Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

અમદાવાદની બાપુનગર પર બેઠક રાજકીય સામાજિક સમીકરણ કેવા છે? જાણો

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૦

કોંગી નેતા હિંમતસિંહ પટેલ અને દિનેશ શર્માએ બાપુનગર વિધાનસભા સીટી માટે ટિકિટ માંગી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. કુલ ૧૮૨ બેઠકો પર ચૂંટણીઓ લડાશે. આ પૈકી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં કેટલીક બેઠકો એવી હતી કે, જ્યાં ભાજપનો ઉમેદવાર વિપક્ષના ઉમેદવારની સરખામણી કરતા ઓછા માર્જિનથી જીત્યો છે. તેથી ચૂંટણી વહેલી યોજાવા જઈ રહી હોવાની અટકળો વચ્ચે ભાજપ સહિત તમામ પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદ તો ભાજપનો ગઢ કહેવાય છે. પરંતુ અમુક બેઠકો હજુ પણ તેના માટ કપરા ચઢાણ છે. આવી જ એક બેઠક છે અમદાવાદની બાપુનગર બેઠક. બાપુનગર પર બેઠક રાજકીય સામાજિક સમીકરણ કેવા છે? જાણો


બાપુનગર વિધાનસભા મતવિસ્તાર એ મૂળ પરંપરાગત મતવિસ્તારમાંથી વિભાજિત થયેલો છે. અહીં અમરાઈવાડીનો કેટલોક શ્રમિક વિસ્તાર પણ આવે છે, ઉપરાંત અહીં હિંદી ભાષી, પરપ્રાંતિય વસતિ મોટા પ્રમાણમાં છે. ૨૦૧૨માં અહીં ભાજપના જગરૂપસિંગ રાજપૂત ભારે મહેનત પછી ૨૬૦૦ જેટલા નજીવા મતે જીત્યા હતા. તો વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ પર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકની રચના નવા સીમાંકનમાં કરવામાં આવી છે. અગાઉ આ બેઠકનો સમાવેશ રખિયાલ બેઠકમાં થતો હતો. અહીં ભાજપનો વિજય થયો હતો. જાેકે અહીં ઓબીસી, દલિતો અને મુસ્લિમોના મતદારોનું વર્ચસ્વ છે અને આ વખતે ઓબીસી અને દલિતોની નારાજગીનો લાભ કોંગ્રેસને મળી શકે છે. જાે જ્ઞાતિ પ્રમાણે મતોની ટકાવારી અંગે વાત કરીએ તો આ બેઠક પર અંદાજે ઓબીસી મતદારો ૩૩.૪ ટકા, દલિત મતદારો ૨૭.૦૩ ટકા, મુસ્લિમ મતદારો ૨૪.૩ ટકા અને પરપ્રાંતિય મતદારો ૧૨.૧ ટકા છે. વર્ષ ૨૦૧૭ના આંકડાઓ અનુસાર આ બેઠક પર અંદાજે કુલ ૧,૮૮,૩૮૫ મતદારો છે, જેમાં પુરૂષ મતદારો ૯૯,૬૩૯ અને મહિલા મતદારો ૮૮,૭૪૬ છે.


આ બેઠક પર વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલે ભાજપના ઉમેગવાર જાગૃપસિંહ રાજપૂતને ૩૦૬૭ મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં હિંમતસિંહ પટેલને ૫૮,૭૮૫ મતો મળ્યા હતા જ્યારે, જાગૃપસિંહ રાજપૂતને ૫૫૭૧૮ મતો મળ્યા હતા. આ બેઠક પર વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાગૃપસિંહ રાજપૂતે કોંગ્રેસના ઉમેદવાર શ્યાની ધીરૂભાઇને ૨૬૦૩ મતોના માર્જીનથી હરાવ્યા હતા. જેમાં જાગૃપસિંહને ૫૧૦૫૮ મતો મળ્યા હતા. જ્યારે શ્યાની ધીરૂભાઇને ૪૮૪૫૫ મતો મળ્યા હતા.
શહેર કોંગ્રેસની પ્રદેશ કાર્યાલય પર બેઠક હતી. આ બેઠક પછી  પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં બાળકોના હોર્સ રાઇડીંગનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમાં તમામ ધારાસભ્યોને આમંત્રિત કરાયા હતા. કોંગ્રેસના ૪ ધારાસભ્યો પૈકી એક માત્ર હિંમતસિંહ પટેલ સરકારી કાર્યક્રમમાં ગયા હતા. નવાઇની વાતએ છે કે, હિંમતસિંહ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નહીં પણ સરકારી કાર્યક્રમમાં જતા વિવાદ થયો હતો. જાેકે હિંમતસિંહે ખુલાસો કર્યો હતો કે તે પ્રદેશ પ્રમુખની પરવાનગી લઈને ગયા હતા. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં અમદાવાદમાં બાપુનગર બેઠક પર હિંમતસિંહ પટેલને ટિકિટ આપવાની વાતથી શહેરના યૂથ કોંગ્રેસના એક જૂથમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ માથામાં ટકો કરાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.


