Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતસમાજ કલ્યાણ

અમદાવાદસિવિલ હોસ્પિટલમાં ૧૩૮મું અંગદાન . માતા-દિકરીએ હ્રદયથી અંગદાન કર્યું

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.28

અકસ્માતમાં બ્રેઇનડેડ થયેલ શરદભાઇ ઠક્કરનું તેમના દિકરી અને પત્નીએ અંગદાન કરીને ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું
અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં અંગોને પ્રત્યારોપણ કરાશે
અંગદાનના સેવાયજ્ઞને જનસેવાનું કાર્ય બનાવવા બદલ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ તમામ અંગદાતા પરિવારજનો, સરકાર, સામાજીક અને સેવાભાવી સંસ્થાઓ તેમજ મીડિયા પ્રત્યે એ કૃતજ્ઞતા વ્યક્ત કરી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૮ મા અંગદાનની ક્ષણો ભાવુક બની રહી. અમદાવાદના ઘોડાસર માં રહેતા અને સરખેજમાં ટ્રાન્સપોર્ટનું કામ કરતા ૫૨ વર્ષના શરદભાઈ ઠક્કરને કલોલ ચોકડી ખાતે ટેમ્પા ઉપર થી પડી જવાથી માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. પરિણામે સઘન સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રથમ કલોલ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૬.૧૧.૨૩ સાંજે ૫ વાગ્યે લઇ જવામાં આવ્યા.


સારવાર દરમ્યાન તા. ૨૭.૧૧.૨૩ ના રોજ ફરજ પરના ડોક્ટરોએ શરદભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા. શરદભાઈ ને પરિવાર માં પત્ની હેતલબેન અને ૧૦ માં ધોરણ માં ભણતી એક દીકરી જ હોવાથી તેમની પત્નીને સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવા કાર્ય સાથે સંકળાયેલા ડૉકટરોની ટીમે સમજાવતા માતા-દિકરીએ પરોપકાર ભાવ સાથે હ્રદયપૂર્વક અંગદાનનો નિર્ણય કર્યો..
માતા-દિકરીના અંગદાનના આ નિર્ણયથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે જેને સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં માત્ર ત્રણ વર્ષના ગાળામાં ૧૩૮ અંગદાન થકી કુલ ૪૪૩ અંગોનું દાન મળ્યું જેના થકી ૪૨૬ લોકોને નવજીવન બક્ષવાનું ઉમદા કાર્ય કરવામાં સફળતા મળી છે.અંગદાતા પરિવારજનો, સરકાર, સામાજીક અને સેવાભાવી સંસ્થાઓ તેમજ મીડિયાના સહિયારા પ્રયાસો અંગદાનની આ મુહિમ આજે જન આંદોલનમાં પરિણમી છે તે બદલ ડૉ. જોષીએ સર્વે લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

Related posts

ગુજરાતના ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી સુત્રોચ્ચાર કર્યો

saveragujarat

પાંચ વિધાનસભાની ચૂંટણીઓ બાદ પેટ્રોલ- ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો શરૂ

saveragujarat

મહારાષ્ટ્ર : કરાડ રેલવે સ્ટેશન પરથી કિરીટ સોમૈયાની અટકાયત

Admin

Leave a Comment