Savera Gujarat
Other

કબૂતરાબાજીમાં કરોડોનો ખેલઃ મહેસાણાના કબૂતરબાજાેએ અનેક પરિવારોને અમેરિકા મોકલ્યા

સવેરા ગુજરાત:-  ગાંધીનગર પોલીસે કરેલ કબૂતરબાજી કૌભાંડ પર્દાફાશ બાદ એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આવો વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી કરોડો રૂપિયા લઈ ગેરકાયદે રીતે લોકોને વિદેશમાં મોકલતા હતા. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરેશ પટેલ નામના કબૂતરબાજની ધરપકડ કરી છે અને ગેરકાયદે રેકેટનો પર્દાફાશ કર્યો છે. હરેશ પટેલે પૂછપરછમાં સ્વીકાર્યું કે ૨૮થી ૩૦ કુટુંબોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલેલા છે. જેમાં એક વ્યક્તિ દીઠ ૬૦ થી ૬૫ લાખ લીધા છે. એટલે કે આ ખેલમાં કબૂતરબાજાેએ કરોડો રૂપિયા ખેંખેરી લીધા છે અને ગેરકાયદે લોકોને અમેરિકા મોકલ્યા છે.
ખોટા દસ્તાવેજ બનાવડાવી ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદેસર યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાના રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પ્રજાપતિ રાજુ, હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની ધરપકડ કરી છે. આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ છેલ્લા ૩ વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે અત્યાર સુધીમાં ૩૦ જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી આપ્યા છે.
આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હરેશ પટેલ પાસેથી ૭૮ પાસપોર્ટ, ૪૪ આધારકાર્ડ, ૧૩ ઇલેક્શન કાર્ડ, ૨૩ પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજ કબ્જે કર્યા છે.

 

Related posts

ઇન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વાહનની મદદથી વડોદરા ખાતે વિદ્યાર્થીઓ સુધી પહોંચતી ભારતીય વાયુસેના

saveragujarat

‘વ્હીલચેર નહીં પણ દોડવા માટે જાણે પગ આપી દીધા હોય એવો ઉત્સાહ EVM સુધી જતા અનુભવાયો’ – જોરૂભાઈ પટેલ

saveragujarat

રાજકોટમાં ભૂમાફિયાઓએ સોસાયટીમા આખલા જેવું ધિંગાણું કરી એક યુવકનો ભોગ લીધો,CCTV તમામ કરતુંતો કેદ થયા.

saveragujarat

Leave a Comment