Savera Gujarat
Other

દેશની ત્રણેય સૈન્ય પાંખના વડા સીડીએસ બિપીન રાવત અલવિદા

દિલ્હીથી ઉટીની વેલિંગ્ટન આર્મી કોલેજમાં લેકચર આપવા જઇ રહેલા દેશના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફના હેલિકોપ્ટરને દુર્ઘટનાબિપીન રાવતના પત્ની મધુલિકા સહિત સૈન્યના ૧૧ અધિકારી અને સ્ટાફ પણ કરુણ દુર્ઘટનામાં હોમાયો

ભારતીય સૈન્યની હવાઈની ઇતિહાસમાં એક કરુણ ગણી શકાય તેવી દુર્ઘટનામાં સૈન્યની ત્રણેય પાંખના વડા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જર્નલ બિપીન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત તથા જર્નલના સ્ટાફને લઇ જતું ભારતીય હવાઈ દળનું એમઆઈ-૧૭ હેલિકોપ્ટર આજે તામીલનાડુનાં કુન્નુર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને હેલિકોપ્ટરમાં સવાર જર્નલ રાવત સહિતનાં ૧૪ લોકો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. બુધવારે સવારે ૧૨.૧૦ કલાકે દિલ્હીથી રવાના થયેલું એમઆઈ-૧૭ વી-૫ હેલિકોપ્ટર તેની નિયમિત ઉડાન પર હતું. તે દરમિયાન આ દુઃખદ દુર્ઘટના સર્જાઇ. ભારતના ત્રણેય પાંખોના વડા સીડીએસ બિપીન રાવતનું સૈન્યના હેલિકોપ્ટરમાં ખરાબ હવામાનના કારણે દુર્ઘટના સર્જાતાં તેમના તથા તેમના સાથી સૈન્યના ૧૧ અધિકારી જવાન તેમજ તેમના પત્નીનું પણ નિધન થતાં ભારતીયો માટે એક દુઃખદ સમાચાર સામે આવતાં સમગ્ર શોકનું મોજુ પ્રસરી વળ્યું છે.
તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નૂરમાં બુધવારે મોટી દુર્ઘટના થઈ છે અને ભારતીય વાયુસેનાનું એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન વારત સહિત સેનાના અન્ય લોકો સવાર હતા. તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યાં હતા. આ દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવતનું નિધન થયું છે. સાથે તેમના પત્ની મધુલિકા રાવતનું પણ મૃત્યુ થયું છે. હેલીકોપ્ટરમાં ૧૪ લોકો સવાર હતા, જેમાંથી ૯ લોકોના નામ સામે આવ્યા છે. હેલીકોપ્ટરમાં જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સિવાય ઘણા સીનિયર અધિકારી સામેલ હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૩ લોકોના મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. બધાના મૃતદેહ કાઢી લેવામાં આવ્યા છે.
જર્નલ રાવતને વેલિંગ્ડટનની ડીફેન્સ કોલેજમાં લેકચર આપવા જવાનું હતું અને તેઓ દિલ્હીથી રવાના થયા બાદ ૧૦ મીનીટમાં જ નીલગીરીના જંગલમાં કોઇપણ કારણોસર આ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ હાઈ ટેન્શન લાઈન સાથે અથડાતા સળગી ઉઠ્‌યું હતું. છેલ્લા આ દુર્ઘટનામાં સીડીએસ જર્નલ રાવતને ગંભીર ઇજા સાથે રેસ્ક્યુ કરીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. હવાઈ દળ દ્વારા આ હેલિકોપ્ટર ક્રેશ અંગેની માહિતી જાહેર કરાઈ હતી. પરંતુ જર્નલ રાવત કે તેમની સાથે પ્રવાસ કરતાં તેમના પત્ની અને સૈન્યના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ગંભીર રીતે ઘવાયા હતા જેમાં ૧૧ જવાનોએ જીવ ગૂમાવવાનો વારો આવ્યો હતો. આ બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ સહિત તમામ રાજકિય આગેવાનોએ દુઃખ વ્યક્ત કર્યુ છે.

હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડીંગ થયું હતું ઃ હાઈવોલ્ટેજ લાઇન સાથે ટકરાતા આગ લાગી
ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા સીડીએસ બીપીન રાવત અને તેમના પત્ની તેમજ અંગત સ્ટાફને લઇ જતું એમઆઇ-૧૭ પ્રકારનું હેલિકોપ્ટર સામાન્ય રીતે ખૂબ જ ખડતલ કાર્યવાહી માટે જાણીતું છે અને જનરલ બીપીન રાવત દેશમાં આંતરીક પ્રવાસ માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા. ભારતીય હવાઈ દળ દ્વારા રશિયા પાસેથી મેળવાયેલ આ હેલિકોપ્ટરને અવારનવાર અપગ્રેડ પણ કરાયા છે અને તેથી તે સલામત મનાતું હતું પણ હવાઈ દળના એક અધિકારીએ જણાવ્યું કે કોઇપણ વિમાન કે હેલિકોપ્ટર કદી પૂર્ણ સલામત હોતા નથી અને આ ટેકનીકલ ક્ષતિ સર્જાઈ હોય તેવું માની શકાય છે. હેલિકોપ્ટર ક્રેશ લેન્ડીંગના સ્વરુપમાં નીચે પડતું હતું તે સમયે હાઈ ટેન્શન વીજલાઈન સાથે અથડાતા તેમાં આગ પણ લાગી હતી. અને તેથી આ દુર્ઘટના વધુ ભયાનક બની છે.

