Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં ૨ વ્યકિત દટાયાની શંકા

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૭
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી લાખા પટેલની પોળમાં આવેલ સાંકળી શેરીમાં એક બે માળનું જર્જરીત મકાન ધરાશાયી થયું છે. આ મકાન ધરાશાયી થવાની ઘટનામાં ૨ લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. અમદાવાદમાં ઘણા એવા વિસ્તારો આવેલા છે જ્યાં મકાનોની હાલત જર્જરીત છે અને આ જર્જરીત મકાનોની સૌથી વધુ સંખ્યા સિટી વિસ્તારમાં છે. જ્યાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટીસ ફટકારીને જર્જરીત મકાનનું સમારકામ કરવા કહેવામાં આવે છે છતા આ મકાનોનું સમારકામ કરવામાં આવતું નથી અને તેથી જ શહેરમાં મકાન ધરાશાયી થવાની ખબરો સામે આવતી રહે છે ત્યારે આજે શહેરના માણેક ચોક ખાતે જર્જરિત મકાન ધરાશાયી થતા બે લોકો દટાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી લાખા પટેલની પોળમાં આવેલ સાંકળી શેરીમાં એક બે માળનું જર્જરીત મકાન ધરાશાયી થયું છે. આ મકાન ધરાશાયી થવાની ઘટનામાં ૨ લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. જાેકે આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઇ હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ત્યાં જ ફાયરની ટીમ પહોંચતાની સાથે જ દિવાલની વચ્ચે ફસાયેલા એક વૃદ્ધને મહામહેનતે બહાર નીકાળ્યા હતા. તો બીજી તરફ હાલમાં ફાયરની ટીમ મકાનના કાટમાળને હટાવીને અન્ય વ્યક્તિને બહાર નિકાળવાનો પ્રયાસ કરી રહી છે. ફાયરની ટીમે રેસ્ક્યુ કામગીરી દરમિયાન એક વૃદ્ધને દિવાલ નીચેથી બહાર કાઢ્યા હતા. જેઓ ઇજા પહોંચવાના કાણે ચાલવામાં અસક્ષમ હતા. જેથી તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી જે બાદ તેઓને હોસ્પિટલ ખસેડાયા છે. હાલમાં ફાયરની ટીમ ઘટનાસ્થળે અન્ય જર્જરીત મકાનોની તપાસ કરી રહી છે. માણેકચોકમાં જર્જરીત મકાન અચાનક જ તૂટી પડતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અને મકાનની આસપાસ રહેતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. જાેકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે માણેકચોકમાં ઘમા મકાનો ભયજનક હોવા છતાં પણ હજુ કેટલાક પરિવારો આવા મકાનોમાં રહે છે.

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અચાનક રાજીનામું

saveragujarat

ખાટુશ્યામમાં ફાટેલા જીન્સ, પાફ પેન્ટ, સ્કર્ટ પર પ્રતિબંધ

saveragujarat

રાજ્યના અઢાર હજાર ગામમાં પીવા માટે સરફેસ વોટર પહોંચાડવાનો સરકારનો સંકલ્પ.

saveragujarat

Leave a Comment