Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

વડાપ્રધાન મોદીનું નવસારીમાં આદિવાસીઓની આગવી શૈલીમાં ભવ્ય સ્વાગત કરાયું ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત મોદીની ઉપસ્થિતિમાં ૩ લાખથી વધુ આદિવાસી ઉમટ્યાં

 

સવેરા ગુજરા, નવસારી તા. ૧૦
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિકાસકિય કાર્યોના ખાતમૂહુર્ત, ભૂમિપૂજન, લોકાર્પણ સહિતના કરોડો રૂપિયાના વિકાસકિય કાર્યો અંતર્ગત આજે નવસારીમાં તેઓનું આગમન થયું હતું. રૂ.૫૪૨.૫૦ કરોડના ખર્ચે નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને અત્યાધુનિક હોસ્પિટલ સહિત રૂ.૩૦૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ,ખાતમૂહુર્ત અને ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. નવસારીના ખુડવેલમાં એસ્ટોલ પાણી પુરવઠા યોજનાને ખુલ્લી મુકી હતી તેમજ નવસારીમાં રૂા. ૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટરનું પણ ઉદ્દઘાટન માટે રવાના થયા હતા.
આજે ગુજરાત ગૌરવ અભિયાનનો રાજ્યના આદિવાસી વિસ્તારોનાં પાંચ જિલ્લાઓથી પ્રારંભ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના ખુડવેલ ખાતે એક જંગી આદિવાસી રેલીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે અમે કદી રાજકીય આટાપાટામાં સમય બરબાદ કરનારા લોકો નથી. અમારા માટે સત્તા એ સેવાનું માધ્યમ છે અને નાગરિકોનું ભલુ કરવા માટે ચૂંટણી લડીએ છીએ અને લોકો જ અમને ચૂંટણી જીતાડે છે.


આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ કદી થયો નહોતો ઃ રાજ્યમાં ૨૦ વર્ષના વિકાસને યશ આપતા વડાપ્રધાન ઃ આદિવાસી ક્ષેત્ર સાથે જૂનો નાતો પણ યાદ કર્યો હતો. તેવી ટીકા કરે છે પરંતુ અમારા માટે સત્તા એ સેવાનું માધ્યમ છે અને ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ દેશના નાગરિકોનું ભલુ કરવા માટે જ અમે સત્તામાં રહેવાનું માનીએ છીએ.વિરોધીઓને ચેલેન્જ આપતા કહ્યું કે આપણે ત્યાં કોઇ પણ કામ કરો એટલે કેટલાક લોકો કહેવા લાગે છે કે ચૂંટણી આવી છે એટલે કામ થાય છે. અમારા કાર્યકાળમાં એક અઠવાડિયુ એવું શોધી કાઢો કે જ્યારે અમે કોઇને કોઇ વિકાસ કામને પ્રારંભ કર્યો ન હોય.
આદિવાસી ક્ષેત્રના પાંચ જિલ્લાઓ માટેની રૂા. ૬૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી એસ્ટોલ પાણી પુરવઠા યોજના મારફત દૂર-દૂરના પહાડી વિસ્તારો સુધી ‘નલ સે જલ’ યોજનાને ખુલ્લી મુકતા વડાપ્રધાને કહ્યું હતું કે કેટલાક લોકો વિકાસને રાજકારણ સાથે જાેવે છે અને ચૂંટણી આવી છે એટલે આ પ્રકારના લોકાર્પણ અને ભૂમિપૂજન થાય છે મને સરકારની અંદર ૨૨-૨૩ વર્ષ થઇ ગયા છે અને ભૂતકાળમાં અહીંના વિસ્તારના જ એક એવા મુખ્યમંત્રી હતા કે જેણે પોતાના ગામમાં પણ પાણીની ટાંકી લગાવી ન હતી. વડાપ્રધાનના આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાનની આ રેલીમાં અંદાજે ૩ લાખથી વધુ આદિવાસીઓ ઉમટ્યા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં રેલીને સંબોધન કરતાં જણાવ્યું કે ગુજરાતમાં એક સમયે આદિવાસી વિસ્તારનાં જ મુખ્યમંત્રી હતા જેઓ પોતાના વતન ગામમાં પણ પાણીની ટાંકી બનાવી શક્યા ન હતા અને ત્યાં વર્ષો સુધી હેન્ડ પંપથી પાણી મળતું હતું જ્યારે આજની અમારી યોજનાથી હવે દરેક આદિવાસી ઘરોમાં નળથી પાણી ઉપલબ્ધ થઇ શકશે. વડાપ્રધાને આ ઉપરાંત તેમના સંબોધનમાં જામનગરને યાદ કર્યા હતા અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીઓના નામ લીધા વગર જણાવ્યું કે એક સમયે એક મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની ટાંકીનું ઉદ્દઘાટન કર્યું હતું અને તેમના વિકાસની પ્રશંસા કરી હતી

Related posts

બનાસકાંઠાના કાણોદર ખાતે ‘શ્રીમુલ ડેરી’ અને ‘નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સ’માં રેડ કરી અખાદ્ય જથ્થો જપ્ત કરાયો

saveragujarat

કોહલી-શાહરુખ જ્યાં રોકાયા હતા એ રૂમમાં રોકાયા બ્રિટિશ PM

saveragujarat

રાધનપુરમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ચીફ ઓફિસરની ખાસ માંગ

saveragujarat

Leave a Comment