Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ગુજરાતની બીજા તબક્કાની ૧૮૨માંથી ૯૩ બેઠકો માટે આજે મતદાન

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૪
ગુજરાતની બીજા તબક્કાની ૧૮૨માંથી ૯૩ બેઠકો માટે ૫ ડિસેમ્બરે એટલે કે આજે મતદાન થશે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર કુલ ૬૩.૧૪ ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ સત્તા પર છે અને ફરી એકવાર વાપસીની આશા સેવાઈ રહી છે. જાે કે આ વખતે ભાજપને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીથી પણ સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને ૯૨ બેઠકો જીતવી જરૂરી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે. દરેક વિધાનસભામાં ૭ સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે. અમદાવાદમાં ૧૧ જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, બીજા તબક્કાનું મતદાન સવારે ૮ વાગ્યાથી શરૂ થશે અને સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, પ્રતિબંધ હોવાથી કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. માહિતી અનુસાર કુલ ૫૫૯૯ મતદાન મથકોમાંથી ૨૮૦૦ મથકો પર ઝ્રઝ્ર્‌ફથી મોનિટરિંગ થશે. મતદાન માટે કુલ ૯૧૫૪ ઝ્રેં મશીન, ૯૧૫૪ મ્ેં મશીન અને ૯૪૨૫ ફફઁછ્‌ મશીન વહેંચવામાં આવ્યા છે. જાે કોઈ મશીન બગડે તો તેને રિપ્લેશ કરવા આ વખતે ૬૩ ટકા લેખે મ્ેં અને ઝ્રેં મશીન રિઝર્વ રખાયા છે. જ્યારે ૬૮ ટકા લેખે ફફઁછ્‌ મશીન રિઝર્વ રખાયા છે. ૨૧ વિધાનસભામાં સૌથી વધુ દસક્રોઈમાં ૪૧૩ બુથ છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ૫ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે થશે મતદાન. ૫ ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.બનાસકાંઠા જિલ્લાની ૯ બેઠકો, પાટણ જિલ્લાની ૪ બેઠકો, મહેસાણા જિલ્લાની ૭ બેઠકો, સાબરકાંઠા જિલ્લાની ૪ બેઠકો, અરવલ્લી જિલ્લાની ૩ બેઠકો, ગાંધીનગરની ૫ બેઠકો, અમદાવાદની ૨૧ બેઠકો, આણંદની ૭ બેઠક, ખેડાની ૬ બેઠકો, મહીસાગરની ૩ બેઠકો, અરવલ્લીની ૩ બેઠકો, પંચમહાલ જિલ્લાની ૫ બેઠકો, દાહોદ જિલ્લાની ૬ બેઠકો, વડોદરા જિલ્લાની ૧૦ બેઠકો, છોટાઉદેપુર જિલ્લાની ૩ બેઠકો પર મતદાન થશે. ત્યારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહારથીઓ મેદાને છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર શનિવારે સાંજે ૫ વાગ્યે સમાપ્ત થયો. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા તમામ પ્રયાસો કર્યા. બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાટીદાર નેતા હાર્દિક પટેલ મેદાનમાં છે. જ્યારે અલ્પેશ ઠાકોર પણ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

Related posts

રાયપુર ગાંધીનગર ખાતે બ્રહ્માણી માતાજીના રથ સાથે નગર યાત્રા યોજવામા આવી, દીગ્ગજ નેતાઓની હાજરીથી લોકોમા અનેરા ઉત્સાહ સાથે ખુશીની લાગણી જોવા મળી હતી

saveragujarat

CM ભુપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરી PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસની કરી ઉજવણી…

saveragujarat

જય જય ગરવી ગુજરાત: ૭૫મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની

saveragujarat

Leave a Comment