Savera Gujarat
Other

ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટા કૌભાંડોનો થયો પર્દાફાશ,SOG,BSF અને બાડમેર પોલીસે 35 કરોડનું 14 કિલો હેરોઇન ઝડપી મોટો પર્દફાસ કર્યો છે.

ગુજરાત ફ્રન્ટીયર BSFના જનસંપર્ક અધિકારીએ સમગ્ર ઘટનાની માહિતી પ્રેસ રિલીઝ મારફતે આપતા જણાવ્યુ હતું કે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી 14 કિલો આસ્પાસ હેરોઇનનો જથ્થો ઝડપી લેવાયો છે .

સવેરા ગુજરાત ન્યૂઝ/કચ્છ:- ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવતું નથી, તે ક્યારેક આતંકીઓને ઘૂસાડે છે, તો ક્યારેક  ડ્રગ્સ નો કાળો કારોબાર કરે છે. તે હંમેશાં પોતાની કાળી કરતૂતોથી વિદેશમાં જાણીતુ થઈ ગયું છે. ત્યારે ફરી એકવખત બીએસએફ દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ કરનામાં આવ્યો છે. જેમાં સરહદ પાસેથી 35 કરોડનું હેરોઇન જપ્ત કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી 14 કિલો હેરોઈન જપ્ત કરાયું છે. આ સંયુક્ત ઓપરેશનમાં બીએસએફ, એસઓજી તેમજ બાડમેર પોલીસનો મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યો છે. ઝડપાયેલ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમા કિંમત 35 કરોડ રૂપિયા છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સની તેજ સતર્કતાના કારણે સરહદ નજીક પાકિસ્તાનમાંથી ભારતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ કૌભાંડમાં સંડોવાયેલા તત્વોના ઇરાદા સફળ થાય તે પહેલા જ તેમને ડામી દેવામાં આવ્યો છે. સીમા પર પાકિસ્તાન તરફથી થતી ગેરકાયદેસર ગતિવિધિઓ પર બીએસએફ હંમેશાં  નજર રાખે છે, જેના કારણે ફરી પાકિસ્તાનથી ડ્રગ્સ ઘુસાડવાનું કૌભાંડ સફળ રીતે પકડઈ ગયું છે.

ગુજરાત ફ્રન્ટીયર બીએસએફના જનસંપર્ક અધિકારીએ સમગ્ર ઘટનાની માહિતી પ્રેસ રિલીઝ મારફતે રજૂ કરી છે. જેમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી 14 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઝડપાયેલા આ હેરોઇનની કિંમત અંદાજે 35 કરોડ રૂપિયા છે.  બીએસએફ, એસઓજી અને બાડમેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાડમેર જિલ્લાના પીએસ ગડરા રોડ પર પાંચાલા ગામ પાસેથી આ હેરોઇન જપ્ત કરવામાં સફળતા હાથ લાગી છે.

બીએસએફ અને તપાસ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. બીએસએફ, એસઓજી અને બાડમેર પોલીસ આ હેરોઇનનો જથ્થો કેવી રીતે અહીં લાવવામાં આવ્યો, કોણ આ જથ્થો લાવ્યું?, આ હેરોઇન ક્યાં ક્યાં પહોંચાડવાનું હતું? જેવા અનેક સવાલો પર તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં આ ષડ્યંત્રમાં કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે  ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF સતર્ક છે. અને તેઓ હમણાં જ સરક્રીક વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ ધ્યાને આવતા બીએસએફ ભુજની ટુકડીઓ પેટ્રોલિંગ કરતી વખતે સર ક્રીક વિસ્તારમાંથી ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની માછીમાર અને 3 ફિશિંગ બોટ ઝડપી લીધી હતી ત્યારે હવે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ પણ BSFની સતર્કતાના કારણે થયો છે.

 

Related posts

ટ્વિટરે બ્લુ સર્વિસનાં રીલોન્ચ ઉપર બ્રેક મુકી

saveragujarat

ટૂંક સમયમાં WhatsApp યૂઝર્સને પેમેન્ટ કરવા બદલ મળશે કેશબેક

saveragujarat

ભારત દુનિયાના વિકાસનું એન્જિન બનશે : નરેન્દ્ર મોદી

saveragujarat

Leave a Comment