Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પોલીસની મંજૂરી વિના જાહેરમાં માઈક કે ડીજેનો ઉપયોગ કર્યો તો જેલમાં જવાની તૈયારી રાખજાે

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૮
શહેર પોલીસ કમિશનર દ્વારા નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં પોલીસની પૂર્વ પરવાનગી વિના જાહેર સ્થળો અને રસ્તાઓ પર માઈક અથવા મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ કરવો જાેઈએ નહીં. અવાજ પ્રદુષણ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ૨૦૧૯ના નોટિફિકેશનના કડક અમલની માગ કરતી પીઆઈએલ પર ગુજરાત હાઈકોર્ટની નોટિસના પગલે શહેર પોલીસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ સિવાય પરિપત્રમાં ઘોંઘાટ ફેલાવતા ધાર્મિક સ્થળો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. એમાં કહેવાયું છે કે, મંદિર, ચર્ચ અને મસ્જિદોમાં માઈક સિસ્ટમ-વાદ્ય સાધનોનો અવાજ એ રીતે મર્યાદિત હોવો જાેઈએ કે તે પરિસરની બહાર ન જાય. આ પરિપત્ર ૨૦ જાન્યુઆરીથી બે મહિના માટે અમલમાં રહેશે અને સમયાંતરે તેમાં સુધારો પણ કરવામાં આવશે. લગ્ન અને સમાજિક સરઘસો માાટે ડીજે સિસ્ટમની જરુરીયાત હોય છે, ૨૦૦૦ના નિયમ મુજબ, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશિત અને ધ્વનિ પ્રદુષણ હેઠળ આસપાસની હવાની ગુણવત્તાના ધોરણોનું પાલન કરવામાં આવી શકે. શહેર પોલીસ કમિશનરની કચેરીએ જાહેર સ્થળો અને જાહેર રસ્તાઓ પર પ્રતિબંધો લાદીને અવાજ પ્રદુષણ પર અંકુશ લગાવવાની માગ કરી છે. સાથે જ ધાર્મિક સ્થળોએ પણ પોતાના સાઉન્ડ સિસ્ટમને એટલી જાેરથી સેટ નહીં કરવા માટે કહેવામાં આવ્યું છે કે તેનો અવાજ પરિસરની બહાર જાય. ૨૦ જાન્યુઆરીના રોજ જારી કરાયેલા પરિપત્રમાં જાહેર જગ્યાઓ પર માઈક્રોફોન સિસ્ટમ અને ઈન્સ્ટ્રૂમેન્ટના ઉપયોગ પર પ્રતિબંધ છે અને મ્યુઝિક વગાડવા તથા પબ્લિકને સંબોધવા માટેની સિસ્ટમનો ઉપોયગ કરવા માટે પરવાનગી જરુરી છે. પરિપત્ર કેટલીક શરતો પર માઈક્રોફોન સિસ્ટમના ઉપયોગની મંજૂરી આપે છે. ધાર્મિક સ્થળો માટે પરિપત્રમાં કહેવામાં આવ્યુ છે કે, મંદિર, ચર્ચ અને મસ્જિદોમાં માઈક સિસ્ટમ-સાધનનો અવાજ એ રીતે મર્યાદિત હોવો જાેઈએ કે પરિસરથી બહાર ન જાય. પરિપત્ર તમામ ખાનગી કે બંધ સ્થળોમાં માઈક સિસ્ટમ અને સાધનોનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. આ ખાનગી સ્થળો કે બંધ વિસ્તારોમાં જેમ કે ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ અથવા કોન્ફરન્સ હોલમાં સંગીત કે સાઉન્ડ સિસ્ટમ ચલાવવા માટે કોઈ પણ જાતની મંજૂરી લેવાની જરુર નથી, પરંતુ તેનો અવાજ એટલો વધારે ન હોવો જાેઈએ કે બહાર જાય. સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ સત્તાનો ઉપયોગ કરીને પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાથી તેનું પાલન નહીં કરવું એ આઈપીસીની કલમ ૧૮૮ હેઠળ ગુનો બને છે અને છ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. સરઘસો અને રેલીઓ માટે પૂર્વ પરવાનગી ફરજિયાત બનાવવા ઉપરાંત પરિપત્રમાં વાહન પર કોઈ પણ માઈક્રોફોન સિસ્ટમ કે સાધનોના ઉપોયગ માટે સમાન જાેગવાઈઓ રજૂ કરવામાં આવી છે. પોલીસકર્મી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરનારી વ્યક્તિ પાસેથી લેખિતમાં મંજૂરી માગી શકે છે અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ પરવાનગી રદ્દ કરી શકે છે. ઉલ્લંઘનના મામલે પોલીસ જૂલુસ કાઢનારાઓ પાસેથી તેમના સાધનો પણ કબજે કરી શકે છે. સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવાનો ધંધો કરનારાઓને પૂર્વ પરવાનગી સહિતની શરતોનું પાલન કર્યા વિના ભાડે ન આપવા માટે કહેવામાં આવ્યું છે. આ પરિપત્ર ધ્વનિ પ્રદુષણ પર કાબૂ મેળવવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડિસેમ્બર ૨૦૧૯ના નોટિફિકેશનના કડક અમલ માટે છે. આ પરિપત્રમાં માત્ર દિવસ દરમિયાન જ મ્યુઝિક વગાડવા અને માઈક સિસ્ટમનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે અને ધ્વનિ પ્રદુષણ રુલ્સ ૨૦૦૦ની જાેગવાઈઓ મુજબ રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી માઈક સિસ્ટમ-ઈન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી આપતો નથી.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કઝાકિસ્તાનમાં તબીબી નિપૂણતાનો ડંકો વગાળ્યો

saveragujarat

ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ના શુભારંભ પ્રસંગે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

saveragujarat

જેતપુરની ભાદર કેનલામાં મળેલી સાધુની લાશનો આખરે ભેદ ઉકેલાયો, જાણો શા માટે સાધુની ત્રણ શખ્સોએ કરી હતી હત્યાં

saveragujarat

Leave a Comment