Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરેલ

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૦૩

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે એ માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરેલ જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વાારા તા.3 સપ્ટેમ્બર, 2022 શનિવારના રોજ સમય સવારે 9.00 કલાકથી સાંજના 5.00 કલાક સુધી ગાંધીનગર મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ નં.6 માં શ્રી લીંબચ માતાજીના મંદિર,સેક્ટર-13,ગાંધીનગર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ હતો. શહેરી નાગરિકોની સરળતાથી અને ઝડપી મળે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર શ્રીના તમામ વિભાગોએ સેવા આપેલ હતી.
સેવાસેતુ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયર હિતેશભાઈ મકવાણા, ડે.મેયર પ્રેમલસિંહ ગોલ, વોર્ડ નં – ૦૬ ના માન.મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ હાજર રહેલ જેઓ દ્વારા તમામ વિભાગોના સ્ટોલની મુલાકાત લઇ પૃચ્છા કરેલ હતી અને કાર્યક્રમની સુંદર વ્યવસ્થા તેમજ સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતાં.
સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે જરૂરી તમામ અરજી ફોર્મની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમ દરમિયાન અંદાજિત ૫૫૦૦ જેટલી જનમેદની ઉપસ્થિત રહેલ અને જુદા જુદા વિભાગોને લગતી ૧૨૩૨ અરજીઓ આવેલ હતી. જેમાંથી તમામ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. અને સેવાસેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે.
આ ઉપરાંત સેવાસેતું કાર્યક્રમમાં નવી બે સુવિધા પૂરી પાડવામાં આવી હતી જેમાં સૌપ્રથમ વખત ચુંટણી કાર્ડમાં સુધારો અને ઇ શ્રમ કાર્ડની સુવિધા આપવામાં આવી હતી. જેનો નાગરિકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી

saveragujarat

વાવાઝોડાનો કહેર ઃ કચ્છ-દ્વારકામાં ભારે પવન અને વરસાદથી મોટું નુકસાન

saveragujarat

મહિલા અને બાળ કલ્યાણ પ્રવૃત્તિ સમિતિના સ્વ ભંડોળ અંતર્ગત અમદાવાદ જીલ્લાની ‘પંખ અને ‘વચન’ યોજનાનો શુભારંભ

saveragujarat

Leave a Comment