Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભારતમાં કોરોનાના કેસમાં નજીવો વધારો નોંધાયા બાદ થયો ઘટાડો

સવેરાગુજરાત, નવી દિલ્હી, તા.૧૦
ચીનમાં કોરોના વાયરસના કેસમાં જાેવા મળેલા જબરદસ્ત ઉછાળા બાદ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ સાવચેતીના પગલા લેવાનું શરૂ કર્યાના લગભગ ત્રણ અઠવાડિયા બાદ, દેશમાં સંક્રમણમાં વધારો થવાના કોઈ સંકેત નથી. દેશમાં શરૂઆતના બે અઠવાડિયામાં નજીવો વધારો જાેયા બાદ રવિવારે પૂરા થતાં અઠવાડિયામાં નવા કેસમાં ઘટાડો જાેવા મળ્યો હતો, જેમાં સરેરાશ સંખ્યા એકદમ ઓછી હતી. ભારતમાં અઠવાડિયા દરમિયાન ૧,૨૬૮ નવા કેસ નોંધાયા હતા જે અગાઉ ૧,૫૨૬ જેટલા હતા. કર્ણાટક, જ્યાં ગત અઠવાડિયે નવા કેસની સંખ્યા બમણી હતી, તેમાં પણ ઘટાડો જાેવા મળ્યો છે. દેશમાં કોરોનાના કારણે ૧૨ લોકોના મૃત્યુ થયા હતા, જે અગાઉના અઠવાડિયામાં છ હતા. નવેમ્બરના બીજા અઠવાડિયાથી વાયરસના કારણે મૃત્યુઆંક ૫૦થી નીચે રહ્યો છે. કેરળમાં સૌથી વધારે કેસ અને મૃત્યુ નોંધાયા હતા, જાે કે હવે રાજ્યમાં કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ૨થી ૮ જાન્યુઆરીમાં કેરળમાં કોરોનાના કેસ ૩૮૩ હતા જ્યારે તેના આગળના સાત દિવસમાં આ આંકડો ૪૬૭ હતો. કેરળમાં આ અઠવાડિયામાં સાત લોકોના મોત નોંધાયા હતા. કર્ણાટકમાં ૨૨૫ નવા કેસ નોંધાયા હતા અને તેના આગળના અઠવાડિયામાં આ સંખ્યા ૨૭૬ હતી. તે અઠવડિયે (૨૬ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી) રાજ્યમાં કેસોમાં તીવ્ર વધારો જાેવા મળ્યો હતો, જે અગાઉસના સાત દિવસમાં ૧૧૬ હતો. મહારાષ્ટ્રમાં ૧૩૨ કેસ નોંધાયા હતા, જે અગાઉના અઠવાડિયે ૧૬૮ હતા. દિલ્હીમાં પણ કેસની સંખ્યા અઠવાડિયામાં ૮૧થી ઘટીને ૪૮ થઈ ગઈ છે. ભારતમાં જુલાઈ ૨૦૨૨થી કોવિડ કેસોમાં મોટો ઉછાળો જાેવા મળ્યો નથી, જ્યારે સાપ્તાહિક સંખ્યા ૧.૩૬ લાખના પીક પર પહોંચી હતી. વૈશ્વિક સ્તરે પણ કેસ છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ઘટી રહ્યા છે. જાે કે, ચીને જે સત્તાવાર આંકડા આપ્યા છે તે અસલી હોય તેમ પ્રિતબિંબિત થતું નથી. જાપાનમાં છેલ્લા સાત દિવસમાં સૌથી વધારે નવા કેસ નોંધાયા હતા, જે લગભગ ૧.૨ મિલિયન છે, જે અગાઉના અઠવાડિયા કરતાં ૧૪ ટકા વધારે હતા, તેમ વર્લ્ડઓમીટર દર્શાવે છે. દક્ષિણ કોરિયા ૪ લાખ કેસ સાથે બીજા નંબર પર હતું જ્યારે ચીન ૫૪ હજાર કેસ સાથે લિસ્ટમાં ૧૧મા સ્થાને હતું, જે એક અઠવાડિયામાં ૫૨ ટકા વધ્યા હતા.

Related posts

પોલીસની મંજૂરી વિના જાહેરમાં માઈક કે ડીજેનો ઉપયોગ કર્યો તો જેલમાં જવાની તૈયારી રાખજાે

saveragujarat

ડાકોર, શામળાજી, દ્વારકા યાત્રાધામ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા

saveragujarat

Ukraine-Russia War:- યુક્રેનના રાષ્ટ્રપતિનો બેહદ ભાવુકતા સાથે વિડીયો સામે આવ્યો છે, કહે છે હું અને મારા પત્ની-બાળકો દુશ્મનનો નંબર વન ટાર્ગેટ છીએ,પણ અમે ગદ્દાર નથી

saveragujarat

Leave a Comment