Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઉત્તરાયણ માટે કોટ વિસ્તારની પોળોના ધાબાના ભાડા ૩ લાખ સુધી

સવેરાગુજરાત,અમદાવાદ, તા.૧૦
ઉત્તરાયણ દરમિયાન કેટલાંક લોકો વિદેશથી અમદાવાદમાં આવતા હોય છે. ત્યારે બે દિવસના ઉત્તરાયણના તહેવાર માટે કોટ વિસ્તારમાં ઓન રેન્ટ ટેરેસની માંગમાં નોંધપાત્ર વધારો છે. ઉત્તરાયણના કારણે દ્ગઇય્જનો ધસારો, બે વર્ષના કોવિડ ગેપ બાદ માંગમાં વધારો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવા માટે રેકોર્ડ સંખ્યામાં વિદેશીઓનું આગમનના કારણે માગમાં વધારો થયો છે. કોટ વિસ્તારમાં ઉત્તરાયણનો એક ભવ્ય અનુભવ હોય છે, કારણ કે ઘરો એકબીજા સાથે જાેડાયેલા હોય છે. આ મકાનો બે કે ત્રણ માળથી ઉંચા નથી અને આકાશમાં પંતગોની સંખ્યા પણ વધારે હોય છે. ગુજરાતમાં પતંગબાજીમાં ખાસ પ્રકારના માંઝાનો ઉપયોગ કરીને વિરોધીના પતંગને કાપવાની પણ મજા કંઈક અલગ છે. અમદાવાદ મિરરના અહેવાલ મુજબ, વિદેશીઓ અને અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવનારા લોકો માટે ઉત્તરાયણ આનંદોત્સવનો ભાગ હોવાથી ગુજરાતી સંસ્કૃતિ અને વિવિધ વ્યંજનોની ઝલક જાેવા મળે છે. ત્યારે પોળોમાં ધાબાનું ભાડુ ૨૦૨૦ની સરખામણીએ બેથી ત્રણ ગણુ વધ્યું છે. ઉત્તરાયણના બે દિવસના તહેવાર માટે ધાબાના ભાડાનો ભાવ રુપિયા ૨૫ હજારથી રુપિયા ૩ લાખ સુધીના બોલાઈ રહ્યા છે. રાજીલ પટેલ કે જેઓ ડેવલપર છે અને તેઓ ઢાળની પોળમાં હવેલી ધરાવે છે. તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ ક્યારેય જાેવા ન મળી હોય એટલી પૂછપરછ જાેવા મળી રહી છે. જેમાં મોટાભાગના એનઆરજી અને એનઆરઆઈ તથા વિદેશીઓનો સમાવેશ છે. પોળમાં કેટલાંક માલિકો અડધા દિવસ માટે ધાબાનો ચાર્જ રુપિયા ૧-૧.૧૫ લાખ વસૂલી રહ્યા છે. આ પેકેજમાં નાસ્તો, લંચ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. કાર્તિકેય શાહ કે જેઓ લંડનમાં રહે છે પરંતુ અમદાવાદની લાખા પટેલની પોળમાં તેમની પૈતૃક સંપંતિ છે. તેઓએ જણાવ્યું કે, અમે ઉત્તરાયણના પર્વ માટે સમયસર ઘરનું રિસ્ટોરેશન કર્યું છે. હું મારા મિત્રોને એક સાથે પતંગ ઉત્સવ મનાવવા માટે આમંત્રણ આપવાનો છું. હું વિશાળ ધાબાનો એક ભાગ ભાડે આપવાનું પણ આયોજન કરી રહ્યો છું. તો ખાડિયા વિસ્તારમાં આવેલી સાંકડી શેરીની દિવાનજીની હવેલીના માલક રુપેશ સલોતે જણાવ્યું કે, ઓન રેન્ટ ટેરેસની માગ એટલી વધારે છે કે, અમે વધુમાં વધુ લોકોને આ સેવા આપવા માટે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસ માટે સ્લોટ બનાવ્યા છે. હવેલી એટલી મોટી છે કે, એક સમયે અહીં ૯૦થી ૧૦૦ લોકો પર્વની મજા માણી શકે છે. કારણ કે અમે પૂછપરછને નકારવા માગતા નથી. અમે ૫૦ લોકોનાં જૂથને જગ્યા ભાડે આપીશું. પછી કેટલાંક લોકો એવા પણ છે કે જેઓ કોટ વિસ્તારમાં વિશાળ મકાનો ધરાવે છે, પરંતુ પોળમાં પતંગોત્સવનો અનુભવ લેવા માગતા લોકોને તેઓ મફતમાં પ્રવેશ આપતા હોય છે. તો ખાડિયાના મોટો સુથારવાડોની પોળમાં પોતાનું હેરિટેજ મકાન ધરાવતા જગદીપ મહેતા કહે છે કે, જાે કે, અમે અમારા ટેરેસ પર ઉત્તરાયણની ઉજવણી માટે કોઈ ચાર્જ લેતા નથી. અમને અત્યાર સુધીમાં ૧૫૦ જેટલી ઈન્કવાયરી આવી છે. ૨૦૨૦માં કોવિડ પહેલાં અમને ૧૦૦ જેટલી ઈન્કવારી મળી હતી.

Related posts

૨૨ કલાકમાં જૂનાગઢમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ

saveragujarat

પાકિસ્તાનમાં હિન્દુ સગીરાની હત્યા ઃ સગીરાના તાબે ન થતાં માથામાં ગોળી મારી હત્યાં

saveragujarat

કોંગ્રેસના વેચાઈ ગયેલા પર વિશ્વાસ ન કરવો જાેઈએઃ રાહુલ ગાંધી

saveragujarat

Leave a Comment