Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મોટી કંપનીઓએ ૭૦૦૦ કર્મચારીઓની છટણી શરૂ કરી

નવી દિલ્હી, તા.૨૮
વોલ્ટ ડિઝની કંપનીએ ૭૦૦૦ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ આ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. રોયટર્સે બોબ ઈગરના પત્રને ટાંકીને આ અંગે માહિતી આપી હતી. કંપનીએ ખર્ચને નિયંત્રિત કરવા અને તેના વ્યવસાયને સુવ્યવસ્થિત કરવા માટે કર્મચારીઓની છટણી કરવાનો ર્નિણય લીધો છે. વોલ્ટ ડિઝની તેના ઘણા વિભાગોમાંથી કર્મચારીઓની છટણી કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની ડિઝની એન્ટરટેઈનમેન્ટ, ડિઝની પાર્ક્‌સ, એક્સપિરિયન્સ અને પ્રોડક્ટ અને કોર્પોરેટ સેક્શનથી લોકો પ્રભાવિત થશે. તે જ સમયે, ઈજીઁદ્ગ ને પણ કપાતમાં સામેલ કરી શકાય છે. જાે કે હજુ સુધી તેને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી. મનોરંજન ઉદ્યોગમાં ભારે નુકસાન જાેવા મળી રહ્યું છે. ઘણી કંપનીઓએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. આ મીડિયા કંપનીઓને અબજાે ડોલરનું નુકસાન થયું છે. આ કારણોસર કંપનીઓએ તેમના ખર્ચમાં કાપ મૂકવાનું શરૂ કર્યું છે. ઘણી કંપનીઓએ કર્મચારીઓના પગારમાં પણ ઘટાડો કર્યો છે. વોલ્ટ ડિઝનીના સીઈઓએ કહ્યું કે કર્મચારીઓના પ્રથમ જૂથને છૂટા કરવામાં આવે તે પહેલાં તે કર્મચારીઓને જાણ કરવામાં આવશે. પ્રથમ વર્ગીકરણ ૪ દિવસ દરમિયાન થશે. અને બીજી છટણી એપ્રિલમાં થશે. આમાં હજારો કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે. તેમણે તેમના પત્રમાં જણાવ્યું હતું કે ઉનાળાની શરૂઆત પહેલા પસંદગીનો અંતિમ રાઉન્ડ કરવામાં આવશે. મનોરંજન જૂથે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે તે ઇં૫.૫ બિલિયનનો ખર્ચ બચાવવા માટે ૭,૦૦૦ કર્મચારીઓની છટણી કરશે. ત્યારથી, એવી ઘણી ચર્ચાઓ થઈ હતી કે ડિઝની વધુ કર્મચારીઓની છટણી કરી શકે છે. જાેકે, હવે સીઈઓના પત્રથી સ્પષ્ટ થઈ ગયું છે કે કંપની ક્યારે અને કેટલી વાર છટણી કરવાની છે. તમને જણાવી દઈએ કે એમેઝોન, મેટા અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ બીજા રાઉન્ડમાં કર્મચારીઓની છટણી કરી છે. દુનિયાભરમાં વધતા મંદીના ખતરાની વચ્ચે મોટી મોટી કંપનીઓ છટ્ટણી કરી રહી છે. હવે આ સિલસિલો અટકવાના બદલે દિવસે દિવસે વધી રહ્યો છે. આ ક્રમમાં હવે આઇટી સેક્ટરની મોટી જાયન્ટ્‌સ ટેક કંપની એક્સચેન્ચરે ગુરુવારે પોતાના વર્કફૉર્સમાંથી ૧૯,૦૦૦ કર્મચારીઓને ઓછા કરવાનું એલાન કરી દીધું છે. આની સાથે જ કંપનીએ પોતાના પરિણામોમાં વાર્ષિક રેવન્યૂ ગ્રૉથ અને પ્રૉફિટના અનુમાનોને પણ ઘટાડી દીધા છે. આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની છષ્ઠષ્ઠીહંેિીએ કહ્યું કે, તે પોતાના ૧૯૦૦૦ કર્મચારીઓની છટ્ટણી કરશે. છષ્ઠષ્ઠીહંેિીએ મોટી છટ્ટણી માટે બગડતી ગ્લૉબલ ઇકોનૉમિક આઉટલૂકને જવાબદાર ગણાવી છે.

Related posts

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના પ્રચાર પ્રસારમાં અગ્રિમ ભૂમિકા બદલ હિમાંશુ ઉપાધ્યાયનુ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરાયું

saveragujarat

ગાંધીનગરમાં આજથી ઇન્ડિયા સ્કીલ 2021ની પ્રાદેશિક સ્પર્ધાનું આયોજન

saveragujarat

નરોડાના કોર્પોરેટર દ્વારા મહિલા મેડિકલ ઓફિસર સાથે ગેરવર્તન

saveragujarat

Leave a Comment