હેલિકોપ્ટરમાં જર્નલ રાવત અને તેમના પત્ની અન્ય અધિકારી અને સ્ટાફ સવાર હતો
ભારતીય હવાઈ દળનું એમઆઈ-૧૭ પ્રકારનું આ હેલિકોપ્ટર જે દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં ભારતીય સૈન્યના ચીફ ઓફ સ્ટાફ જર્નલ બીપીન રાવત સવાર હતા. તેમની સાથે તેમના ધર્મપત્ની મધુલિકા રાવત પણ મુસાફરી કરી રહ્યા હતા જ્યારે બ્રિગેડીયર એલ.એસ. ઉડ્ડુલ કે જેઓ જનરલ રાવતનાં ડીફેન્સ એટેચી તરીકે કામ આપે છે તેઓ પણ પ્રવાસ કરી રહ્યા હતા. જ્યારે લેફ. કર્નલ હરજીંદરસિંહ જેઓ જર્નલ રાવતના સ્પેશિયલ ઓફીસર તરીકે સેવા આપી રહ્યા છે તેઓ પણ પ્રવાસમાં સામેલ હતો. હેલિકોપ્ટર જનરલ રાવતનો પર્સનલ સ્ટાફ હતો. જેમાં નાયક ગુરુસેવકસિંહ, નાયક જીતેન્દરકુમાર, લાન્સ નાયક વિવેકકુમાર, લાન્સનાયક ડી. સાઇતેજા તથા હવાલદાર સતપાલ પ્રવાસ કરી રહ્યા હતા અને સુત્રોનાં જણાવ્યા મુજબ આ હેલિકોપ્ટર રવાના થયાના ૧૦ મીનીટમાં જ તૂટી પડયું હતું. હેલિકોપ્ટર દિલ્હીથી રવાના થયું હતું.

એમઆઈ-૧૭ હેલિકોપ્ટર રશિયન બનાવટના ઃ ૩ ક્રૂ મેમ્બર સહિત ૨૩ લોકો સફર કરી શકે છે
આજે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ભારતીય હવાઈ દળનું એમઆઈ-૧૭ હેલિકોપ્ટરએ સૈન્યમાં મીડીયમ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર તરીકે ઓળખાય છે અને તે રશિયન બનાવટનું છે. એમઆઇ-૧૭નો રશિયન હવાઈ દળનો વ્યાપકપણે ઉપયોગ કરે છે અને તેમાં એકીસાથે ૨૪ લોકો પ્રવાસ કરી શકે છે. ભારતે રશિયા પાસેથી આ પ્રકારના હેલિકોપ્ટરની સ્કવોડ્રન ખરીદી છે. અને ખાસ કરીને તે પહાડી વિસ્તારોમાં ઉડવા માટે જાણીતું છે અને તેથી દુર્ઘટનાગ્રસ્ત કઇ રીતે થયું તે પણ પ્રશ્ન છે. એમઆઇ-૧૭ હેલિકોપ્ટર ટેઇલ રોટર ધરાવે છે જેથી તેની કોઇપણ પ્રકારની ઉડ્ડયનમાં ટેકનીકલ ખામી સમયે પાયલોટ તેને સંભાળવામાં સક્ષમ રહે છે. ૧૯૭૫-૭૬માં આ હેલિકોપ્ટરનુંં નિર્માણ થયું હતું અને તે ભારતે ખરીદયું હતું. તે ત્રણ ક્રૂ મેમ્બરથી ચલાવી શકાય છે જેમાં પાયલોટ, કો-પાયલોટ અને ફલાઈટ એન્જીનીયરનો સમાવેશ થાય છે અને તે ૩૦૦૦ કિલો વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. આ હેલિકોપ્ટરમાં લાઈટ મશીનગન પણ ફીટેડ હોય છે અને એર ટુ એર મિસાઈલ પણ ધરાવે છે.
હેલીકોપ્ટરની દુઃખદ ઘટના ક્યા વિસ્તારમાં સર્જાઇ
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને બાકી સ્ટાફ હાજર હતો. જે જગ્યાએ આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે, ત્યાં આસપાસ જંગલ છે. આ કારણ છે કે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે.
હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત સાથે અન્ય કોણ કોણ સવાર હતા
આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવલદાર સતપાલ સામેલ હતા.

બિપીન રાવત હેલિકોપ્ટરમાં ક્યાં જઇ રહ્યા હતા?
જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુા વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનો હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે.

 

Related posts

વડોદરામાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

saveragujarat

દેશમાં દરેક વ્યક્તિને બુસ્ટર ડોઝ જરૂરી રહેશે :આઈસીએમઆર

saveragujarat

૩૦ જૂન સુધી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

saveragujarat

Leave a Comment