Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દિલ્હી સર્વિસ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેન્દ્રનું જાહેરનામું

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૨
સંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ દિલ્હી સેવા બિલને મંજૂરી આપી હતી. આ સાથે ૧૯ મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો છે. અગાઉ દિલ્હી સરકારે વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, હવે તે સુધારેલા કાયદાને પડકારશે.દિલ્હી સર્વિસ બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ ૩ ઓગસ્ટે લોકસભામાં પસાર થયું હતું. લોકસભામાં બહુમતી હોવાને કારણે કેન્દ્ર દ્વારા બિલ પાસ કરાવવામાં થોડી મુશ્કેલી આવી હતી. રાજ્યસભામાં સરકાર પાસે સંખ્યા ઓછી હતી અને તેને પસાર કરાવવાનો પડકાર હતો, પરંતુ ત્યાં પણ સરકારને સફળતા મળી. ૭ ઓગસ્ટ, ખરડો ઉપલા ગૃહમાંથી પણ પસાર કરવામાં આવ્યો હતો.રાજ્યસભામાં બિલના સમર્થનમાં ૧૩૧ વોટ પડ્યા જ્યારે ૧૦૨ સભ્યોએ વિરોધમાં વોટ આપ્યા. આમ આદમી પાર્ટીની અપીલ પર ઈન્ડિયા એલાયન્સમાં સામેલ તમામ પાર્ટીઓએ બિલની વિરુદ્ધમાં વોટિંગ કર્યું. કોંગ્રેસે પણ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. જાેકે, ગઠબંધન સભ્ય આરએલડી મતદાનથી દૂર રહ્યા હતા. રાજ્યસભામાંથી બિલ પાસ થયા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેને ભારતીય લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે આ બિલ દિલ્હીની ચૂંટાયેલી સરકારને કામ કરવા દેશે નહીં.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ બિલનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રાજધાનીના લોકોના હિતોનું રક્ષણ કરવાનો છે. જાેકે આમ આદમી પાર્ટીએ દિલ્હી સર્વિસ ઓર્ડિનન્સને બદલવા માટેના બિલને સંસદમાં રજૂ કરવામાં આવેલો અત્યારસુધીનું સૌથી અલોકતાંત્રિક દસ્તાવેજ ગણાવ્યો હતો. એટલું જ નહીં જણાવ્યું હતું કે આ બિલથી લોકશાહી કન્વર્ટ થઈ જશે બાબુશાહીમાં. કેન્દ્ર સરકારે ૧૯ મે ૨૦૨૩ના દિવસે દિલ્હીમાં ગ્રુપ-છ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે એક ઓથોરિટી બનાવવા માટે, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી વટહુકમ, ૨૦૨૩ લાગૂ કર્યો હતો. નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી ( સુધારા ) બિલ, ૨૦૨૩ની સરકારમાં શહેર સરકારના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ પર લેફ્ટનન્ટ ગવર્નરને અંતિમ સત્તા આપવાની જાેગવાઈ છે. જાેકે નિવૃત્ત અને સેવા આપતા અમલદારોના એક વર્ગે આશા વ્યક્ત કરી હતી કે બિલ પસાર થવાથી સ્પષ્ટતા આવશે અને શાસનને અવરોધતી કોઈપણ મૂંઝવણ દૂર થશે. રાષ્ટ્રીય રાજધાની ભૂતપૂર્વ મુખ્ય સચિવ પીકે ત્રિપાઠીએ બિલ પર સમાચાર કહ્યું હતું કે શાસનની બાબતોમાં સ્પષ્ટતા હોવી જાેઈએ. જાે નોકરિયાત વર્ગમાં સત્તાવાર આદેશ વિશે કોઈ મૂંઝવણ હશે તો શાસનને નુકસાન થશે. સ્પષ્ટતાનો અભાવ શાસનને અવરોધે છે. ત્રિપાઠીના જણાવ્યા અનુસાર જાેકે હકીકત એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી પાસે ક્યારેય કોઈ અમલદારશાહી સત્તા નથી. આ કારણ છે કે દિલ્હી હજુ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જાેકે દિલ્હી સરકારમા ફરજ બજાવતા એક અમલદારે આગ્રહ કર્યો કે દિલ્હી દેશની રાજધાની છે અને વહિવટી સેવાઓ પર કેન્દ્ર સરકારનું અંતિમ નિયંત્રણ હોવું જાેઈએ.

Related posts

કોરોના ટેસ્ટ દોઢા કરો; રાજકોટ મનપાને સરકારનો આદેશ

saveragujarat

કોંગ્રેસ-‘આપ’નું જોડાણ-નરેશ પટેલ ચહેરો : ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જશે નવી ફોર્મ્યુલા

saveragujarat

આઇટી વિભાગની સર્ચ ઓપરેશન અમદાવાદ ના મોટા બિલ્ડર ગ્રુપ, સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓના કરોડોની બેનામી લેવડ દેવડ પકડાઇ

saveragujarat

Leave a Comment