Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૧૨૪, નિફ્ટીમાં ૩૭ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો

સવેરા ગુજરાત,મુંબઈ, તા.૧૦
વૈશ્વિક સ્તરે મિશ્ર સંકેતોને કારણે ભારતીય સ્થાનિક શેરબજારમાં શુક્રવારે નબળાઈ જાેવા મળી હતી. સેન્સેક્સ ૧૨૩ પોઈન્ટ ઘટીને બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૧૭,૮૫૦ પર સ્થિર થયો હતો. ગઈકાલની જેમ આજે પણ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જાેવા મળ્યો હતો. પેટીએમના શેર ૯ ટકા તૂટ્યા છે. રિલાયન્સ, એચસીએલ, ટાટા સ્ટીલના શેરમાં ઘટાડો થયો હતો. તે જ સમયે, બેંકિંગ ક્ષેત્રના શેરમાં તેજી નોંધવામાં આવી હતી.અસ્થિર વેપારને કારણે શુક્રવારે ભારતીય શેરોમાં ઘટાડો થયો હતો. યુએસ મંદીની આશંકાથી વૈશ્વિક ઇક્વિટીમાં ઘટાડો જાેવા મળ્યો હતો. પરિણામે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી નીચે બંધ થયા છે. બીએસઈ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૨૩.૫૨ પોઈન્ટ અથવા ૦.૨૦ ટકા ઘટીને ૬૦,૬૮૨.૭૦ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૫૦ પણ ૩૬.૯૫ પોઈન્ટ અથવા ૦.૨૧ ટકાના ઘટાડાનો સામનો કરી ૧૭,૮૫૬.૫૦ પર બંધ રહ્યો હતો.યુ.એસ.માં વધતી જતી વૃદ્ધિની ચિંતાઓ વચ્ચે ૧૩ મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકોમાંથી ૧૧માં ઘટાડો થયો હતો, જેમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને મેટલ્સમાં ૦.૮% થી વધુ ઘટાડો થયો હતો. પેટીએમનો શેર રૂ. ૫૫.૨૦ અથવા ૭.૮૨ ટકા ઘટીને રૂ. ૬૫૦.૭૫ પ્રતિ શેર થયો હતો. સેન્સેક્સના ૩૦ શેરોના ૩૦માંથી ૧૮ શેરો ઘટાડા સાથે બંધ થયા છે.આગલા દિવસની જેમ સપ્તાહના અંતિમ દિવસે પણ અદાણી ગ્રુપના શેરમાં નબળાઈ ચાલુ રહી હતી. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર રૂ. ૭૨.૭૦ અથવા ૩.૭૮ ટકા ઘટીને રૂ. ૧,૮૫૩.૦૦ પ્રતિ શેર થયો હતો. અદાણી ટોટલ ગેસનો સ્ટોક ૫ ટકા ઘટ્યો હતો, જ્યારે અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશનમાં પણ ૫-૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આગલા દિવસે અદાણી ગ્રુપના ૧૦માંથી ૯ શેરમાં ઘટાડો નોંધાયો હતો.બેન્કિંગ સેક્ટરના શેરમાં તેજી જાેવા મળી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં ૨ ટકાનો ઉછાળો નોંધાયો છે. યુનિયન બેંક, મહારાષ્ટ્ર બેંક, યુકો બેંક, ઈન્ડિયન બેંક, પીએનબી, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, કેનેરા બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં મજબૂતી જાેવા મળી છે. આ સિવાય પિરામલ એન્ટરપ્રાઈઝ, ઓરોબિંદો ફાર્મા, ઈન્ડસ ટાવર, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટર્બો, ભારતી એરટેલ, પાવરગ્રીડ, સન ફાર્મા, ટાઈટન અને ટેક મહિન્દ્રાના શેરમાં તેજી જાેવા મળી હતી.

Related posts

અમદાવાદની સાલ હોસ્પિટલના ચેરમેનના ઘરે આઇટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું

saveragujarat

અદાણીએ CNG માં ૮.૧૩ અનેPNG માં રુ.૫.૦૬નો કર્યો ઘટાડો

saveragujarat

જામનગરના કનેકશનમાં મુંબઈથી 120 કરોડનું MD ડ્રગ્સ પકડાયું

saveragujarat

Leave a Comment