Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દીકરીની ફી ભરવાની ચિંતામાં મજબૂર પિતાએ આપઘાત કર્યો

તાપી,તા.૧૭
દેશમાં શિક્ષણનું ખાનગીકરણ અને વ્યવસાય બની ગયો હોય એમ ઉંચી ફી વસૂલવામાં આવે છે. કેટલાંક માતા-પિતા પોતાના બાળકોને સારી એવી ખાનગી સ્કૂલ કે પછી કૉલેજમાં અભ્યાસ માટે દાખલ કરતા હોય છે. ભૂતકાળમાં એવા કેટલાંક કિસ્સા સામે આવ્યા છે કે બાળકોની ફી ભરવી પણ માતા-પિતા મુશ્કેલ બની જતી હોય છે. ત્યારે તેઓ પોતાના બાળકને ચાલુ અભ્યાસમાંથી ઉઠાવી લઈ બીજી સ્કૂલ કે કૉલેજમાં ભણવા માટે મૂકતા હોય છે. ક્યારેક બાળકોની ફી ન ભરી શકનારા માતા-પિતા દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોય એવા પણ કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો તાપીમાંથી સામે આવ્યો છે.
જ્યાં દીકરીના અભ્યાસ માટે ફીની ચિંતાએ પિતાનો જીવ લઈ લીધો હતો. દીકરીની ફી ન ભરી શકનારા પિતા સતત ટેન્શનમાં હતા. આખરે આ મજબૂર પિતાએ પોતાનું જીવન ટૂંકાવ્યુ હતુ. જે બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક બકુલભાઈની દીકરી કૉલેજમાં અભ્યાસ કરે છે.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તાપીના ગોડધા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. દીકરીના અભ્યાસની ફી ન ભરી શકનારા મજબૂર પિતાએ મોતને વ્હાલ કર્યુ છે. ગોડધાના વતની અને ૪૬ વર્ષીય બકુલભાઈ પટેલે દીકરીના અભ્યાસની ફી ભરવાની ચિંતામાં મોતને વ્હાલું કર્યુ છે. ગોડધામાં સ્મશાન તરફ આવેલી નદીના કાચા રસ્તા પાસેથી બકુલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા ગામના લોકો ઉમટ્યા હતા. બાદમાં બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ વાલોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહ કબજે કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસે આ મામલે આસપાસના લોકો નિવેદન લીધા હતા. પોલીસે આ કેસની તપાસ કરી તો જાણવા મળ્યું કે, બકુલભાઈ પટેલનો એક પુત્ર કેનેડામાં રહીને અભ્યાસ કરે છે. જ્યારે તેમની પુત્રી બેચલર ઓફ આર્કિટેકમાં માલીબા કૉલેજમાં અભ્યાસ કરે છે. તેમના પરિવાર ગોડદાથી બારડોલી ખાતે બાબેનમાં અવધ લાઈફ સ્ટાઈલમાં મકાન રાખીને રહે છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દીકરીની કૉલેજ ચાલુ હતુ અને તેની ફી ભરવાની અંતિમ તારીખ હતી. બીજી તરફ, તેમની આર્થિક સ્થિતિ સારી ન હોઈ તેઓ ફી ભરી શકે એમ નહોતા.
દીકરીની ફી ભરવાની અંતિમ તારીખ હોવાથી તેઓ સતત ચિંતામાં રહેતા હતા. બસ આ ચિંતાએ જ તેમનો જીવ લીધો હતો. દીકરીની ફી ભરવાની ચિંતમાં મજબૂર પિતાએ આપઘાત કરી લીધો હતો. જે બાદ તેમના પરિવારમાં ભારે શોક છવાયો છે. કેનેડામાં રહેતા પુત્રને જ્યારે વાતની જાણ થઈ તો તેના માથે પણ આભ તૂટી પડ્યું હતું. તો આ ઘટના બાદ સમ્રગ ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે. ત્યારે પોલીસે આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે.

Related posts

શેરબજારમાં સેન્સેકસ 340 પોઇન્ટ ઉંચકાયો

saveragujarat

વડાપ્રધાન મોદીનું નવસારીમાં આદિવાસીઓની આગવી શૈલીમાં ભવ્ય સ્વાગત કરાયું ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત મોદીની ઉપસ્થિતિમાં ૩ લાખથી વધુ આદિવાસી ઉમટ્યાં

saveragujarat

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના, પ્રિમોન્સૂન તૈયારી અંગે ગાંધીનગરમાં યોજાઈ બેઠક

saveragujarat

Leave a Comment