Savera Gujarat
Other

Ukraine-Russia War:- યુક્રેનના રાષ્ટ્રપતિનો બેહદ ભાવુકતા સાથે વિડીયો સામે આવ્યો છે, કહે છે હું અને મારા પત્ની-બાળકો દુશ્મનનો નંબર વન ટાર્ગેટ છીએ,પણ અમે ગદ્દાર નથી

સવેરા ગુજરાત:‌‌- યુક્રેન પર ગુરુવારે થયેલા રશિયાના હુમલા બાદ દેશમાં ઠેર ઠેર તબાહી જોવા મળી રહી છે. રશિયા યુક્રેનની રાજધાની કિવને ઘેરવાની કોશિશમાં છે. આ બધા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીનો એક વીડિયો સંદેશ સામે આવ્યો છે. જેમાં તેઓ તેમની પત્ની અને બાળકોની વાત કરતા ભાવુક થયેલા જોવા મળી રહ્યા છે. જેલેન્સ્કી કહી રહ્યા છે કે રશિયાના નિશાના પર સૌથી પહેલા હું છું અને બીજા નંબરે મારો પરિવાર છે. જેલેન્સ્કીએ યુક્રેની અધિકારીઓને પણ ચેતવણી આપી છે કે રશિયા રાજધાની કિવમાં ઘૂસી ગયું છે. જેલેન્સ્કીનું કહેવું છે કે તેઓ અને તેમનો પરિવાર ગદ્દાર નથી અને યુક્રેન છોડીને ભાગી જશે નહીં.

વીડિયોમાં ભાવુક અવસ્થામાં જેલેન્સ્કી કહી રહ્યા છે કે હું યુક્રેનમાં છું, મારો પરિવાર યુક્રેનમાં છે, મારા બાળકો યુક્રેનમાં છે, તેઓ ગદ્દાર નથી

તેઓ યુક્રેનના નાગરિક છે. અમને જાણકારી મળી છે કે દુશ્મને પહેલો ટાર્ગેટ મને બનાવ્યો છે. મારો  પરિવાર તેમનો બીજો ટાર્ગેટ છે.

રશિયા મને ખતમ કરવા માંગે છે
જેલેન્સ્કીએ પોતાના ભાવુક સંદેશમાં કહ્યું કે રશિયાની સરકાર તેમને ખતમ કરી દેવા માંગે છે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ (રશિયા) દેશના પ્રમુખને ખતમ કરીને યુક્રેનને રાજનીતિક નુકસાન પહોંચાડવા માંગે છે.

જેલેન્સ્કીએ કહ્યું કે તેમણે નાટોના 27 યુરોપીયન દેશોને સીધો સવાલ કર્યો કે શું યુક્રેન નાટોમાં સામેલ થશે. કોઈએ જવાબ આપ્યો નહીં. બધા ડરેલા છે. પરંતુ અમે ડરેલા નથી. અમને કોઈ ચીજનો ડર નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે અમારા દેશને બચાવવા માટે ડરતા નથી…અમને રશિયાનો ડર નથી…અમે રશિયા સાથે વાતચીતથી પણ ડરતા નથી.

યુક્રેન નાટોમાં સામેલ થવા ઈચ્છે છે પરંતુ રશિયા તેની વિરુદ્ધમાં છે. વર્ષ 2014માં યુક્રેનમાં રશિયા સમર્થિત સરકાર પડી ત્યારથી યુક્રેનની સરકારે નાટોમાં સામેલ થવા માટે અનેકવાર કોશિશ કરી છે. પરંતુ રશિયા નાટોને રશિયાની સુરક્ષા માટે જોખમ માને છે. આથી કોઈ પણ કિંમતે તે યુક્રેનને નાટોનો સભ્ય બનવા દેવા માંગતુ નથી.

એક દિવસમાં યુક્રેનમાં 137 લોકોના મોત
જેલેન્સ્કીએ પોતાના વીડિયો સંદેશમાં દાવો કર્યો કે હુમલાના પહેલા દિવસે યુક્રેનના 137 લોકોના મોત થયા છે  જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે મારે દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે આજે (ગુરુવારે) અમે અમારા 137 હીરોને ગુમાવી દીધા. જેમાંથી 10 ઓફિસર્સ હતા. 316 લોકો ઘાયલ થયા છે. અમારા સૈનિકોએ આત્મસમર્પણ કર્યું નહીં. તમામ મૃતક સૈનિકોને યુક્રેનના હીરો ટાઈટલથી પુરસ્કૃત કરવામાં આવશે. જે આ યુદ્ધમાં માર્યા ગયા, તેમને અમે અમારી યાદોમાં રાખીશું.

નાટો દેશ યુક્રેન સંકટ પર કરી રહ્યા છે મીટિંગ
નાટો દેશ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના નેતૃત્વમાં આજે શુક્રવારે વર્ચ્યુઅલ મીટિંગ કરીશે. જેમાં યુક્રેનના મુદ્દા પર કેટલાક નિર્ણય લેવાઈ શકે છે. જો કે બાઈડન પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પોતાની સેનાને યુક્રેન મોકલશે નહીં. યુક્રેને પોતાની લડાઈ પોતે જ લડવી પડશે. યુક્રેનની તાજા સ્થિતિની વાત કરીએ તો દેશના ગૃહમંત્રી Anton Gerashchenko એ જણાવ્યું કે કિવમાં સવારે 6 ધડાકા થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે ધડાકા બેલિસ્ટિક મિસાઈલ અને ક્રૂઝથી કરવામાં આવ્યા.



Related posts

વોડાફોન આઈડિયા આપી રહી છે આ શાનદાર પ્લાન, ઓછી કિંમતે બે મહિના સુધી દરરોજ મળશે 4GB ઈન્ટરનેટ…

saveragujarat

ગોધમજી (ગાંઠિયોલ) ગામના યુવકના બેંકના ખાતામાથી 91,100 રૂ ટ્રાન્સફર કરી લઇ છેતરપીંડી થતા પોલીસ સ્ટેશને ફરિયાદ કરાયી.

saveragujarat

અમદાવાદ સિવિલમાં છેલ્લા ચાર દિવસમાં દરરોજ એક અંગદાન : સરેરાશ ૪ વ્યક્તિઓને પ્રતિદિન નવજીવન

saveragujarat

Leave a Comment