Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દેશમાં ૫ વર્ષમાં ૨૦૦થી વધુ એરપોર્ટ, હેલિપોર્ટ અને સી પ્લેન હશે: સિંધિયા

નવી દિલ્હી, તા.૮
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારતમાં આગામી પાંચ વર્ષમાં ૨૦૦થી વધુ એરપોર્ટ, હેલિપોર્ટ અને સી પ્લેન હશે અને ભારતીય એરલાઇન્સ આ સમયગાળા દરમિયાન ૧,૪૦૦થી વધુ વધારાના એરક્રાફ્ટનો ઓર્ડર આપશે. કેન્દ્ર સરકારના નવ વર્ષના કાર્યકાળમાં ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલા કામોની માહિતી આપવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સિંધિયાએ કહ્યું હતું કે ભારતમાં ૨૦૧૪ સુધી ૭૪ એરપોર્ટ હતા અને હવે આ સંખ્યા વધીને ૧૪૮ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારતમાં ૨૦૧૩-૧૪માં છ કરોડ સ્થાનિક હવાઈ મુસાફરો હતા. હવે આ સંખ્યા ૧૩૫ ટકા વધીને ૧૪.૫ કરોડ થઈ ગઈ છે. તેવી જ રીતે આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોની સંખ્યા ૫૦ ટકા વધીને ૪.૭ કરોડ થઈ ગઈ છે.સિંધિયાએ આ અંગેની વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે આ સિવાય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઈટમાં માલસામાનનો ટ્રાફિક ૬૫ ટકા વધતા તે ૨૨ લાખ ટનથી ૩૬ લાખ ટન થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રગતિશીલ નીતિઓને કારણે આપણે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયા છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે ૨૦૧૪માં ભારતીય એરલાઈન્સ પાસે એરક્રાફ્ટની સંખ્યા ૪૦૦ હતી જે હવે વધીને ૭૦૦ થઈ ગઈ છે અને તેમાં ૭૫ ટકાનો વધારો થયો છે. એર ઈન્ડિયાએ ૭૦ અબજ ડોલરમાં ૪૭૦ એરક્રાફ્ટનો ઐતિહાસિક ઓર્ડર આપ્યો છે. એવી અપેક્ષા છે કે ભારતીય એરલાઇન્સ આગામી પાંચ વર્ષમાં વધારાના ૧,૨૦૦થી ૧,૪૦૦ એરક્રાફ્ટનો ઓર્ડર આપશે તેમ સિંધિયાએ જણાવ્યુ હતું.નાગરિક ઉડ્ડયન મંત્રી માહિતી આપતા વધુમાં કહ્યું કે આગામી પાંચ વર્ષમાં એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર એરપોર્ટની સંખ્યા વધીને ૨૦૦થી વધુ થઈ જશે તેમજ ૨૦૧૪માં માત્ર ત્રણ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હતા જે હવે ૧૧ વધુ તૈયાર છે અને ૧૦ વધુ મંજૂર કરવામાં આવ્યા છે. એ જ રીતે ૨૦૧૪માં ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં નવ એરપોર્ટ હતા અને તેની સંખ્યા વધીને ૧૭ થઈ ગઈ છે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રમાં એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે અને ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા ૪૫ કરોડ થઈ જશે જેમાં વર્તમાન આંકડાથી ૩૦૦ ટકાનો વધારો થઈ શકે છે. હાલમાં છ મહાનગરોમાંના એરપોર્ટની સંયુક્ત વાર્ષિક ક્ષમતા ૨૨ કરોડ મુસાફરોની છે. નવી મુંબઈ અને ગ્રેટર નોઈડા એરપોર્ટ પર કામગીરી શરૂ થયા બાદ ક્ષમતા લગભગ બમણી થઈને ૪૧.૫ કરોડ થઈ જશે.

Related posts

અમદાવાદ,માં અદભુત: 30 કિલો ઘીમાંથી ભગવાન શ્રી રામની પ્રતિમા બનાવી

saveragujarat

કરદાતાઓને રાહત: ઈન્કમટેકસ રિફંડ વિશે 21 દિવસમાં ફેંસલો થશે

saveragujarat

રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગરમાં : તલગાજરડામાં મોરારીબાપુ સાથે સંવાદ

saveragujarat

Leave a Comment