કોંગી નેતા હિંમતસિંહ પટેલ અને દિનેશ શર્માએ બાપુનગર વિધાનસભા સીટી માટે ટિકિટ માંગી હતી. કોંગ્રેસના એક જૂથે આક્ષેપ પણ કર્યો હતો કે, હિંમતસિંહ પટેલ પ્રભારી અશોક ગેહલોતની સેવા ચાકરી કરે છે એટલે એહસાનનો બદલો વાળવા ગેહલોત સતત ચૂંટણી હિંમતસિંહ માટે લોબિંગ કરી રહ્યા છે. મ્યુનિ. કોર્પોની વર્ષ ૨૦૨૧ની ચૂંટણીમાં કોઇ પણ કારણ વગર સરસપુરના ૩ સીટીંગ કોર્પોરેટર્સની બાદબાકી કરવામાં આવી હતી, જ્યારે બાપુનગરમાંથી એક માત્ર જે. ડી પટેલને જ ટિકિટ આપવામાં આવતા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ હિંમતસિંહ સાથે અસંતોષ ફેલાયો હતો. નવનીત શ્રીમાળીએ પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત સમક્ષ બળાપો ઠાલવી રજૂઆત કરી હતી કે, ઇ-બુક કાર્યક્રમ માટે સરસપુર વોર્ડના બંને મહામંત્રીઓની બાદબાકી કરાતા સમગ્ર વિવાદ સર્જાયો છે. શહેરમાં તમામ વોર્ડમાં ઇ-બુક કાર્યક્રમમાં સંકલન અને ડેટા એકત્ર કરવાની જવાબદારી વોર્ડ મહામંત્રીઓને આપવામાં આવી છે. તેમ છતાં કાર્યક્રમમાં તેમને જ બાકાત રાખવામાં આવ્યા હતા. જે બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટીએ આવ્યો હતો. જાે કે ભાજપના પ્રકાશ ગુર્જર જેઓ બાપુનગર કાઉન્સિલર છે તેમજ ભાજપના દિનેશ કુશવાહ સરસપુર કાઉન્સિલર છે જેઓ પણ ટિકીટની શ્રેણીમાં ગણવામાં આવી રહ્યા છે.


હાલ આ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે. પરંતુ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલ ૧૫૦ બેઠકોના ટાર્ગેટ સાથે વ્યૂહરચના ગોઠવી રહ્યા છે, પણ વિધાનસભા બેઠકોનું ગણિત જાેવા જઈએ તો કુલ ૧૮૨ બેઠકમાંથી કાૅંગ્રેસ સતત ૫૦ બેઠક જીતી જ રહી છે, એટલે ભાજપ વધુમાં વધુ ૧૩૦ બેઠક સુધી પહોંચી શકે છે, તેથી જ હવે પાટીલની નજર એ ૫૦ બેઠકો પર છે, જેમાં કાૅંગ્રેસ જીતી રહી છે, જેથી આ બેઠકો માટેનું ભાજપનું ગણિત એવું છે કે ભાજપ હારે તો છે, પણ કાૅંગ્રેસ કેમ જીતે છે એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપે ૨૦૧૭ અને ૨૦૧૨ની બે ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી બેઠકો સામે ભાજપની હારની સાથે સાથે કોંગ્રેસ આ બેઠકો પર કેમ જીતે છે, એ અંગેનો પણ સર્વે કરાવી આ બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં આ પ્રકારની બેઠકો પર કાૅંગ્રેસને ટક્કર આપી શકે તેવા સંભવિત ઉમેદવારનું લિસ્ટ મગાવી સેન્સ લેવામાં આવી રહી છે.

Related posts

કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના

saveragujarat

રાજસ્થાનના પાલી પાસે ટ્રેકટરમાં રામદેવપીરના દર્શન કરવા ગયેલા ગુજરાતના યાત્રાળુનો અકસ્માત સર્જાતાં ચારના મોત ઃ રપ ઇજાગ્રસ્ત

saveragujarat

ભૂખ્યા બાળક માટે ૨૩ મિનિટમાં રેલવેએ દૂધ પહોંચાડ્યું

saveragujarat

1 comment

Avatar
Bhanu bhai Sharma August 20, 2022 at 5:02 pm

Very good political analysis 👍

Reply

Leave a Comment