Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૪
રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં ફરી એક વાર કમોસમી લાવી શકે છે, એવી આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. બુધવારે સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં વરસાદની આગાહી છે. તો ગુરુવારના રોજ અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં આગાહી છે. જ્યારે શુક્રવારે ભરુચ, સુરત, નર્મદા અને તાપીના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સિસ્ટમના કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૩૭ સેલ્સિયન નીચુ રહ્યું હતું. સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું રહ્યું હતું. તો સોમવારે રાજકોટમાં ૩૭ સેલ્સિયસ અને સુરેન્દ્રનગરમાં ૩૮ સેલ્સિયસ કરતા અમદાવાદમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયુ હતું. લઘુત્તમ તાપમાન ૨૩.૧ સેલ્સિયસ સાથે ૧.૧ ડિગ્રી સામાન્ય કરતા વધારે નોંધાયુ હતું. આગાહી મુજબ, બુધવારથી મહત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થાય એવી શક્યતા છે. તો ગઈ બીજી એપ્રિલના રોજ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યમાં હીટવેવ પણ આવી શકે છે. પરંતુ આની તીવ્રતા જાેખમી રહેશે નહીં. ૈંસ્ડ્ઢએ જણાવ્યું હતું કે ભારતમાં સમયાંતરે બિનમોસમી વરસાદ પણ પડી શકે છે. જાેકે આના કારણે ગરમીમાં રાહત મળતી રહેશે. બીજી એપ્રિલના રોજ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં મોટાભાગે મંગળવાર અને બુધવારે વાદળછાયું વાતાવરણ રહેશે. એટલું જ નહીં દિવસમાં કેટલીકવાર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના પણ રહેલી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદી ઝાપટાની સાથે આગામી સપ્તાહમાં વાદળછાયુ વાતાવરણ પણ રહી શકે છે. જ્યારે બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ૪ અને ૫ એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. બીજી તરફ, અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં પણ વરસાદી ઝાપટા પડી શકે એવી આગાહી કરી છે. તો ૪ અને ૫ એપ્રિલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે.

Related posts

છોકરી-સ્ત્રીને સંમતી વિના સ્પર્શ ન કરવો જાેઈએ ઃ કેરળ હાઈકોર્ટ

saveragujarat

સુપરસ્ટાર યુગનો અંત ક્યારેય નહીં આવે ઃ સલમાન

saveragujarat

મોટરસાઇકલ દ્વારા 11 દિવસમાં 4000 કિમીની મુસાફરી કરતી અમદાવાદની રચના વોરા.

saveragujarat

Leave a Comment