Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આગામી ૪૮ કલાક આકરા તાપમાં શેકાવા માટે તૈયાર રહેજાે

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૦
દર વર્ષે સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં ઠંડીનું પ્રમાણ જાેવા મળતું હોય છે અને માર્ચમાં હોળી બાદ ધીમે-ધીમે ગરમીનો અનુભવ થવા લાગે છે. પરંતુ આ વર્ષે એકદમ વિપરીત જ સ્થિતિ છે, ફેબ્રુઆરીના મધ્યથી ઉનાળાએ દસ્તક દીધી છે અને દિવસ જતાં પારો વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી બેવડી ઋતુ જાેવા મળી રહી છે, બપોરે ગરમી અને મધ્યરાત્રિ બાદ ઠંડી. ગરમીને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. જે મુજબ, તાપમાન વધી રહ્યું છે અને આગામી સમયમાં લોકોએ આકરા તાપમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. આશરે ૫૦ વર્ષ બાદ પહેલીવાર ફેબ્રુઆરીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેનો અર્થ એ થયો કે આ મહિનાના બાકીના દિવસોમાં લોકોને એપ્રિલ જેવી ગરમીનો સામનો કરવો પડશે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યમાં દક્ષિણપૂર્વીય પવનો ફૂંકાયા છે. આગામી ૪૮ કલાક હીટવેવની આગાહી આપવામાં આવી છે. જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રી આસપાસ રહેશે તો અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહેવાની શક્યતા છે. ૪૮ કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે પરંતુ તે પણ ૨થી ૩ ડિગ્રી જેટલો જ. રવિવારે પણ અમદાવાદનું કાપમાન ૩૮ ડિગ્રી નોંધાયું હતું ગરમીના કારણે અત્યારથી જ રસ્તા પર લોકોની ઓછી અવરજવર જાેવા મળી રહી છે. બેવડી ઋતુના કારણે લોકો રોગનો પણ ભોગ બની રહ્યા છે. ખાસ કરીને, બાળકો અને વૃદ્ધોમાં બીમારીનું પ્રમાણ વધારે જાેવા મળી રહ્યું છે.
શિવરાત્રી પહેલા જ ગુજરાતભરમાંથી શિયાળાએ વિધિવત્‌ રીતે વિદાય લીધી છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાન એકાએક ૩૮થી ૪૦ ડિગ્રીની આસપાસ પહોંચતા બપોરથી સાંજના સમયે ઉકળાટનો પણ અનુભવ થાય છે. લોકોના ઘરમાં પંખા શરૂ થઈ ગયા છે. ઋતુ બદલાવાના કારણે લોકોમાં શરદી-ઉધરસ અને તાવની સમસ્યા વધી રહી છે. ડોક્ટરો પણ ઉનાળાની શરૂઆત થતાં જ કામ વગર ઘર બહાર ન નીકળવા અને જાે બહાર જવું પડે તેમ હોય તો શરીર ઢંકાઈ તેવા ખુલ્લા વસ્ત્રો પહેરવાની સલાહ આપે છે. આ સિવાય ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારે પ્રમાણમાં પાણી તેમજ જ્યુસ પીવાનું કહે છે.

Related posts

અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો મેરેથોન રોડ-શો

saveragujarat

સેન્સેક્સમાં ૩૫૫, નિફ્ટીમાં ૧૧૪ પોઈન્ટનો વધારો નોંધાયો

saveragujarat

માલધારી સમાજની ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માંગ

saveragujarat

Leave a Comment