Savera Gujarat
Other

કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે બિન સંસદીય શબ્દો વાપરતા 7 દિવસ માટે સસ્પેન્ડ,કોંગ્રેસનું વોકઆઉટ-વિધાનસભામાં થયો મોટો હોબાળો

સવેરા ગુજરાત/ગંધીનગર:-

હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. ત્યારે સત્રના ત્રીજા દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. ગૃહમાં સતત 10 મિનિટ સુધી હોબાળો કર્યો હતો. જેના બાદ પુંજા વંશને ગૃહમાંથી 7 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પુંજા વંશને સસ્પેન્ડ કરતા કોંગ્રેસે વોકઆઉટ કર્યુ હતું.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો ત્રીજો દિવસ આક્ર્મક બની રહ્યો હતો. આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિજ મકવાણાએ પ્રશ્નોનો જવાબ ન મળતો હોવાથી વિરોધ કર્યો હતો. જેના બાદ તેઓ બેઠક છોડીને નીચે બેસી ગયા હતા. આવામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દખલગીરી કરતા કહ્યુ હતુ કે, આવી દાદાગીરી નહિ ચાલે. આ મામલે કોંગ્રેસના ધરસભ્યોએ હોબાળો કર્યો હતો. આવામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો આસમાને પહોચ્યો હતો.

 

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબી પહોંચશે

saveragujarat

શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળા – શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવનો ધર્મમય માહોલ વચ્ચે થયો ભવ્યાતિભવ્ય રંગારંગ પ્રારંભ…

saveragujarat

અમદાવાદની શાન એવા સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં ચાર ચાંદ લાગશે

saveragujarat

Leave a Comment