Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૧૪ મહિનામાં ૭૫ ટકા સુધી વધી ગયા સીએનજીનાં ભાવ

નવી દિલ્હી,તા.૧૭
જાે તમે સીએનજી વાહનો ચલાવો છો તો તમારા ખિસ્સા પર બોજ વધી જશે. આજથી દિલ્હીમાં ઝ્રદ્ગય્ના ભાવમાં વધારો થયો છે. હવે દિલ્હીમાં ઝ્રદ્ગય્ની કિંમત ૭૯.૫૬ પ્રતિ કિલો છે. આ નવા દરો ૧૭ ડિસેમ્બર, ૨૦૨૨ એટલે કે શનિવારના રોજ સવારે ૬ વાગ્યાથી અમલમાં આવ્યા છે. દિલ્હીમાં આજથી ઝ્રદ્ગય્ની કિંમતમાં ૯૫ પૈસા પ્રતિ કિલોગ્રામ વધારો થયો છે. અગાઉ દિલ્હીમાં સીએનજી ૭૮.૬૧ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતો હતો જે હવે વધીને ૭૯.૫૬ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. અગાઉ, ઝ્રદ્ગય્ની કિંમતમાં ફેરફાર ૮ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ થયો હતો. ઓક્ટોબરમાં દિલ્હીમાં ઝ્રદ્ગય્ના ભાવમાં પ્રતિ કિલો ૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં ઝ્રદ્ગય્ની કિંમત ૭૮.૬૧ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી.
તે જ સમયે, ગુરુગ્રામમાં સીએનજીની કિંમત ૮૬.૯૪ રૂપિયા પ્રતિ કિલો અને નોઈડા, ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત ૮૧.૧૭ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. રેટિંગ એજન્સી ઈકરાએ હાલમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં સીએનજીની કિંમતોમાં લગભગ ૭૦ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ વર્ષે કુદરતી ગેસના ભાવમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં, કોમર્શિયલ વાહનોમાં સીએનજીનો ઉપયોગ ઘટાડીને ૯ થી ૧૦ ટકા કરવામાં આવ્યો છે, જ્યારે પહેલા આ રેશિયો ૧૬ ટકા હતો. ડીઝલ અને સીએનજીના ભાવમાં ઓછા તફાવતને કારણે હવે લોકો સીએનજી વાહનોને બદલે ડીઝલના વાહનો લેવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા ૧૪ મહિનામાં ઝ્રદ્ગય્ આટલો મોંઘો થઈ ગયો છે
વર્ષ ૨૦૨૧માં ૧ ઓક્ટોબરે રાજધાની દિલ્હીમાં ઝ્રદ્ગય્ ૪૫.૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી.
આજે, ૧૭ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ, ઝ્રદ્ગય્ રૂ.૭૯.૫૬ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આવી સ્થિતિમાં ૧૪ મહિનાથી ઝ્રદ્ગય્ની કિંમતમાં ૩૪.૦૬ રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં છેલ્લા ૧૪ મહિનામાં ઝ્રદ્ગય્ ૭૩ ટકાથી વધુ મોંઘો થયો છે. જેના કારણે કોમર્શિયલ વાહન માલિકોનું બજેટ બગડ્યું છે. ગેસના ભાવ અંગે રચાયેલી કિરીટ પારેખ સમિતિએ કેન્દ્ર સરકારને સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ કરી છે. પોતાની ભલામણોમાં સમિતિએ સરકારને કહ્યું છે કે જ્યાં સુધી નેચરલ ગેસને ય્જી્‌ના દાયરામાં લાવવાનો ર્નિણય લેવામાં ન આવે ત્યાં સુધી સરકારે ઝ્રદ્ગય્ પર ઓછી એક્સાઈઝ ડ્યૂટી વસૂલવી જાેઈએ. આ સાથે લોકોને મોંઘા સીએનજીમાંથી રાહત મળશે.

Related posts

નવા, આધુનિક અને આત્મનિર્ભર ભારતનો મજબૂત પાયો નાખે છે કેન્દ્રીય બજેટઃ કેન્દ્રીય મત્સ્યપાલન,પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા

saveragujarat

ડિફેન્સ એક્સ્પો – ૨૦૨૨ના આયોજન માટેની એપેક્સ કમિટીની બેઠક ગાંધીનગરમાં સંપન્ન-ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોહગની મુખ્યમંત્રીએ આપી ખાતરી

saveragujarat

આગામી ૨૧ એપ્રિલમાં વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન દાહોદથી ચૂંટણીનું રણશિંગું ફૂંકશે

saveragujarat

Leave a Comment