Savera Gujarat
Other

રાયપુર ગાંધીનગર ખાતે બ્રહ્માણી માતાજીના રથ સાથે નગર યાત્રા યોજવામા આવી, દીગ્ગજ નેતાઓની હાજરીથી લોકોમા અનેરા ઉત્સાહ સાથે ખુશીની લાગણી જોવા મળી હતી

સવેરા ગુજરાત/ગંધીનગર:- રાયપુર ગાંધીનગર ખાતે બ્રહ્માણી માતાજીના રથ સાથે યોજાઈ નગર યાત્રા ગામના હરઘરમા ઉત્સવનો માહોલ સમગ્ર વિસ્તારના ભાવિકો ભક્તિ રશીકોની રાયપુર પર મંડાઈ મીત.

ગામના સરપંચશ્રી ,ધારાસભ્ય સમ્ભુજી ઠાકોર ગાંધીનગર જિલ્લા પંચાયત સદસ્ય લલીતસિંહ ઠાકોર તથા તાલુકા પ્રમુખ મોબતસિંહ ઠાકોર સહીતના દીગ્ગજોએ હાજરી આપી માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા.  તેમજ પુશ્કર ગ્રૃપ તરફથી નિલેશભાઈ પાંચાણી એ પણ આમંત્રણને માન આપી પોતાનો સમય ફાળવ્યો હતો અને રથ યાત્રા મા જોડાઈને માતજીના આશિર્વચન મેળવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર ના રાયપુર ખાતે બ્રહ્માણી  માતાજી ના મંદીરનુ સરપંચ તથા સમસ્ત ગ્રામજનો વતિ ભવ્ય આયોજન કરવામા આવ્યું છે જે સંદર્ભે હાલ ગામના હરઘર મા શુભ પ્રશંગ હોય તેવો માહોલ સર્જાયો છે  ,એક નાના એવા ગામમા પરિવાર  ના કુળદેવી શ્રી બ્રહ્માણી માતા ના મંદીર તથા મુર્તિ પ્રાણપ્રતિષ્ઠાની  વાત થતા સમસ્ત ગામે સહમતી તો દર્શાવી પણ સ્થાનીક તથા તાલુકા જિલ્લા ના પ્રતિષ્ઠીત નેતાઓની પણ હાજરી જોવા મળી રહી છે. ધારાસભ્ય સંભુજી ઠાકોર તેમ ગાંધીનગર જિલ્લા પંચાયત સદસ્ય લલીતસિંહ ઠાકોર  તથા તાલુકા પ્રમુખ મોબતસિંહ ઠાકોર સહીતના નેતાગણે હાજરી આપી ઊપસ્થીત રહ્યાં હતા. અને સમગ્ર ગામ ની હરેક શેરી ગલ્લી મહોલ્લામા માતજીની રથ યાત્રામા સહભાગી બન્યા હતા ત્યારે સરપંચશ્રી ટીનુજી ડાભી સહીત ધારાસભ્ય અને તાલુકાપ્રમુખની હાજરી થી લોકોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રથ યાત્ર દરમ્યાન રાજનેતાઓએ ગ્રામજનો સાથે હળવી વાતો પણ કરી હતી નેતાઓની સરળ સ્વભાવે વાતચીતના પગલે ગામ લોકોમા ખુશીનો માહોલ સર્જાયો હતો

ગત તારીખ 12 ના રોજ થયેલા માતાજીના શુભ પ્રશંગથી લઈને ટોટલ ત્રીદીવસીય મહા યગ્ન નુ આયોજન કરવામા આવ્યું છે  14 તારીખે બપોરે 12:39 વાગ્યે માતાજીની સ્થાપના કરવામા આવશે . ગામના તમામ ભાઈઓ, બહેનો બાળકો, વ્રૃધ્ધો અને યુવાનોએ ખુબ સાથ સહકાર આપી ને શ્રધ્ધા અને આસ્થાના પ્રતીક એવા માતજીના મંદીરના ભવ્ય નિર્મણમા ભાગીદારી દાખવીને સેવા યગ્ન ને સફળ બનાવ્યો હતો. આજે ગર્વ થાય છે આ રાયપુર ગામ પર કે આધુનીક સમય મા લોકો પાસે સમયનો અભાવ છે લોકો માતજી અને ભગવાનના મંદીરે સમયના અભાવે જઈ નથી શકતા ત્યારે રાયપુર ગામના બાળકોથી લઈને વ્રૃધ્ધો સુધી તમામ લોકોએ મંદિરના ભગીરથ કાર્યમા પોતાનુ યથા શક્તી યોગદાનતો આપ્યુજ પણ સાથે સાથે શ્રધ્ધા અને  આત્મવીશ્વાસથી સૌએ પોતાનુ કામ છે પોતાનુ ગામ છે સમજી અને બ્રહ્માણીમાતાજી ના એક ભગીરથ કાર્ય ને સફળ કરી બતાવ્યું છે

 

Related posts

અમદાવાદ એરપોર્ટથી વિમાન યાત્રા મોંઘી પડશે

saveragujarat

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ સમારોહ,ગામીત સમાજ ની મૌખિક વાર્તાઓના રચઈતાને ત્રીજા નંબરે પારિતોષિક એવોર્ડથી સન્માનીત કરાયા.

saveragujarat

કેમ દર વર્ષે ભક્તોને સામે ચાલીને દર્શન આપવા જાય છે ભગવાન?

saveragujarat

Leave a Comment