપણે બંધ રહેશે.

SBIએ એક ટ્વીટમાં કહ્યું, હવે તમે આને YONO પર Tax2Win દ્વારા મફતમાં કરી શકો છો. આ માટે તમારે માત્ર 5 દસ્તાવેજોની જરૂર પડશે. અમારી YONO હાલ જ ડાઉનલોડ કરો. “ગ્રાહકોએ પહેલા SBI YONO એપમાં લોગીન કરવું પડશે. ત્યારબાદ ગ્રાહકે ‘Shops and Orders’નો ઓપ્શન પસંદ કરવો પડશે. ત્યારબાદ ગ્રાહકને ‘Tax and Investment’નો ઓપ્શન દેખાશે, જેના પર તેને ક્લિક કરવાનું રહેશે. અહીં ગ્રાહકે ‘Tax2Win’ પસંદ કરવાનું છે, ત્યારબાદ ગ્રાહક ITR ભરી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIએ પ્રથમ વખત માત્ર 6.70 ટકા પર ક્રેડિટ સ્કોર-લિંક્ડ હોમ લોનની ઓફર કરી છે. ખાસ વાત એ છે કે તમારી પાસે હોમ લોનની એમાઉન્ટ લિમિટ પણ નથી. SBI ભારતનું સૌથી મોટું લેન્ડર છે, જેણે 30 લાખથી વધુ પરિવારોને ઘરનું સ્વપ્ન પૂરું કરવામાં મદદ કરી છે.

Related posts

સંસદમાં ઈડબલ્યુએસ-બેકારી, મોંઘવારી સહિતના મુદ્દા પર ચર્ચાની વિપક્ષની માગ

saveragujarat

હવે મોબાઈલને પણ પડશે મોજ: ‘સાંઈરામ દવે OTT’નું ટૂંક સમયમાં લોન્ચીંગ

saveragujarat

જામીન માટે પૈસાના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓને મોટી રાહત

saveragujarat

Leave a Comment