Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

Ukમાં MBA કરતી પત્નીની છાતીમાં ચાકૂમારી ઘાતકી હત્યા કરી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૭
લંડનમાં રહેતા અમદાવાદના વ્યક્તિને પોતાની પત્નીના મર્ડર બદલ યુકેની કોર્ટે ૨૩ વર્ષની જેલની સજા ફટકારી છે. આ પતિ-પત્ની હજુ માર્ચ ૨૦૨૧માં જ પોતાના બે દીકરા સાથે યુકે શિફ્ટ થયા હતા. હાલ બંને બાળકો તેના નાના-નાની પાસે રહે છે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, ૩૭ વર્ષીય સતપ્રીત સિંહ ગાંધીએ તેની પત્ની હરલીન કૌરનું ચાકૂના ઘા મારી મર્ડર કર્યું હતું. હરલીન યુકેના હેડિંગ્લેના વિક્ટોરિયા રોડ પર એક ફ્લેટમાં રહેતી હતી. તેનું મર્ડર ૫ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ કરવામાં આવ્યું હતું. ૯ જાન્યુઆરીના રોજ સતપ્રીતને તેની પત્નીની હત્યાના આરોપમાં દોષિત ગણાવીને કોર્ટે તેને ૨૩ વર્ષ અને ચાર મહિનાની જેલની સજા ફટકારી હતી.ચોંકાવનારી વાત એ છે કે, હરલીન સતપ્રીતની પહેલી પત્નીની નાની બહેન હતી. મોટી બહેનનું ૨૦૧૫માં હાર્ટ અટેકમાં અવસાન થતાં તેના દીકરાની સંભાળ રાખવા માટે તે સતપ્રીતને પરણી હતી. લગ્ન બાદ હરલીને પણ એક દીકરાને જન્મ આપ્યો હતો. યુકે શિફ્ટ થતાં પહેલા હરલીન અને સતપ્રીત પાંચ વર્ષ સુધી અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહ્યા હતા. અમદાવાદમાં મોબાઈલની દુકાન ચલાવતો સતપ્રીત ગમે તેમ કરીને યુકે જવા માગતો હતો. તેની પત્ની હરલીનને યુકેમાં સ્મ્છ કરવા માટે સ્ટૂડન્ટ વિઝા મળ્યા હતા. જેની સાથે સતપ્રીત પણ ત્યાં ગયો હતો અને ફુડ ડિલિવરીનું કામ કરતો હતો.૫ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ હરલીન પોતાના ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. તેને ખાસ્સું બ્લિડિંગ પણ થયું હતું, હરલીનને હોસ્પિટલમાં એડમિટ પણ કરાઈ હતી પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું હતું. પીએમ રિપોર્ટમાં છાતીમાં ધારદાર હથિયારનો ઘા વાગવાથી હરલીનનું મોત થયાનું ખૂલ્યું હતું. પીએમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે વેસ્ટ યોર્કશાયર પોલીસે સતપ્રીતની ધરપકડ કરી હતી.પોલીસને સતપ્રીત એક સ્ટોરમાંથી ૨૮ ઓગસ્ટના રોજ ચાકૂ ખરીદતો હોવાના સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા હતા. આ સિવાય તે હરલીનના વિક્ટોરિયા રોડ પર આવેલા ઘર પાસે પણ ૫ સપ્ટેમ્બરના રોજ દેખાયો હોવાના સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા હતા. તે વખતે તેના ખભા પર એક બેગ પણ લટકાવેલી હતી જેમાં ચાકૂ રાખવામાં આવ્યું હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, તે હરલીનનો ફ્લેટ જે બિલ્ડિંગમાં હતો તેના બેસમેન્ટમાંથી સાંજે સાડા છ વાગ્યે નીકળતો જાેવા મળ્યો હતો.હરલીનનો ભાઈ એકામ કોહલી પુણેમાં રહે છે. તેના જણાવ્યા અનુસાર, સતપ્રીતને પરણનારી તેની બંને બહેનો હવે આ દુનિયામાં નથી રહી. સતપ્રીતે હરલીનનું પૂરા પ્લાન સાથે મર્ડર કર્યું હોવાનો પણ એકામે આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે સતપ્રીતે તેના પરિવારજનોને ધમકી આપતા મેસેજ પણ કર્યા હતા.
તે એવું કહેતો હતો કે જાે બાળકોનું સરખી રીતે ધ્યાન ના રાખ્યું તો તમારો આખો પરિવાર ખતમ થઈ જશે. હરલીનના પરિવારજનોને તો હવે એવી પણ શંકા છે કે તેની મોટી બહેન સિમરનની પણ આવી જ રીતે હત્યા થઈ હોઈ શકે છે. તેના સાસરિયાએ તેનું હાર્ટઅટેકમાં મોત થયું હોવાનું કહીને ઉતાવળમાં તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

Related posts

મોદી સરકારે વધું એક એરપોર્ટને અદાણી ગ્રુપને 50 વર્ષ માટે વેચી દીધું, જાણો તેના પર શું કંટ્રોલ રહેશે ?

saveragujarat

સધર્ન કમાન્ડના નેજા હેઠળ ડેઝર્ટ કોર દ્વારા વેબિનારનું આયોજન કરાયું

saveragujarat

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દિલ્હી કેપિટલ્સ 3 વિકેટ પર મેચ હારી જતા દિલ્હીના ખેલાડીઓ થયા ભાવુક, પૃથ્વી શો, પંત રડી પડ્યા…

saveragujarat

Leave a Comment