Savera Gujarat
Other

શેરબજારમાં સેન્સેકસ 340 પોઇન્ટ ઉંચકાયો

સવેરા ગુજરાત/અમદાવાદ  તા. ર9
મુંબઇ શેરબજારમાં આજે તેજીનો ઝોક રહ્યો હતો પસંદગીના હેવીવેઇટ શેરોમાં ધુમ લેવાલી રહેતા મોટા ભાગના શેરો ઉંચકાયા હતા. સેન્સેકસમાં 340 પોઇન્ટનો ઉછાળો હતો. શેરબજારમાં આજે શરૂઆત પ્રોત્સાહક ટોને થઇ હતી. રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ ખત્મ કરવા નવા શાંતિ પ્રયાસો શરૂ થયાના અને જે સફળ થવાના આશાવાદથી માનસ તેજીનું બન્યું હતું. વિશ્ર્વ બજારો પણ વધીને આવ્યા હોવાથી સારી અસર થઇ હતી. નાણાકીય વર્ષના અંતિમ બે દિવસો હોવાથી એનએવી ઉંચી રાખવા ફંડોની મોટા પાયે લેવાલી નીકળતા તેજીને વધુ જોર મળી ગયું છે.જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટે્રન્ડ હજુ અનિશ્ર્ચિત છે પરંતુ 31મીએ માર્ચ વલણનો છેલ્લો દિવસ આવતો હોવાથી અને નાણાકીય વર્ષ ખત્મ થતું હોવાથી સંસ્થાઓની લેવાલી તથા વેચાણ કાપણીની અસર હેઠળ તેજી છે. આ દરમ્યાન યુક્રેન કટોકટીમાં કેવો વળાંક આવે છે તેના પર નિર્ણાયક આધાર રહેવાની શકયતા છે.
શેરબજારમાં આજે સનફાર્મા, અલ્ટ્રા ટેક, ભારતીય એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, નેસ્લે, આઇશર મોટર, ડિવીઝ લેબ, જેએસડબલ્યુ સ્ટીલ વગેરેમાં ઉછાળો હતો. અદાણી ગ્રુપના શેરો વધુ ઉંચકાયા હતા. અદાણી કોર્ટ, અદાણી વિલમર, અદાણી પાવર વગેરેમાં જોરદાર ઉછાળો હતો. તેજી બજારે પણ સ્ટેટ બેંક, ટીસ્કો, મારૂતિ હિરો મોટો, ઓએનજીસી, કોલ ઇન્ડીયા, ઇન્ડીયન ઓઇલ, ટાટા એલેક્ષી વગેરે નરમ હતા. મુંબઇ શેરબજારનો સેન્સેકસ 340 પોઇન્ટના ઉછાળાથી 57934 હતો તે ઉંચામાં 57945 તથા નીચામાં 57639 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 102 પોઇન્ટ વધીને 17324 હતો જે ઉંચામાં 17328 તથા નીચામાં 17235 હતો.

Related posts

મુખ્યમંત્રી કાલે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાની આપ-લે કરશે

saveragujarat

શ્રાવણ માસના શરૂઆતની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮૨મું અંગદાન

saveragujarat

વિદેશ જવાની લાલચમા વધુ એક પરિવારને સકંજામા લેતા કબુતરબાજો નો ફુટ્યો ભાંડો.

saveragujarat

Leave a Comment