Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીની સુરતમાં હીરા ઉદ્યોગ પર સીધી અસર

સવેરા ગુજરાત,સુરત,તા.૧૦
આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીનો માહોલ છે. જેને પગલે સુરત શહેરમાં હીરા ઉદ્યોગ પર સીધી જ અસર પડી છે. બજારમાં મંદી હોવાના કારણે જાડા હીરામાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી રત્નકલાકારો અને વેપારીઓ બને મુંજવણમાં મુકાયા છે. હીરા નગરી સુરતમાં હાલ મંદીના વાદળો ઘેરાયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીનો માહોલ છે જેના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં પણ મંદી જાેવા મળી રહી છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો મંદી હોવાથી જાડા હીરાનું વહેંચાણ થતું નથી જેના કારણે હાલ હીરા ઉદ્યોગકારોને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે જાડા હીરાના વેપારીઓ કારખાના બંધ રાખીને પણ મેનેજ કરી રહ્યા છે. અત્યારે હીરાના કારીગરોને પણ ખૂબ અગવડતા પડી રહી છે. હીરામાં મંદી આવતા રોજગારી પર પણ અસર પડી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં મોટા પાયે હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે. અને તેના પર આંતરરાષ્ટ્રીય બજારની સીધી અસર પડતી હોય છે.સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘આ મંદી હંગામી છે જે લાંબો સમય ચાલી શકે તેમ નથી. અત્યારે સુરતમાં પટલા હીરા રાબેતા મુજબ ચાલે છે. જાેકે જાડા હીરામાં મંદી છે.’ સુરતમાં મોટા ભાગના લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હીરા ઉદ્યોગના કારણ જ તેમનું ગુજરાન ચાલે છે. ત્યારે મંદી તેમની રોજગારી પર અસર કરે તો તેમને નુકશાન થઈ શકે છે.મહત્વ નું છે કે, અત્યારે જાડા હીરા માં મંદીનો માહોલ છે જેના પગલે સુરતમાં રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ડાયમંડ વેપારીઓએ કારખાનામાં કામ કરવાનો સમય ઘટાડી દેતા રત્ન કલાકારોને આવકમાં પણ ઘટાડો થયો છે. સાથે સાથે મંદી હોવાને પગલે રત્ન કલાકારોને પણ છુટા કરી દેવાઈ રહ્યા છે. જેથી ડાયમંડ વર્કર યુનિયન રત્નકલાકારોની વ્હારે આવ્યું હતું. રત્નકલાકારો ને છુટા ના કરવા અપીલ કરી હતી.

Related posts

પરવાનગી વિના રેલી કાઢવાના મુદ્દે વડગામના ધારાસભ્યને ગુજરાત ન છોડવા મહેસાણા કોર્ટે આદેશ આપ્યો

saveragujarat

ઉ.ગુ.ના લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલતા માણસાના એજન્ટને દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ

saveragujarat

કબૂતરાબાજીમાં કરોડોનો ખેલઃ મહેસાણાના કબૂતરબાજાેએ અનેક પરિવારોને અમેરિકા મોકલ્યા

saveragujarat

Leave a Comment