Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પાકિસ્તાનની હાલત ભીખારી કરતા ખરાબ: સીઆર પાટીલ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૭
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન મોદી સામે કરેલી ટીપ્પણીને લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ટીપ્પણીને લઈને આજે ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયાં છે. આ મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, પાકિસ્તાનની હાલત ભીખારી કરતાં પણ ખરાબ છે. બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ભાજપના કાર્યકરો પાકિસ્તાનના વિદેશ મંત્રીનો વિરોધ કરી રહ્યાં છે.
રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓએ બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કર્યુ હતું. અમદાવાદના આરટીઓ સર્કલ ખાતે પણ ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ અને અમિત શાહ સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતાં. ભાજપ નેતાઓએ પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કર્યા.
બીજી બાજુ રાજકોટમાં શહેર ભાજપ દ્વારા બિલાવલ ભૂટ્ટોનું પૂતળા દહન પણ કરાયું. ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેની અત્યંત શરમજનક અને અપમાનજનક ટિપ્પણી સામે દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશન પાસે વિશાળ વિરોધ પ્રદર્શન કર્યાના એક દિવસ પછી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના કાર્યકરો શનિવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
ભાજપે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના કાર્યકર્તાઓ પાકિસ્તાન અને પાકિસ્તાની વિદેશ મંત્રીના પૂતળાનું દહન કરશે અને પાકિસ્તાની વિદેશ મંત્રીના શરમજનક નિવેદનની સખત નિંદા કરશે.” ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની વિદેશ મંત્રી ઝરદારીની બદનક્ષીભરી ટિપ્પણીનો ભાજપ વિરોધ કરશે. ઝરદારીની ટિપ્પણીઓને “અત્યંત અપમાનજનક અને કાયરતાથી ભરેલી” તરીકે વર્ણવતા, ભાજપે કહ્યું કે આ ટિપ્પણી પાકિસ્તાનની પતન થતી અર્થવ્યવસ્થા, અરાજકતા અને પાકિસ્તાનમાં ફેલાયેલી અરાજકતાથી વૈશ્વિક ધ્યાન હટાવવા માટે જ આપવામાં આવી હતી.બીજેપીના મતે, ભારતની વિદેશ નીતિની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે, ત્યારે પાકિસ્તાનને નાના દેશો તરફથી પણ પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલનો વિદાય સમારંભ તેમજ નવા કલેક્ટર વરૂણકુમારનો સત્કાર સમારંભ યોજાયો

saveragujarat

દિલ્હી ખાતે નવા સંસદ ભવનમાં રાજ્યસભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદી

saveragujarat

ONGCના સ્ટોલમાં વિવિધ વાહનોમાં વપરાતા ઇંધણની પ્રક્રિયાની સમજ મુલાકાતીઓ માટે રસનો વિષય બની

saveragujarat

Leave a Comment