Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદ, અમરેલી, ભૂજ, વલસાડ સૌથી ગરમ શહેર

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૬
રાજ્યમાં હવામાનમાં આગામી દિવસોમાં ૨-૩ ડિગ્રી લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જાેકે, શનિવારે રાજ્યમાં ૩૭ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું જ્યાં એક ડિગ્રીનો ઘટાડો થયો છે. આ તરફ અમદાવાદમાં શનિવારની સરખામણીમાં એક ડિગ્રી પારો ચઢ્યો છે. ગરમીનું જાેર વધવાની સાથે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.આજે રાજ્યમાં અમદાવાદ સહિત ભૂજ, અમરેલી, વલસાડમાં પણ મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ, મહુવા, કેશોદ, ડીસા અને કંડલા (એરપોર્ટ)નું મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી નોંધાયું છે. આ તરફ સુરત અને વલ્લભ વિદ્યાનગરમાં લઘુત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો મોટાભાગના શહેરોમાં ૩૫ને પાર થઈ ગયો છે. આ સાથે ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે.મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, આ સાથે લઘુત્તમ તાપમાનનો પારો ઊંચો આવી રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેતું હતું તે હવે ૨૦ની નજીક પહોંચી રહ્યું છે. રાજ્યમાં ૧૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું છે. આ સિવાય અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૪, નલિયાનું પણ ૧૪ અને ડિસાનું ૧૬ ડિગ્રી નોંધાયું છે.સૌરાષ્ટ્રના શહેરોમાં પણ હરિયાળી છતાં ગરમીનો પારો મોટાભાગના શહેરોમાં ૩૦ને પાર કરી ગયો છે. જેમાં અમરેલીમાં સૌથી વધુ ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અહીં સૌથી ઓછું મહત્તમ તાપમાન ઓખામાં સૌથી નીચું ૨૭ ડિગ્રી નોંધાયું છે.
અહીં મહત્તમની સાથે લઘુત્તમ તાપમાન પણ ઊંચું આવી રહ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે કમોસમી વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. ગરમીનું પ્રમાણ વધવાની સાથે હવામાંથી ભેજનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. ગરમીનું પ્રમાણ વધવાની સાથે સામાન્ય બીમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે.શયાળાનો અંત અને ઉનાળાની શરુઆત સાથે બીમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોમાં ઝાડા-ઉલ્ટીના ૧૧૬ કેસ નોંધાયા છે, જ્યારે ડેંગ્યુના ૧૨, કમળાના ૧૩૦, ન્યુમોનિયાના ૬૨ કેસ નોંધાયા હતા. આ સિવાય ચિકનગુનિયા ૪, ઝાડા-ઉલ્ટીના ૧૨૬ કેસ નોંધાયા છે.

Related posts

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્રયયુ સામન્ડ્સનું કાર અકસ્માતમાં મોત

saveragujarat

બલિદાન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગતસિંહને કરાઈ પુષ્પાંજલિ

saveragujarat

મોટી કંપનીઓએ ૭૦૦૦ કર્મચારીઓની છટણી શરૂ કરી

saveragujarat

Leave a Comment