Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો ૬.૪૬ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૭
પ્રોપર્ટી ટેક્સ બિલના મોટી રકમના ડિફોલ્ટર્સ સામે મ્યુનિ. કોર્પોરેશન કડક કાર્યવાહી કરી રહ્યું છે. આવી કુલ ૩૧૩ મિલકત વિરુદ્ધ વર્તમાનપત્રમાં હરાજી અંગેની જાહેરાત અપાઈ ચૂકી છે. આજે પશ્ચિમ ઝોનની વધુ સાત મિલકત માટે હરાજી અંગેની જાહેર ચેતવણી તંત્રે આપી હોઈ તેમાં મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો પણ સમાવેશ થાય છે. આ પાર્ટી પ્લોટના સંચાલક દ્વારા રૂ. ૬.૪૬ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ હજુ સુધી તંત્રમાં ભરાયો નથી એટલે સત્તાધીશોએ આ પાર્ટી પ્લોટ સહિત તમામે તમામ સાત મિલકત સામે તેમનો ટેક્સ ભરપાઈ ન થાય તો તે મિલકતની જાહેર હરાજી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.અત્યાર સુધી તંત્ર દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોનની કુલ ૩૮ કોમર્શિયલ મિલકત સામે વર્તમાનપત્રમાં હરાજી અંગેની જાહેરાત અપાઈ છે, જે પૈકી સાત મિલકતમાં પૂરેપૂરી બાકી રકમની ભરપાઈ થઈ ગઈ છે, જ્યારે ૩૧ મિલકતમાં જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ છે.જ્યારે આજે વધુ સાત મિલકત સામે જાહેર હરાજીની ચેતવણી દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર દ્વારા અપાઈ છે, જેમાં મકરબાના એસજી હાઈવે પર અંદાજ પાર્ટી પ્લોટ પાસેના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો કુલ રૂ. ૬.૪૬ કરોડનો ટેક્સ તંત્રના ચોપડે ઉધાર બોલે છે.જ્યારે વેજલપુરના પાર્વતીનગરના બી-૬ના કોઠારી ઓટો મોબાઇલ્સનો રૂ. ૯.૪૬ લાખ, બોપલના સોબો સેન્ટર સામેના બ્લોક નં. ૪૩૫-૪૩૬-પીના ખાતા નં. ૭૦નો રૂ. ૧૪.૯૮ લાખ અને મકરબાના કર્ણાવતી ક્લબ સામેના ફૂડ કોર્ટના સર્વે નં. ૮૭૦, ૮૭૧, ટીપી-૨૬, એફપી ૩૨૩નો રૂ. ૧૨.૪૩ લાખ, ફૂડ કોર્ડ સર્વે નં. ૧૮૫, ૧૮૦-૨, ટીપી ૨૬, એફપી ૨૮૨, ૧૨૫નો રૂ. ૧૬.૦૬ લાખ, ફૂડ કોર્ટ સર્વે નં. ૭૫૫-૫, ૭૫૫-૬નો રૂ. ૨૧.૫૧ લાખ અને ફૂડ કોર્ટ આરએસ નં. ૭૫૫નો રૂ. ૧૯.૮૨ લાખનો ટેક્સ ભરાયો નથી.આની સાથે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર દ્વારા વધુ ૩૨ મિલકતોની સામે જાહેર હરાજી તેમજ આર્થિક બોજાે નોંધવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. તેમણે આજે આ અંગેની એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે, જે મુજબ પ્રેમ દરવાજા બહાર આવેલા કોઠારી સ્ક્રીન પ્રિન્ટર્સનો સૌથી વધુ રૂ. ૬.૧૨ કરોડથી વધુનો બાકી ટેક્સ છે, જ્યારે પ્રેમ દરવાજા બહાર આવેલી કબજેદાર ગોપાલદાસ એન્ડ સન્સનો રૂ. ૪.૧૭ કરોડનો ટેક્સ તંત્રના ચોપડે હજુ બાકી દર્શાવે છે.
મધ્ય ઝોનમાં ગઈ કાલ સુધી કુલ ૨૭ મિલકત સામે વર્તમાનપત્રમાં હરાજી અંગે જાહેર ચેતવણી તંત્ર દ્વારા અપાઈ હોઈ જે પૈકી આઠ મિલકતનો પૂરેપૂરી રકમનો ટેક્સ વસૂલવાનો છે, જ્યારે હાલમાં કુલ ૧૯ મિલકતમાં જાહેર હરાજીની પ્રક્રિયા ચાલુ છે.મધ્ય ઝોનની સાથે જાહેર કરાયેલી ૩૨ મિલકત પૈકી કાલુપુરમાં ફ્રૂટ માર્કેટની મિલકત નં. ૫૯૩-૨૧નો કુલ રૂ. ૩૧.૭૬ લાખ, કાલુપુરના કંસારાના ડહેલાની મિલકત નં. ૬૦૩-૧નો રૂ. ૭૩ લાખ, રાયપુરની મંગળલાલ કે. ગર્લ્સ સ્કૂલનો રૂ. ૩૦.૯૭ લાખ, લાલ દરવાજા- ભદ્રની સિંધી મોડર્ન હાઈસ્કૂલનો રૂ. ૨૧.૬૫ લાખ, કાલુપુર ટંકશાળની ટ્યૂટોરિયલ હાઈસ્કૂલનો રૂ. ૩૮.૨૧ લાખનો ટેક્સ ભરાયો નથી.આ ઉપરાંત કાલુપુરની સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુરનો પણ રૂ. ૨૦.૫૦ લાખનો ટેક્સ ભરવામાં આવ્યો નથી. આ તમામ ૩૨ મિલકતના કબજેદારે આજથી સાતથી દસ દિવસમાં બાકી ટેક્સની ભરપાઈ કરવાની રહેશે.

Related posts

લોનના ચક્રવ્યૂહમાં ફસાયેલા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

saveragujarat

Ukમાં MBA કરતી પત્નીની છાતીમાં ચાકૂમારી ઘાતકી હત્યા કરી

saveragujarat

અમદાવાદના રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગના પગલે બ્લાસ્ટ થયો, ફાયરબ્રિગેડની 4 ગાડીઓ પહોચી ઘટનાસ્થળે

saveragujarat

Leave a Comment