Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ખુલ્લા કૂવામાં સિંહ-સિંહણ પડતાં બંનેના મોત નિપજ્યા

સવેરા ગુજરાત,રાજકોટ, તા.૮
સિંહોની સુરક્ષા માટે કૂવાની આસપાસ પાળી કે બેરિકેડ બનાવવા માટે વન વિભાગ ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યો છે તેમ છતાં દુર્ઘટના ઘટી છે. ગુરુવારે રાત્રે એક સિંહ અને સિંહણ ખુલ્લા કૂવામાં પડી ગયા હતા અને ડૂબી જવાના લીધે મોત થયા હતા. અમરેલી જિલ્લાના ખંભાળા તાલુકામાં આવેલા કોટડા ગામની આ ઘટના છે. આ વિસ્તાર ગીર (પૂર્વ) વન વિભાગની હદમાં આવતાં તુલસીશ્યામ રેન્જમાં આવેલો છે.કૂવા પાસેથી વન વિભાગના કર્મચારીઓને સિંહ-સિંહણની જાેડીના પંજાના નિશાન મળ્યા હતા. અકસ્માતે બંનેનું મોત થયું હોવાનું નોંધવામાં આવ્યું છે. એક ખેડૂતે જાેયું કે, સિંહણ પાણીમાં ડૂબી ગઈ હતી જ્યારે સિંહ જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો હતો. જે બાદ ખેડૂતો વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી અને ૧૨ મિનિટમાં જ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જાેકે, ટીમ પહોંચી ત્યાં સુધીમાં સિંહનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.મુખ્ય વન સંરક્ષક (વાઈલ્ડલાઈફ) આરાધના સાહુએ કહ્યું, “અમને પંજાના નિશાન મળ્યા હતા. હવે, સિંહ અને સિંહણ કોઈ શિકારની પાછળ દોડી રહ્યા હતા કે એકબીજાની તે સ્પષ્ટ નથી થયું.” સિંહ અને સિંહણ બંનેની ઉંમર ૫થી૯ વર્ષની વચ્ચે હતી.શનિવારે દલખણિયા રેન્જમાં વધુ એક સિંહ કૂવામાં પડી ગયો હતો. જાેકે, વન વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને તેને બચાવી લીધો હતો. જે બાદ સિંહને સારવાર માટે અંબારડી સફારી પાર્કમાં ખસેડવામાં આવ્યો હતો. સારવારનો ૯૦ ટકા ખર્ચ વન વિભાગ ઉઠાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૦૦૭-૦૮થી ગીર (પૂર્વ)માં ૧૧,૭૪૮ કૂવા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને હાલના નાણાંકીય વર્ષમાં ૨૪૦ કૂવા પર બેરિકેડ લગાવ્યા છે. “અમરેલીમાં ૮,૯૬૨ જેટલા અને ગીર સોમનાથમાં ૨,૭૮૨ જેટલા કૂવા પર પાળી કરવામાં આવી છે. જાેકે, આ ફક્ત અમારા ડિવિઝનના આંકડા છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે અને નવા કૂવા બનતા રહેશે”, તેમ નાયબ વન સંરક્ષક (ગીર-પૂર્વ) રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું.

Related posts

ગાંધીનગરમા કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓએ વગર મંજૂરીએ વિધાનસભા તરફ આગળ વધતા, પોલીસ સાથે થયું ઘર્ષણ

saveragujarat

જામનગર શહેરના ઝુંપડપટ્ટીના બાળકોને 1098ની ટીમ દ્વારા કલરફૂલ ચિત્રો બનાવી બાળકોને ગુડ ટચ-બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી

saveragujarat

કોરોના ગાઈડલાઈમા વધુ છૂટછાટ આપવાના નિર્ણય સાથે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ.

saveragujarat

Leave a Comment