Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ચીનમાં કોરોનાના કહેરથી ભારતમાં પણ ચિંતા વધી

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૫
ચીનમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસોએ દેશમાં ચિંતા વધારી દીધી છે. આ વખતે કેન્દ્ર સરકાર કોરોના વાયરસ સામે લડવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. તેથી જ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મોક ડ્રિલ કરવા જણાવ્યું છે. જેથી કોવિડના કેસ વધે ત્યારે લોકોને તાત્કાલિક સારવાર મળી શકે. આ મોક ડ્રિલ ૨૭ ડિસેમ્બરે રાજ્યોમાં યોજાશે. આ મોક ડ્રિલથી ખબર પડશે કે, હોસ્પિટલોની વાસ્તવિક સ્થિતિ શું છે. ત્યાં બેડ, માનવ સંસાધન, મેડિકલ ઓક્સિજન તેમજ આવશ્યક ચીજ-વસ્તુઓની શું વ્યવસ્થા છે.ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં દેશમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. તેને કારણે રાજ્યોના આરોગ્ય વિભાગની પોલ ખૂલી ગઈ હતી. તે સમયગાળા દરમિયાન, દેશમાં ઓક્સિજનની અછતને કારણે દરરોજ દર્દીઓ મૃત્યુ પામતા જાેવા મળ્યા હતા. આ સિવાય ચારેબાજુ અરાજકતાનો માહોલ હતો. દર્દીઓના સગા-સંબંધીઓ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં દોડતા જાેવા મળ્યા હતા.સ્વાસ્થ્ય વિભાગના સચિવ રાજેશ ભૂષણે શનિવારે કોરોના વાયરસને લઈને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કોરોના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જાેઈએ. તેને લગતી તમામ તૈયારીઓને ચકાસવા માટે ર્નિણય લેવામાં આવ્યો છે કે, ૨૭ ડિસેમ્બરે સમગ્ર દેશમાં મોક ડ્રિલ થશે. ઉલ્લેખનીય છે કે, આ મોક ડ્રિલમાં ખાસ તપાસ કરવામાં આવશે કે, રાજ્યોની હોસ્પિટલોમાં બેડની સંખ્યાની શું સ્થિતિ છે, શું આઇસોલેશન અને લાઇફ સપોર્ટ માટે અલગ બેડ ઉપલબ્ધ છે?બેડ ઉપરાંત હોસ્પિટલોના ICU, વેન્ટિલેટર, ઓક્સિજન સપોર્ટની પણ તપાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને માનવ સંસાધન સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. રાજ્ય સરકારોને કોરોનાના કેસમાં વધારો થવાના કિસ્સામાં પર્યાપ્ત સંખ્યામાં ડોકટરો, નર્સો, પેરામેડિક્સ, આયુષ પ્રેક્ટિશનર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને આંગણવાડી કાર્યકરોને તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન કોરોના દર્દીને હેન્ડલ કરવામાં અને મેડિકલ ઓક્સિજન આપવામાં આ તમામ અધિકારીઓ-કર્મચારીઓની કાર્યક્ષમતા પણ જાેવામાં આવશે.આ મોક ડ્રિલથી એ પણ જાણવા મળશે કે, ઇમરજન્સીની સ્થિતિમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે ઇ્‌ઁઝ્રઇ અને રેપિડ એન્ટિજન કિટની સ્થિતિ શું છે. આરોગ્ય સચિવના પત્રમાં લખવામાં આવ્યું છે કે, હોસ્પિટલોમાં ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, ઓક્સિજન સિલિન્ડર, પીએસએ પ્લાન્ટ, લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ ટાંકી, મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ વગેરેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે.

Related posts

હંમેશા તરસ્યા રહેતા કચ્છ માટે સરકારનો મોટો નિર્ણય, હવે દૂર થશે પાણીની પળોજણ

saveragujarat

અંબાજી મંદિરે દર વર્ષે ચાચર ચોકમાં યોજાતી નવરાત્રીને લઇ આપ્યા મોટા સમાચાર…

saveragujarat

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના ૧૨ થી ૧૪ ની વયના બાળકો માટે કોરોના રસીકરણનો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો

saveragujarat

Leave a Comment