Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આઈટી હાર્ડવેર સેક્ટર માટે ૧૭ હજાર કરોડની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેબિનેટ દ્વારા ઘણા મહત્વપૂર્ણ ર્નિણયોને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદમાં બેઠક અંગે માહિતી આપી હતી.કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે મળી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં આ વર્ષે દેશમાં ૧૦૦ બિલિયન ડોલરનું ઉત્પાદન થયું છે. આ સાથે ગયા વર્ષે ૧૧ અબજ ડોલરના મોબાઈલની રેકોર્ડ નિકાસ થઈ હતી. આઈટી હાર્ડવેર સેક્ટર માટે રૂપિયા ૧૭ હજાર કરોડની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રિય મંત્રીએ વધુમાં કહ્યું કે આ કાર્યક્રમનો કરોડનું રોકાણ કરવાનો અંદાજ છે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે યોજનાથી ૭૫ હજાર લોકોને સીધી રોજગારી મળવાની આશા સમયગાળો છ વર્ષનો છે. લેપટોપ, ટેબલેટ, તમામ સાધનોથી સજ્જ પર્સનલ કોમ્પ્યુટર સર્વર વગેરે આઈટી હાર્ડવેર પીએલઆઈ સ્કીમ ૨ હેઠળ આવશે. મંત્રીએ કહ્યું કે આ પ્રોત્સાહક યોજના હેઠળ રૂપિયા ૩.૩૫ લાખ કરોડની આવક અને રૂપિયા ૨,૪૩૦ છે. ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ૪૨ કંપનીઓએ પ્રથમ વર્ષમાં ૯૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું તેના બદલે ૧૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. સરકારે ફેબ્રુઆરી ૨૦૨૧માં આઈટી હાર્ડવેર માટે રૂપિયા ૭,૩૫૦ કરોડના ખર્ચ સાથે પ્રથમ પીએલઆઈ યોજનાને મંજૂરી આપી હતી. આમાં લેપટોપ, ટેબ્લેટ્‌સ, તમામ એક્સેસરીઝ અને સર્વર સાથેના પર્સનલ કમ્પ્યુટર્સનો સમાવેશ થાય છે.કેન્દ્ર સરકારે ખાતર પર સબસિડી આપવાની જાહેરાત કરી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં ૩૨૫ થી ૩૫૦ લાખ મેટ્રિક ટન યુરિયાનો ઉપયોગ થાય છે. ૧૦૦થી ૧૨૫ લાખ મેટ્રિક ટન ડીએપી અને એનપીકેનો ઉપયોગ થાય છે. ૫૦-૬૦ લાખ મેટ્રિક ટન એમઓપી વપરાય છે. ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે મોદી સરકારે સબસિડી વધારી હતી પરંતુ એમઆરપીમાં વધારો કર્યો ન હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે ખરીફ પાક માટે સરકારે ર્નિણય લીધો છે કે ભારત સરકાર ખાતરની કિંમતમાં વધારો કરશે નહીં. ભારત સરકાર ખરીફ સિઝનના પાક માટે સબસિડીમાં રૂપિયા ૧ લાખ ૮ હજાર કરોડ ખર્ચ કરશે.

Related posts

Ukમાં MBA કરતી પત્નીની છાતીમાં ચાકૂમારી ઘાતકી હત્યા કરી

saveragujarat

તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા

saveragujarat

નોકરી માંગવા આવેલો શખ્સ કળા કરી ગયો ૪૮.૮૬ લાખ હીરાની ચોરી કરી રફુચક્કર

saveragujarat

Leave a Comment