Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બદ્રીનાથના કપાટ ખુલતાં ચારધામ યાત્રા શરૂ: ભાવિકોએ દર્શન કર્યા

સવેરા ગુજરાત,દહેરાદૂન, તા.૨૭
ચારધામ યાત્રા પૈકીના એક બદ્રીનાથના કપાટ ગુરુવારે સવારે ૭.૧૦ કલાકે ખુલી ગયા છે. શ્રદ્ધાળુઓ હવે કેદારનાથની સાથે બદ્રીનાથના પણ દર્શન કરી શકશે. બદ્રીનાથના કપાટ ખુલ્યા એ વખતે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. કપાટ ખુલ્યા ત્યારે લગભગ ૧૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રી વિશાલ અને અંખડ જ્યોતિના દર્શન કરવા માટે હાજર હતા. બદ્રીનાથના કપાટ ખુલતાં ચારધામ યાત્રા વિધિવત્‌ રીતે શરૂ થઈ ગઈ છે.બદ્રીનાથ ધામના કપાટ ગુરુવારે સવારે ખુલવાના હતા ત્યારે બુધવાર રાતથી જ શ્રદ્ધાળુઓ મંદિરની બહાર બેસી ગયા હતા. સવારે કપાટ ખુલવાની પ્રક્રિયા શરૂ થઈ હકી. પહેલા દક્ષિણ દ્વારથી ભગવાન કુબેરે બામણી ગામના લોકો સાથે બદ્રીનાથ મંદિરમાં પ્રવેશ કર્યો. જે બાદ વીઆઈપી ગેટથી મુખ્ય પૂજારી ઈશ્વરી પ્રસાદ નંબૂદરી, ધર્માધિકારી રાધાકૃષ્ણ થપલિયાલ અને વેદપાઠીઓએ ઉદ્વજીની ઉત્સવ મૂર્તિ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. કપાટ ખુલતા પહેલા જ બદ્રીનાથમાં ભારે હિમવર્ષા થઈ રહી હતી તેમ છતાં અહીં શ્રદ્ધાળુઓ જયકાર કરતાં અને ઝૂમતા નજરે પડ્યા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ પહેલી પૂજા અને આરતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી થઈ હતી. આઈટીપીના બેન્ડ ઉપરાંત ગઢવાલ સ્કાઉટ્‌સે પણ પ્રસ્તુતિ આપી હતી. મંદિરને ૧૫ ટન જેટલા ફૂલોથી સજાવાયું હતું. ૧૨ મહિના ભગવાન વિષ્ણુ અહીં બિરાજે છે અને સૃષ્ટિના આઠમા વૈકુંઠ ધામને બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અહીં છ મહિના આરામ કરે છે અને છ મહિના ભક્તોને દર્શન આપે છે તેવી માન્યતા છે. બીજી માન્યતા એવી પણ છે કે, વર્ષના છ મહિના મનુષ્યો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો બાકીના છ મહિના દેવતા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, જેમાં મુખ્ય પૂજારી સ્વયં નારદ મુનિ હોય છે. ભક્તિમય ધૂન અને જયઘોષ સાથે બદ્રીનાથના કપાટ ખુલી ગયા છે અને આ સાથે જ વિધિવત્‌ રીતે ચારધામની યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગંગોત્રી-યમુનોત્રી અને કેદારનાથ ધામના કપાટ અગાઉ શ્રદ્ધાળુઓ માટે ખોલી નાખવામાં આવ્યા હતા. હવે બદ્રીનાથના કપાટ પણ ખુલી જતાં શ્રદ્ધાળુઓ ભાવભક્તિથી દર્શન કરી રહ્યા છે.

Related posts

PM મોદીએ વડોદરાનો રોડ શો રદ

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૭૨ હજાર કેસ નોંધાયા

saveragujarat

લોકશાહીમાં તેના માટે કોઈ સ્થાન નથી જેઓ તેમાં વિશ્વાસ રાખતા નથી

saveragujarat

Leave a Comment