Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બજેટમાં ૫૬૫ કરોડની ફાળવણી કરાઈ

સવેરા ગુજરાત,નર્મદા, તા.૨૬
ગુજરાત સરકારે બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ માટે ૫૬૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે..ત્યારે આ માતબર રકમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે..પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિદેશી પ્રવાસન સ્થળ તરીકે તો સરખાવે છે અને અહિં પ્રવાસીઓની ઘણી બધી જરૂરિયાતો પૂર્ણ થઈ છે.તેમ માને છે છતાં પણ આ બજેટમાં ફાળવાયેલા નાણાં દ્વારા અહીં વધુ પડતાં છાયડા માટેના શેડ બનાવવામાં આવે તથા ઇ વ્હીલ ચેર વધારવામાં આવે.આ સાથે જ પીવાના પાણીની સુવિધા વધે બેઠક વ્યવસ્થા વધે, અને એન્ટ્રી ફીમાં પન પણ ઘટાડો થાય તેમ પ્રવાસીઓ ઈચ્છી રહ્યા છે. સાથે સાથે સ્કૂલના પ્રવાસમાં આવતા વિદ્યાર્થીઓ માટે પણ કન્સેશન હોવું જાેઈએ.જાેકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં જ ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યુ છે. પણ તે ખૂબ મોંઘુ હોય છે.જેમાં લોકો આ ફૂડ કોર્ટનું મોંઘું ખાવાનું ના લઈ શકતા હોવાથી લોકો માટે જમવાની વ્યવસ્થા રાહત દરે થાય તે બાબતે સરકારએ જે પૈસા ફાળવ્યા છે તેમાં વ્યવસ્થા કરવી જાેઈએ.. રહેવા માટે પણ જેમ કે દ્વારકા, શિરડી જેવા ધાર્મિક સ્થળો પર રાહત દરે રહેવા માટેની વ્યવસ્થા હોય છે તેવી રાજ્ય સરકાર અથવા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ભવનો પણ બનાવવા જાેઈએ.જ્યાં લોકો ઓછા પૈસામાં રહી શકે, સરકાર જાે આ વિસ્તારના વિકાસ માટે ૫૬૫ કરોડ ફાળવ્યા છે તેમાંથી જાે પ્રવાસીઓ માટે આવી સુવિધાઓ ઉમેરો કરે તો પ્રવાસીઓમાં વધારો થઈ શકે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે.આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.

Related posts

પીચકારીના ભાવમાં ૩૦થી ૫૦%નો ભાવ વધારો થયો

saveragujarat

રાજ્યસભામાં ચીનના મુદ્દે ચર્ચાની માગ સાથે હંગામા બાદ વિપક્ષનો વોકઆઉટ

saveragujarat

સાબરાંઠા જિલ્લા આચાર્ય ભરતી કેમ્પ નો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો

saveragujarat

Leave a Comment