Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુજરાત રાજ્યના કપાસના ખેડૂતોની કરો યા મરો સ્થિતિ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૮
ગુજરાતમાં કપાસની ખેતી કરનારા ખેડૂતોના દુખના દહાડા શરૂ થઈ ગયા હોય તેવુ લાગે છે. એક તરફ માર્કેટમાં ભાવ મળી નથી રહ્યાં, તો બીજી તરફ, પડ્યા પર પાટુ જેવી સ્થિતિ બની છે. ખેડૂતોને કપાસનો સારો ભાવ ન મળતાં રાજ્યના મોટા ભાગના જીન ઠપ્પ થયા છે. હાલ જીનમાં રો-મટીરિયલ્સ એવા કપાસની આવક ઓછી હોવાથી જીન માલિકો જીન બંધ રાખવા માટે મજબૂર બન્યા છે. જીનમાં પ્રતિદિન દોઢથી ૨ લાખ ગાંસડીની આવક થતી હોય છે, જેની સામે હાલ માત્ર એક લાખ ગાંસડીની આવક થઈ રહી છે. રાજ્યમાં ૭૦૦ જીન સામે અંદાજે ૬૦ ટકા જીન બંધ છે અને જે જીન ચાલુ છે તે પણ માત્ર ૩૫થી ૪૫ ટકાની કેપેસિટી સાથે ચાલુ છે. જાન્યુઆરીમાં પુર્ણ ક્ષમતાએ ધમધમતા રાજ્યના જીન ઠપ્પજીન માટેના રો મટીરીયલ કપાસની ઓછી આવકના કરાણે જીન માલિકો જીન બંધ રાખવા મજબુર બન્યા છે. ગુજરાતમાં અત્યારે ૭૦૦ થી વધારે જીન છે, જૈ પૈકીની ૬૦ ટકા જીન હાલ શટ ડાઉન અવસ્થામાં છે. જે જીન ચાલુ છે તે માત્ર ૩૫ થી ૪૫ ટકાની કેપેસીટીએ ચાલુ છે. વર્તમાન સમયમાં ચાલુ જીન પણ નુકસાનમાં ચાલી રહ્યાં છે. આ વિશે સ્પીનર એસોસિયેશનના પ્રમુખ સૌરીન પરીખે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં કપાસની બજારમાં ઓછી આવક છે. પ્રતિદિન દોઢ થી બે લાખ ગાંસડીની આવક સામે અત્યારે માત્ર એક લાખ ગાંસડીની આવક થઈ રહી છે. હાલમા ગુજરાતના ખેડૂતો પાસે ૭૨ લાખ કપાસની ગાંસડીઓનો સ્ટોક છે. ગુજરાતમા ડિસેમ્બર ૨૦૨૨માં ૨૫ લાખ ગાંસડીની આવક નોંધાઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં ૩૫ ટકા ગાંસડીની આવક થાય જે આ વર્ષે માત્ર ૨૭ ટકા થઇ છે. ભારતમાં ડિસેમ્બરમાં ૮૫ લાખ ગાંસડીની આવક થઇ જે સામાન્ય કરતાં ૧૫ ટકા ઓછી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, ઉંચા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ કપાસનો કરેલો સંગ્રહ મુખ્ય કારણ છે. ગત માર્ચ માસમાં વર્ષે ખેડૂતોને મણ દીઠ ૨૦૦૦ થી ૨૫૦૦ સુધીનો ભાવ મળ્યો હતો. ચાલુ વર્ષે કપાસનો મણનો ભાવ ૧૫૦૦ થી ૧૭૦૦ રૂપિયાનો રહ્યો છે. માર્ચ મહિનામાં કપાસનો ભાવ વધવાની આશાએ ખેડૂતોએ સંગ્રહ કર્યો હતો. ઇન્ટરશનેશલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાથી હાલ ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ છે. ઇન્ડસ્ટ્રીઝ તરફથી મોટા પ્રમાણમા ખરીદી ન નીકળતાં કપાસના ભાવ પર અસર થઈ છે. અન્ય દેશોના સરખામણીમાં ભારતના કપાસની ઇલ્ડ ઓછી છે. ભારતનો કોટનના પાકમાં ઇલ્ડ વધે તે માટે સરકાર પ્રયત્ન કરે. પ્રમુખ સૌરીન પરીખે જણાવ્યું કેઅમારી અપીલ છે કે, સરકાર ખેડૂતો માટે ઉત્તમ બિયારણ ઓરીજીનલ રાસાયણીક બીયારણ અને ખાતરની વ્યવસ્થા કરે. ભારતના કપાસની ઇલ્ડ પર હેક્ટર ૫૭૫ કિલો જે ૯૦૦ કિલો સુધી પહોંચાડવાની જરૂર છે. જાે આ શક્ય બને તો દેશના ખેડૂતોને વીઘાના ઉત્પાદનમાં ફાયદો થાય.
ગુજરાતમાં ગત વર્ષે થયેલા ૭૬.૩૦ લાખ ગાંસડીના ઉત્પાદન સામે ચાલુ વર્ષે ૯૩.૫૦ ગાસડીના ઉત્પાદનનો અંદાજ છે.

Related posts

અમદાવાદ ખાતે એચપીસીએલ દ્વારા પાવર 99 રિફ્યુઅલ કરવા માટે પીટસ્ટોનું આયોજન કરાયું.

saveragujarat

ગ્રીષ્મા મર્ડર કેસનો મામલો-ફેનિલે આજે ફરી કોર્ટમાં ગુનો કબૂલ કરવા પર ઈંકાર કર્યો.

saveragujarat

સેન્સેક્સમાં ૧૭ અને નિફ્ટીમાં ૧૦ પોઈન્ટનો ઘટાડો થયો

saveragujarat

Leave a Comment