Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સિટિઝનશીપ કેનેડાએ પિયર્સન ટેસ્ટ ઓફ ઈંગ્લિશને મંજૂરી આપી

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૮
વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે કેનેડાએ તેની પોલિસીમાં કેટલાક સુધારા કર્યા છે. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) દ્વારા સ્ટુડન્ટ વિઝા માટે હવે અરજી કરવી સરળ બની જશે. ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા (આઈઆરસીસી)એ પિયર્સન ટેસ્ટ ઓફ ઈંગ્લિશ (પીટીઈએકેડેમિક)ને મંજૂરી આપી છે. સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ અરજીવાળા બધા જ વિદ્યાર્થીઓ પીટીઈ ટેસ્ટ આપીને કેનેડાની યુનિવર્સિટીઓમાં એડમિશન લઈ શકશે. ૧૦ ઓગસ્ટથી તમામ એસડીએસઅરજીઓ કેનેડા પીટીઈએકેડેમિકને સ્વીકારશે.કેનેડામાં અભ્યાસ કરવા માગતા ભારત સહિતના ૧૪ દેશોના વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ ઝડપથી મળી જાય તે હેતુસર એસડીએસકેટેગરી શરૂ કરવામાં આવી હતી. હવે કેનેડા દ્વારા એસડીએસ, ઈકોનોમિક માઈગ્રેશન અને નોન એસડીએસએકેડેમિક એડમિશન સહિતની તમામ વિઝા કેટેગરી માટે હવે પીટીઈમાન્ય ગણાશે તેમ કેનેડા દ્વારા કહેવામાં આવ્યું છે.પિયર્સન ઈન્ડિયાના ઈંગ્લિશ લેંગ્વેજ લર્નિંગના ડાયરેક્ટર પ્રભુલ રવિન્દ્રને બુધવારે અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, દુનિયાભરના કરોડો વિદ્યાર્થીઓ પીટીઈએકેડેમિક પર ભરોસો કરે છે. કેનેડામાં ભણવાના સપના પૂરા કરવા માગતા વિદ્યાર્થીઓને પોતાની અંગ્રેજીની ક્ષમતા દેખાડવા માટે વધુ ઝડપી, યોગ્ય અને સરળ માધ્યમ પીટીઈએકેડેમિક પૂરું પાડે છે. કેનેડાની ટોચની સંસ્થાઓ જેવી કે, કગિલઙ્મ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા સહિતની ૯૦ ટકા કરતાં વધુ કોલેજાે અને યુનિવર્સિટીઓએ હવે પીટીઈને માન્યતા આપી દીધી છે. આ સિવાય યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સરકારોએ પણ પીટીઈવિઝા એપ્લિકેશનને મંજૂરી આપી દીધી છે. ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આયરલેન્ડ, યુકે અને યુએસએની પણ હજારો યુનિવર્સિટીઓએ પીટીઈને માન્યતા આપી દીધી છે.વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે પીટીઈઈંગ્લિશની સૌથી ઝડપી, વાજબી અને ઓછી તણાવયુક્ત પરીક્ષા છે. આ કમ્પ્યૂટર બેઝ્‌ડ પરીક્ષા છે અને ૨૪ કલાક પહેલા તેના માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. આ પરીક્ષા જે-તે કેંદ્રમાં જઈને આપવી પડે છે. આ પરીક્ષાના માર્ક સરેરાશ ૧.૩ દિવસમાં આપી દેવામાં આવે છે જેથી વિઝા એપ્લિકેશન અને એડમિશનની કામગીરી ઝડપી થઈ શકે. જ્યારે અન્ય પરીક્ષાઓમાં પરિણામ આવતાં ૧૦-૧૩ દિવસનો સમય લાગે છે. ગુજરાતમાંથી દર વર્ષે સાડા ત્રણ લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપે છે. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે, દર વર્ષે ઉમેદવારોની સંખ્યામાં ૫૦ ટકાનો ઉમેરો થઈ રહ્યો છે, તેમ રવિન્દ્રને વધુમાં જણાવ્યું હતું.

Related posts

પ્રદેશ અધ્યક્ષ તરીકે ઇસુદાન ગઢવીએ ચાર્જ સંભાળ્યો

saveragujarat

OLA એ 1 જ દિવસમાં વહેચ્યા 600 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિક વાહનો…

saveragujarat

શક્તિશાળી ભૂકંપથી સીરિયામાં ૫૩ લાખ લોકો થઈ શકે છે બેઘર

saveragujarat

Leave a Comment