Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આઈસ ફેક્ટરીમાંથી મોડી રાત્રે ગેસ લીક થઈને રહેણાંક વિસ્તારોમાં પ્રસર્યો

સવેરા ગુજરાત,નવસારી, તા.૩
ગણદેવી તાલુકાના બીલીમોરામાં ગેસ લીકેજની ઘટના બની છે. એમોનિયા ગેસ લીકેજ થવાથી ૪૦થી વધારે લોકોને અસર થઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગેસ લીકેજ બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે ખસેડવામાં આવી છે. બીલીમોરા ફાયર વિભાગને આ બનાવ અંગે જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. બીલીમોરા શહેરના સરદાર માર્કેટ પાસે આવેલી આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની છે. હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના થતા તેની ૪૦થી વધુ લોકોને અસર થઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આ ઘટના પર કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે. આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ દરમિયાન ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ પડવાના કારણે લીકેજનો બનાવ બન્યો હતો. આઈસ ફેક્ટરી રહેણાક વિસ્તારની નજીકમાં આવેલી હોવાથી તેની ૪૦થી વધુ લોકોને અસર થઈ હતી. આ ઘટનાને કારણે અચાનક લોકોને કંઈક નવાજૂની થઈ હોવાનો અહેસાસ થતા નાસભાગ મચી જવા પામી હતી. આઈસ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ થતા તેની અસર આસપાસમાં આવેલા ઘરો સુધી થઈ હતી. ગુરુવારે રાત્રે ૧ વાગ્યાના અરસામાં ગેસ લીકેજની ઘટના બની હતી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા ઘટનાની જાણ થઈ હતી. આ પછી ફાયર બ્રિગેડ, પોલીસ સહિત આરોગ્ય વિભાગની અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરુરી કાર્યવાહી કરીને ગેસ લીકેજને એટકાવીને જરુરી પગલા ભર્યા હતા. ગેસ લીકેજની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી, જાેકે, એક વ્યક્તિને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની જરુરી પડી હતી. બનાવ બાદ ટીમો દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

Related posts

અમિત શાહ ૨૦મી મેએ ગાંધીનગર આવી રહ્યા છે

saveragujarat

યુક્રેનમા ફસાયેલા ભારતીય વિધ્યાર્થીઓના રેસ્ક્યુ પર ભારત સરકારનો સફળ પ્રયાસ‌-ગુજરાતી પરીવારોમા ખુશીનો માહોલ

saveragujarat

રણબીરની એક્સ ઝઘડા બાદ તેનો એવોર્ડ તોડી નાખતી હતી

saveragujarat

Leave a Comment