Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પશ્ચિમી પવનોના લીધે વિવિધ શહેરોમાં ભેજનું પ્રમાણ ૯૦% સુધી પહોંચ્યું

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૯
ગુજરાતમાં એક સમયે ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જાેકે, હવાનું વહેણ બદલાતા ગરમીનો પારો અટકી ગયો છે. પશ્ચિમ પવનો ભેજ લઈને આવતા હોવાથી લોકો ઉકળાટ અનુભવી રહ્યા છે પરંતુ ગરમીનું જાેર ઘટ્યું છે. રાજ્યમાં સૌથી ઊંચું ૪૨ ડિગ્રી તાપમાન ગુરુવારે રાજકોટમાં નોંધાયું હતું. જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં પણ આકરી ગરમીના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. આગામી ૪ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી છે. જાેકે, ક્યાં લોકલ કન્વેક્ટિવિટીના કારણે વરસાદ થવાની આછી-પાતળી સંભાવના છે. રાજ્યના આગામી ૫ દિવસના હવામાન અંગે આગાહી કરીને અમદાવાદ કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ ગુરુવારે જણાવ્યું હતું કે, આગામી ૫ દિવસ (આજથી ૪ દિવસ) રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે, અને વરસાદ થવાની મોટાભાગે સંભાવના નથી. રાજ્યનું તાપમાન પણ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં ૪૧ ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. વધુમાં ડૉ. મોહંતીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, ગુજરાત માટે હીટવેવની વોર્નિંગ નથી, પરંતુ હીટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ માટે આગામી ૪ દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુરુવારે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. વરસાદ અંગેની સંભાવનાઓના સવાલ પર અમદાવાદ હવામાન કેન્દ્રના ડૉ. મોહંતીએ કહ્યું છે કે, હાલ, ગુજરાતમાં વરસાદની લાવે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. જાેકે, લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટી થઈ શકે છે. હાલ ગુજરાતમાં પશ્ચિમી પવનો આવી રહ્યા છે. તેમને વાવાઝોડા અંગે સવાલ કરવામાં આવ્યો હતો કે તેમણે આવી કોઈ સિસ્ટમ સક્રીય થઈ હોવાની આગાહી કરી નથી. તેમણે કહ્યું હતું કે, હાલ પશ્ચિમી પવન અરબી સમુદ્ર થઈને ગુજરાતમાં આવી રહ્યા છે. જે હવાઓ ભેજ લઈને આવી રહી છે. જમીન ગરમ થવાથી અને ભેજ હોવાથી વાદળો બની રહ્યા છે. જ્યાં વરસાદની સંભાવના હશે તે અંગે ત્રણ કલાક પહેલા આગાહી કરવામાં આવશે. રાજ્યમાં નલિયા, ઓખા, રાજકોટ સહિત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે. રાજ્યમાં પડી રહેલી ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં પણ તાપમાન આ પ્રમાણે જ રહેવાની સંભાવના છે, હાલ જે પ્રમાણે તાપમાન નોંધાઈ રહ્યું છે તે જાેતા તેમાં સામાન્ય વધારો કે ઘટાડો થઈ શકે છે. સામાન્ય તાપમાન ૪૧-૪૨ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ છે. જાેકે, ભેજના કારણે ગરમીનું જાેર ધીમું પડી ગયું છે. રાજ્યમાં ગુરુવારે સૌથી ઊંચું ૪૨ ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું હતું જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કંડલા (એરપોર્ટ), વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભેજનું પ્રમાણ ૯૦% સુધી પહોંચી રહ્યું છે જેમાં દ્વારકા, પોરબંદર, વેરાવળ દીવ સહિતના ભાગોનો સમાવેશ થાય છે. જાેકે, દિવસ ચઢતાની સાથે ભેજનું પ્રમાણ ગરમીના કારણે ઘટે છે પરંતુ સૂર્ય આથમ્યા પછી ફરી ભેજનું પ્રમાણ વધવા લાગે છે.

Related posts

કોરોનાના નવા વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સતર્કતા જરૂરથી રાખીએ: ઋષિકેશ પટેલ

saveragujarat

આઈસ ફેક્ટરીમાંથી મોડી રાત્રે ગેસ લીક થઈને રહેણાંક વિસ્તારોમાં પ્રસર્યો

saveragujarat

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં ૨ વ્યકિત દટાયાની શંકા

saveragujarat

Leave a Comment