Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુજરાતમાં તેમના શું કાર્યક્રમો છે તે અંગે મને કોઈ માહિતી નથી : નીતિન પટેલ

સવેરા ગુજરાત,રાજકોટ, તા.૧૭
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવવાના છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી ૧ જૂન અને ૨ જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. જેને લઈ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે.ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના આયોજન અંગે નીતિન પટેલ બોલ્યા છે કે, ઘણી વખત ્‌ફમાં તેમના કાર્યક્રમો જાેઉ છુ અને ગુજરાતમાં તેમના શું કાર્યક્રમો છે તે અંગે મને કોઈ માહિતી નથી તેમણે વધુમાં કહ્યું કે, અંગત રીતે મને આ બાબતમાં કોઈ રસ પણ નથી.પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે ખૂબ જ દેશ–વિદેશમાં લોકપ્રિય થયા છે, સાથે જ તેઓ સનાતન ધર્મની પુનઃસ્થાપના અને હિન્દુ રાષ્ર્ટ્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ્‌તાપૂર્વક મુકી રહ્યા છે. જેના કારણે તેઓ આજની યુવા પેઢીમા પણ અતિ લોકપ્રિય બન્યા છે. ગુજરાતના વિવિધ સ્થળોએ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાગવાનો છે.અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં ૨ દિવસ માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, આગામી ૨૯ અને ૩૦ મેના રોજ ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. જેનું આયોજન રાધિકા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાબા બાગેશ્વરનો અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. અંદાજે સવા લાખ લોકો માટે વ્યવસ્થા કરાશે. આ માટે અમે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ આમંત્રણ આપીશું. સાથે જ ધારાસભ્ય, કાઉન્સિલર, ચેરમેન, મેયરને પણ આમંત્રણ આપવામાં આવશે. બાબા બાગેશ્વરનો દરબાર યોજાય તે પહેલા વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. જેના વિશે વાત કરતા આયોજકે જણાવ્યું કે, ‘મહારાજ કોઈ તાંત્રિક નથી. મહારાજ બધાના સવાલોના જવાબ આપશે, તમામના જે પ્રશ્નો છે તેના મહારાજ જવાબ આપશે. અરજીનો સ્વીકાર થાય તો સ્ટેજ પર એ વ્યક્તિને બોલાવાશે.’ ૨૬ અને ૨૭ મેના રોજ સુરત ખાતે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે ૫થી રાતના ૧૦ વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે. આ પહેલા સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ કરવાની માંગણી કરી છે. આ માટે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાર્યક્રમથી અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી મંજૂરી ન આપવા માંગ કરી છે. બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી ૧ જૂન અને ૨ જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે.

Related posts

એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત

saveragujarat

વડાપ્રધાન મારા ભાષણથી ડરે છે તેથી સાંસદપદ રદ કરાયું : રાહુલ

saveragujarat

જમ્મુમાં તિરૂપતિ બાલાજીના પ્રથમ મંદિરના કપાટ ખુલ્યા

saveragujarat

Leave a Comment