Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ચારધામ યાત્રા : કેદારનાથમાં વધુ બે યાત્રાળુના મોત નિપજ્યા

સવેરા ગુજરાત,દહેરાદૂન, તા.૨૭
૧૨ જ્યોતિર્લિંગમાના એક જ્યોતિર્લિંગ કેદારનાથ ધામના કપાટ ખૂલતાં જ ભક્તોની ભીડ જાેવા મળી રહી છે. ભીડ એટલી છે કે, પગ મૂકવાની જગ્યા પણ નથી મળી રહી. ત્યારે કેદારનાથમાં વધુ એક દુર્ઘટના ઘટી હતી. અહીં આંધ્રપ્રદેશથી આવેલા ૭૫ વર્ષીય સિનિયર સિટીઝનને કાર્ડિયાક એરેસ્ટ આવતાં તેમનું મોત થયું હતું. જાેકે, એક દિવસ પહેલાં મંગળવારે જ્યારે કેદારનાથ ધામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. તે દિવસે પણ ગુજરાતથી આવેલા ૬૦ વર્ષીય ભક્તને પણ કાર્ડિયાક એરેસ્ટ આવતા મોત થયું હતું. આ રીતે ૨ દિવસમાં અહીં ૨ મોત નીપજ્યા છે. કેદારનાથ અને યમુનોત્રી એ ૪માંથી સૌથી અઘરા ૨ મંદિરો છે. જ્યારે ગૌરીકુંડથી કેદારનાથ મંદિર સુધીના ૧૬ કિલોમીટરના ખતરનાક એલિવેટેડ ટ્રેક અને જાનકી ચટ્ટીથી યમુનોત્રી મંદિર સુધીના ૬ કિલોમીટર લાંબા ટ્રેકને કારણે બંને સમુદ્ર સપાટીથી ૧૦,૦૦૦ ફીટથી ઉપર આવેલા છે. ભક્તો માટે છેલ્લા ૫ દિવસથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૭ ભક્તોના મોત થઈ ચૂક્યા છે. આમાંથી કેદારનાથમાં ૨ અને યમુનોત્રી અને ગંગોત્રીમાં ૫ પ્રવાસીઓના મોત થયા છે.અહીં ફરજ પર હાજર આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાર્ડિયાક એરેસ્ટના કારણે મૃત્યુ પામેલા મોટા ભાગના ભક્તો ૫૦ વર્ષથી વધુ વયના હતા. લૉ ઑક્સિજન અને કોલ્ડ ટેમ્પરેચર અને કોમોર્બિડ અશક્તિના કારણે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આંધ્રપ્રદેશથી આવેલા યાત્રાળુ ડાયાબિટીસ અને અસ્થમાના દર્દી પણ હતા. આ બંને સિનિયર સિટીઝન્સ હાઈપરટેન્શનથી પણ પીડાતા હતા. કેદારનાથમાં ફરજ પર હાજર આરોગ્ય કર્મચારીએ આ અંગે માહિતી આપી હતી. કાર્ડિયાક એરેસ્ટના કારણે મૃત્યુ પામેલા યાત્રાળુઓમાંથી એક સિવાયના તમામ ૨ ગુજરાતના, ૧ મહારાષ્ટ્રના, પશ્ચિમ બંગાળના ૧, આંધ્રપ્રદેશના ૧, ઉત્તરપ્રદેશના ૧ અને મધ્યપ્રદેશના ૧ યાત્રાળુ સામેલ હતા.મહારાષ્ટ્રમાંથી આવેલા યાત્રાળુનો ટ્રેક રૂટ પરથી પગ લપસી ગયો હતો. તેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. એટલે તેમનું મોત થયું હતું. જાેકે, પહેલાં ૨ દિવસમાં ૨૦,૦૦૦ યાત્રાળુઓએ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. અહીં વિવિધ સ્થળ પર હેલ્થ સ્ક્રિનિંગ પોઈન્ટ્‌સ રાખવામાં આવ્યા છે, પરંતુ તે સ્વૈચ્છિક છે. વધુમાં યાત્રાના રૂટ પર યાત્રાળુઓની સુવિધા માટે હેલ્થ એટીએમ પણ બનાવવામાં આવ્યા છે. આ વર્ષે ચારધામ દરમિયાન ખરાબ વાતાવરણ અંગે તબીબો અવારનવાર ચેતવણી આપતા હતા. સાથે જ ઉત્તરાખંડ રાજ્ય સરકાર પણ યાત્રાળુઓને સતતને સતત આરોગ્ય અને વાતાવરણ અંગે સલાહ સૂચનો આપી રહી છે. સરકારના મતે, જે લોકો આવા અઘરા રૂટ પર ચાલી શકે તેમ જ ઝીરો ડિગ્રી તાપમાનને સહન કરી શકે તેવા જ લોકોએ યાત્રા કરવી. કારણ કે, એપ્રિલ મહિનામાં અહીં અતિવૃષ્ટિ અને અતિશય ઠંડી પડી હતી. કેદારનાથના સિનિયર ડોક્ટરે આ અંગે જણાવ્યું હતું.

Related posts

GST ના ગુનાઓને ફોજદારી ગુનાની શ્રેણીમાંથી બહાર કરાશે

saveragujarat

પવિત્ર યાત્રાધામ અંબાજી સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે

saveragujarat

નોકરી માંગવા આવેલો શખ્સ કળા કરી ગયો ૪૮.૮૬ લાખ હીરાની ચોરી કરી રફુચક્કર

saveragujarat

Leave a Comment