Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

GST ના ગુનાઓને ફોજદારી ગુનાની શ્રેણીમાંથી બહાર કરાશે

મુંબઈ તા.21
વેપાર ઉદ્યોગકારો માટેના જીએસટી કાયદો સરળ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. જીએસટી અંતર્ગત આઈપીસીની કલમો નાબુદ કરવામાં આવશે. અર્થાત જીએસટી ચોરી કે અન્ય ગુનામાં આઈપીસીની કલમ લાગુ પડતી હોય તો તે અપરાધ હેઠળ ગુના નહીં બને.કેન્દ્ર સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે જીએસટીના કેટલાક ગુનાને આઈપીસી શ્રેણીમાંથી બહાર કરવાની કવાયતના ભાગરૂપે સમગ્ર વિચારણા છે. જીએસટી કાઉન્સીલની આગામી બેઠકમાં આ દરખાસ્ત પેશ કરવામાં આવશે. આ પ્રસ્તાવ મંજુર થવાના સંજોગોમાં નાણાં મંત્રાલય જીએસટી કાયદામાં સુધારા વિધેયક રજુ કરશે અને સંસદના આગામી શિયાળુ સત્રમાં પસાર કરાવવામાં આવશે.સૂત્રોએ કહ્યું કે, જીએસટીના ગુનાઓને આઈપીસીમાંથી બહાર કરવા માટે કલમ 132માં બદલાવ કરવાના સૂચનને નાણાં સમીતીએ સ્વીકારી લીધુ છે. સંસદમાં કાયદાના સુધારા બાદ રાજયોએ જીએસટી કાયદામાં સુધારા વિધેયક પસાર કરાવવા પડશે.જાણકારોના કહેવા પ્રમાણે બોગસ બીલ, ઉપરાંત યોગ્ય બીલ વિના જ ચીજવસ્તુઓની સપ્લાય તથા સામાન મોકલ્યા વિના જ બીલ બનાવવા જેવા ગુનાઓ ફોજદારી શ્રેણીમાંથી હટી જશે. સાથોસાથ ઈનપુટ ટેકસ ક્રેડીટ માટે બોગસ બીલ બનાવવાના કારસ્તાનોને આઈપીસી હેઠળ આવરી લેવામાં આવે તેવી શકયતા છે.બીજી તરફ કેન્દ્ર સરકાર મોંઘવારીને કાબુમાં લેવા માટે ઝઝૂમી રહી છે જયારે આ પડકારને ઉપાડવામાં પછડાટ મળે કે ધકકો લાગે તેવા કોઈ રાહતોથી પગલા આગામી સામાન્ય બજેટમાં લેવામાં નહીં આવે. વ્યક્તિગત આવકવેરામાં છુટછાટ જેવા કોઈ પગલા નહીં હોય. માત્ર રોકાણને પ્રોત્સાહન આપતી તથા ડીમાંડમાં વૃદ્ધિને ફોકસમાં રાખીને વિકાસદરને જાળવવાને પ્રાથમીકતા આપવામાં આવશે.કેન્દ્રના નાણાં મંત્રાલયમાં બજેટ તૈયાર કરવાની પ્રાથમીક ગતિવિધિ શરૂ કરી દેવામાં આવી જ છે. વિશ્ર્વના ઉદ્યોગકારો ચીનનો વિકલ્પ ચકાસી રહ્યા છે ત્યારે ભારતમાં નવા વેપાર ઉદ્યોગોના આકર્ષક પરફોર્મન્સ અને ઉંચા વ્યાજ છતાં વધતા ધિરાણને તંદુરસ્ત નિશાની ગણીને બજેટમાં નવા રોકાણને પ્રોત્સાહન તથા આર્થિક વિકાસ જાળવવા પર ધ્યાન કેન્દ્રીત રાખવામાં આવી શકે છે.કેન્દ્ર સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, અનેક એજન્સીઓએ વિકાસદરમાં ઘટાડો થવાનુ અનુમાન બાંધ્યુ હોવા છતાં ભારતની આર્થિક હાલત બહુ ખરાબ નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા જેવી લોકકલ્યાણની યોજનાઓ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટો પર મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય ડીમાંડ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરાયુ છે. રશિયા-યુક્રેન યુદ્ધ તથા ચીનને કારણે સપ્લાયમાં વિક્ષેપ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનનો વિકલ્પ ચકાસે છે. નાના વેપારધંધા નવુ રોકાણ કરતા હોવાથી વિકાસનુ ઉજજવળ ચિત્ર છે. મોટી કંપનીઓ પણ નવુ રોકાણ કરશે જ. રિઝર્વ બેંક મોંઘવારીને કાબુમાં લેવા ઉંધા માથે છે ત્યારે નાણાંનીતિની સમાંતર દિશામાં જ આર્થિક નીતિ રાખવામાં આવે તે સ્વાભાવિક છે.

Related posts

મધ્યમ-વર્ગની મુશ્કેલી વધી, ફરી LPG-ગેસ-સિલિન્ડર થયું મોંઘુ, જાણો કેટલા રૂપિયા થયો ભાવ વધારો…

saveragujarat

ડીસા ના આખોલ ચાર રસ્તા પાસે ની દુકાનો મા ઘુસીયા પાણી,,,

saveragujarat

ફ્રાન્સની કંપનીએ અદાણી સાથે રોકાણની યોજના અટકાવી

saveragujarat

Leave a Comment