Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

આઇટી વિભાગની સર્ચ ઓપરેશન અમદાવાદ ના મોટા બિલ્ડર ગ્રુપ, સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓના કરોડોની બેનામી લેવડ દેવડ પકડાઇ

 

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૬
આઇટી વિભાગની ટીમ દ્વારા આજે જબરજસ્ત સર્ચ ઓપરેશન હાથમાં લીધું હતું જેમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આઇટી વિભાગની ટીમે હડકંપ મચાવી દીધો હતો. આઇટી વિભાગની ટીમ અમદાવાદમાં એશિયન સિમામિક ગ્રુપ, ખાનગી ફાઇનાન્સ પેઢીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં આ સેક્ટરમાં હડકંપ સાથે ફફડાટની લાગણી પ્રસરી ગઇ હતી તો અન્ય આઇટી વિભાગના ટેક્સથી બચવા માટે પોતાની ફાઇલો અને દસ્તાવેજાે સહિતનો મુદ્દામાલ ઠેેકાણે લગાડવાની તેમજ પોતાનો કોમ્પ્યુટર ડેટા સહિતની આઇટી વિભાગની બચવાના અવનવા કિમિયા અજમાવી આવી મોટી ઓફિસો કાર્યાલયો ટપોટપ આટોલી લીધા હતા.
જ્યારે આ ઉપરાંત અમદાવાદના શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપ પર આવકવેરા વિભાગની રેડ કરવામાં અકાવી હતી જેમાં ૭૦ વધુ ઓફિસરોની ટીમ ૧ કરોડથી વધુની રોકડ પ્રાપ્ત કરી હતી. જ્યારે શારદા એસ્ટેટ અન્ય બે બ્રોકરે રોકડમાં કરેલા કરોડોના વ્યવહારોના કાચા ચીઠ્ઠા પણ આઇટીના હાથ લાગ્યાં હતા. જ્યારે અમદાવાદમાં બી સફલ ગ્રુપ પર પણ આવક વેરા વિભાગ ત્રાટક્યું હતું. જે દરોડા દરમિયાન ૨૦ લોકર એક કરોડની રોકડ અને એક કરોડના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઇટી વિભાગની દરોડાની કામગીરી દિવસ દરમિયાન ચાલુ રહેવા પામી હતી.
અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન શરૂ થયું છે. એકસાથે ૩૫થી ૪૦ જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા પડતાં ખાનગી પેઢીઓમાં ફફડાટ શરૂ થયો છે. અમદાવાદમાં ઈસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. એ ઉપરાંત હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યાં છે. સિમંધર ફાઈનાન્સ નામની ખાનગી પેઢી અમદાવાદ અને હિંમતનગરમાં ઓફિસો ધરાવે છે. એ ઉપરાંત ખાસ કરીને એશિયન સિરામિક ગ્રુપમાં મોટે પાયે તપાસ હાથ ધરાઈ છે. એશિયન ગ્રુપના ડિરેક્ટોર્સનાં નિવાસસ્થાનો પર વહેલી સવારથી જ સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર ઇન્કમ ટેક્સની રેડ પડી હોવાના સમાચાર આવતાની સાથે જ આજે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ પર ગુરુવારે તેના સ્ટોકનો ભાવ ૫૨ સપ્તાહની નીચી સપાટીએ પહોંચીને રૂ. ૪૭.૯૦ના લેવલે આવી ગયો હતો. આ લખાય છે ત્યારે બપોરે ૧૨ઃ૨૦ કલાકે એશિયન ગ્રેનીટોનો શેર રૂ. ૪૮.૨૦ પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીએ તાજેતરમાં જ રાઈટ્‌સ ઈશ્યૂ મારફત રૂ. ૪૪૦ કરોડથી વધારેની રકમ એકઠી કરી છે. આને ભારતની સિરામિક કંપની દ્વારા સૌથી મોટો રાઈટ્‌સ ઈશ્યૂ માનવામાં આવે છે.
દેશના સિરામિક હબ ગણાતા મોરબીમાં એશિયન ગ્રેનિટો ત્રણ પ્લાન્ટ બનાવી રહી છે. કંપનીએ અગાઉ કરેલી જાહેરાત મુજબ કંપનીએ નવી સમાવિષ્ટ સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ હેઠળ, ગુજરાતના મોરબીમાં નવી અત્યાધુનિક ઉત્પાદન એકમો સ્થાપીને મૂલ્યવર્ધિત લક્ઝરી સરફેસ અને બાથવેર સેગમેન્ટ જેમ કે જીવીટી ટાઇલ્સ, સેનિટરીવેર અને એસપીસી ફ્લોરિંગ સેગમેન્ટમાં મેગા વિસ્તરણ યોજના તૈયાર કરી છે. એશિયન ગ્રુપની શાખાઓ અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાંક સ્થળો પર આવેલી છે. ત્યારે અમદાવાદમાં આવેલી મુખ્ય ઓફિસો પર પણ ઈન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસના પગલે સિરામિક અને ફાઈનાન્સ પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આવકવેરા વિભાગના ૨૦૦થી વધુ અધિકારીઓ તપાસમાં જાેડાયા છે. બીજી તરફ, મોરબીમાં પણ એક જાેઈન્ટ વેન્ચર પર તપાસ થઈ રહી છે.

 

Related posts

પ્રી-સ્કૂલમાં અંધાધૂધ ગોળીબારમાં ૨૨ બાળકો સહિત ૩૪નાં મોત

saveragujarat

મદાવાદ સિવિલ મેડિસીટીની GCRI (કેન્સર ઇન્સ્ટીટ્યુટ) માં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનની શાનદાર ઉજવણી

saveragujarat

નવા, આધુનિક અને આત્મનિર્ભર ભારતનો મજબૂત પાયો નાખે છે કેન્દ્રીય બજેટઃ કેન્દ્રીય મત્સ્યપાલન,પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા

saveragujarat

Leave a Comment