Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આઈટીઆઈ અને પોલિટેકનિકના પાસ આઉટ થયેલા યુવાનો સેનામાં ભરતી થઈ શકશે

સવેરા ગુજરાત,નવી દિલ્હી , તા.૨૧
કેન્દ્ર સરકારે યુવાનો હિતમાં સેના ભરતીને લઈને મોટો ર્નિણય કર્યો છે. થોડા સમય પહેલા જ સરકારે અગ્નિપથ યોજના માટેની જાહેરાત કરી હતી. જેમા આજે અગ્નિપથ યોજના હેઠળની ભરતીના નિયમોમાં થોડા સુધારા કર્યા છે. જેમા હવે આઈટીઆઈ અને પોલિટેકનિકના પાસ આઉટ થયેલા યુવાનો અરજી કરી શકશે. કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળની ભરતીમાં જાેડાવા ઈચ્છતા યુવાનો માટે તેમની યોગ્યતા અને માપદંડમાં સુધારો કર્યો છે. જે અતર્ગત અગ્નિપથ યોજના હેઠળ પુર્વ કૌશલ્ય ધરાવતા યુવાનો ભાગ લઈ શકશે. જેમાં આઈટીઆઈ -પોલિટેકનિક પાસ આઉટ થયેલા ટેકનિકલ શાખામાં અરજી કરી શકશે. આ નિયમોમાં સુધારો થવાથી પુર્વ કૌશલ્ય ધરાવતા યુવાનો ધરાવતા યુવાનોને સારુ પ્રોત્સાહન મળી શકશે. અને તેનાથી ટ્રેનિંગનો સમય પણ ઓછો થઈ જશે. અને વધુમાં વધુ યુવાનોને આ તકનો લાભ મળી શકશે. અગ્નિપથ યોજના હેઠળ ભરતીમાં જાેડાવા ઈચ્છતા યુવાનોએ આ માટે ૧૬ ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરુ થઈ ગયુ છે. જેમા અવિવાહિત પુરુષ ઉમેદવારોએ આ ૨૦૨૩-૨૪ની ભરતી માટે અગ્નિપથ યોજના માટે સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy,nic.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫ માર્ચ ૨૦૨૩ છે તેમજ તેની પસંદગી માટેના પરીક્ષા ૧૭ એપ્રિલ ૨૦૨૩ના રોજ લેવામાં આવશે. આ ભરતીમાં તાજેતરમાં થયેલા ફેરફાર પ્રમાણે લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. આ માટે પહેલા ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને તેમા પાસ થયા પછી લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જેની લેખિત પરીક્ષા ૧૭ એપ્રિલના રોજ લેવામાં આવનાર છે. આ સાથે વધુ માહિતી માટે સેનાની સત્તાવાર વેબસાઈટ પર જઈ માહિતી મેળવી શકશે.

Related posts

ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટા કૌભાંડોનો થયો પર્દાફાશ,SOG,BSF અને બાડમેર પોલીસે 35 કરોડનું 14 કિલો હેરોઇન ઝડપી મોટો પર્દફાસ કર્યો છે.

saveragujarat

પશ્ચિમી પવનોના લીધે વિવિધ શહેરોમાં ભેજનું પ્રમાણ ૯૦% સુધી પહોંચ્યું

saveragujarat

OTT પ્લેટફૉર્મ્સ પર આ અઠવાડિયે રીલીઝ થશે આ મૂવીઝ અને વેબ સીરિઝ, જુઓ લિસ્ટ

saveragujarat

Leave a Comment