Savera Gujarat
Other

રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગરમાં : તલગાજરડામાં મોરારીબાપુ સાથે સંવાદ

ભાવનગરમાં સૌપ્રથમવાર દેશના રાષ્ટ્રપતિ નું આગમન થયું છે. રાષ્ટ્રપતિની સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ભાવનગરના મહેમાન બન્યા છે. આજે સાંજે કાર્યક્રમ પૂરો થયા બાદ આ ત્રણે મહાનુભાવો ભાવનગરમાં રાત્રી રોકાણ કરશે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આજે સવારે તેઓ સૌપ્રથમ મોરારીબાપુની મુલાકાતે મહુવા પાસેના તલગાજરડા રવાના થયા હતા. ત્યાં તેઓએ દર્શન કર્યા બાદ થોડો સમય પસાર કર્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2458 ઈ.ડબ્લ્યુ.એસ.1 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેનાં આવાસો લાભાર્થીઓને ફાળવવા માટેના કોમ્પ્યુટરાઈઝ ડ્રો તથા કામનું ખાતમુર્હત મુખ્યમંત્રીનાં વહસ્તે તા.7/6/17નાં રોજ કરવામાં આવ્યું હતું. આ યોજનામાં જુદાં-જુદાં નવ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવેલ છે. અગાઉ આ યોજના પૈકીના છ સ્થળો પર કુલ-804 આવાસોનાં લોકાર્પણ કરી લાભાર્થીઓને આવાસોનાં કબ્જા ફાળવણી કરવામાં આવેલ છે. ટી.પી. સ્કીમ નં. 8-રૂવા, ફાઇનલ પ્લોટ નં.28, હમીરજી પાર્ક સામે, સુભાષનગર, ભાવનગર ખાતે કુલ -1088 આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ છે.

આ આવાસોનાં લાભાર્થીઓને કોવીડ-19ની પરિસ્થિતિ ધ્યાનમાં લઇ સરકારની માર્ગદર્શિકા મુજબ લોકાર્પણ સમારોહ અન્વયે ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ભાવનગર મુકામે પધારનાર છે. તેઓની સાથે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ, ભાવનગર પૂર્વનાં ધારાસભ્ય વિભાવરીબેન દવે તથા અન્ય મહાનુભાવો પણ જોડાશે.

આ કાર્યક્રમમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી દ્વારા રીબીન કાપી તખ્તીનું અનાવરણ કરાશે. ત્યારબાદ મહાનગરપાલિકામાં તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં થયેલ આવાસોની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. પાંચ પ્રતિકાત્મક લાભાર્થીઓને આવાસોની ચાવી સુપ્રત કરવામાં આવશે. આ કાર્યક્રમ આજે સાંજે 4 કલાકે યોજવામાં આવનાર છે.

રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી ત્રણેય મહાનુભાવો ભાવનગરમાં રાત્રી રોકાણ કરશે. આ કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

Related posts

‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

saveragujarat

આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

saveragujarat

ધનતેરસની સુકનવંતી ખરીદી, રાજકોટમાં કરોડો રૂપિયાના સોનાનાં ઘરેણાંનું વેંચાણ

saveragujarat

Leave a Comment