Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

યુએસમાંના વિઝાના રિવેલિડેશન માટે હવે સ્વદેશ પરત નહીં જવું પડે

સવેરા ગુજરાત,વોશિંગ્ટન, તા.૧૦
અમેરિકામાં કામ કરતા અને રહેતા વિદેશી કર્મચારીઓ માટે સરકાર દ્વારા મોટો ર્નિણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને ત્યાં રહેતા લોકોને અપાતા વિઝાની વિવિધ કેટેગરીના રિન્યૂઅલ માટે સરકાર નવી સિસ્ટમ ગોઠવવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકી સરકાર દ્વારા ઈમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર કરીને ફોરેન ટેક વર્કર્સ માટે વિઝા રિવેલિડેશનની પ્રોસેસમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ સુધારા માટે હાલમાં પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ વિદેશી ટેક વર્કર્સે પોતાના એચ-૧બી અને એલ૧ જેવા વિઝાના રિવેલિડેશન માટે હવે સ્વદેશ પરત નહીં જવું પડે. અમેરિકામાં રહેવા દરમિયાન જ આ પ્રોસેસ થઈ જશે. જાણકારોના મતે ભારતમાંથી જતા લાખોની સંખ્યામાં વિવિધ કેટેગરીના લોકોને તેના કારણે મોટો લાભ થવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા નોન ઈમિગ્રન્ટ વિઝાની કેટલીક કેટેગરીમાં અને ખાસ કરીને એચ-૧બી વિઝાના રીવેલિડેશનની કામગીરી ૨૦૦૪ સુધી અમેરિકામાં જ થઈ જતી હતી. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને જે તે દેશના લોકોએ પોતાના દેશમાં જઈને રિવેલિડેશનની પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી રાહ જાેવી પડતી હતી. જાણકારોના મતે આ માટે ૮૦૦ દિવસ સુધી રાહ જાેવી પડતી હતી. આ નવા સુધારાના કારણે આઈટી પ્રોફેશનલ્સને ખૂબ જ મોટી સમસ્યા થતી હતી. અમેરિકી સરકાર દ્વારા જાે નવો સુધારો લાગુ કરવામાં આવશે તો આઈટી પ્રોફેશનલ્સને સૌથી વધારે ફાયદો થશે તેમ માનવામાં આવી રહ્યું છે. હાલમાં પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જાે તે સફળ થશે તો તેને મોટાપાયે લાગુ કરવામાં આવશે.

Related posts

મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરેલ

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૭૨ હજાર કેસ નોંધાયા

saveragujarat

કેનેડામાં ભારતીયો સહિતના વિદેશીઓ પ્રોપર્ટી નહીં ખરીદી શકે

saveragujarat

Leave a Comment