Savera Gujarat
Other

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્રયયુ સામન્ડ્સનું કાર અકસ્માતમાં મોત

સિડની :
ઓસ્ટ્રેલિયનાં પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું નિધન થયું છે.મળતી માહિતી મુજબ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ક્વીન્સલેન્ડના ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

એન્ડ્રુ સાયમન્ડ્સના નિધન બાદ તેના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ભૂતપૂર્વ ખેલાડી શેન વોર્નનું પણ નિધન થયું હતું.

આ અકસ્માત રાત્રે 10.30 (ઓસ્ટ્રેલિયન સમય અનુસાર) વાગ્યાની આસપાસ થયો હતો
ક્વીન્સલેન્ડ પોલીસે જણાવ્યું કે, શહેરથી લગભગ 50 કિમી પશ્ચિમમાં હર્વે રેન્જમાં રાત્રે લગભગ 10:30 વાગ્યે એક અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઝડપભેર કાર રોડ પર પલટી ગઈ હતી. એન્ડ્રુ સાયમન્ડ્સ એકલા કારમાં હતા.

આ અકસ્માતમાં એન્ડ્રુને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા :
પોલીસે જણાવ્યું કે અકસ્માત એલિસ રિવર બ્રિજ પાસે થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ એન્ડ્ર્યુ સાયમન્ડ્સને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. ડૉક્ટરોએ જણાવ્યું કે આ અકસ્માતમાં સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાં તે એકલો હતો. તમામ પ્રયાસો છતાં એન્ડ્રુને બચાવી શકાયો ન હતો. તેઓ ૪૬ વર્ષના હતા.

એડમ ગિલક્રિસ્ટે શ્રદ્ધાંજલિ અર્પી

46 વર્ષીય એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુ બાદ તેના ચાહકો નિરાશ થયા છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે એક ટ્વિટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે.

આ વર્ષે ત્રણ ખેલાડીઓએ અલવિદા કહ્યું :
ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ જગત માટે આ વર્ષ ખૂબ જ દુઃખદ રહ્યું છે. આ જ વર્ષે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રોડ માર્શ અને શેન વોર્નનું પણ મૃત્યુ થયું હતું. તે જ સમયે, એન્ડ્ર્યુના મૃત્યુ પછી, ચાહકોમાં શોક છવાયો છે.

Related posts

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે યોજાશે

saveragujarat

અમદાવાદમાં ૯.૫૪ કરોડના ખર્ચે સ્માટ શાળા નિર્માણનું ઇ-લોકાર્પણ કરતાં ગૃહમંત્રી અમિત શાહ

saveragujarat

પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ:ગાંધીનગરમાં હાર્દિક સહીત કાર્યકરો ની અટકાયત

saveragujarat

Leave a Comment